કપાસ માર્કેટમાં આવકો સતત વધતી જાય છે, ગત સપ્તાહે લોકલ પીઠાઓમાં 11.40 લાખ મણની આવક હતી, જેની સામે પ્રવર્તમાન સપ્તાહે કપાસની આવક 7.06 લાખ વધી 18.46 લાખ નોંધાઇ હતી. નવરાત્રી – દશેરા પર્વએ ગુજરાતની મોટાભાગની જીનિંગોમાં કામકાજના મુહૂર્ત તો થયા પરંતુ મીલોની સંખ્યા મુજબ જે રીતે કપાસમાં લાવ લાવ થવું જોઇએ, કપાસની ડિમાન્ડ વધવી જોઇએ તેવું નથી દેખાતુ.
ગુજરાતમાં ગત સપ્તાહે મહારાષ્ટ્ર સિવાય કર્ણાટક અને આંધ્રપ્રદેશના કપાસની છૂટી છવાઇ આવકો શરૂ થઇ હતી. જીનર્સો દ્વારા ધૂમ ખરીદીના આશાવાદે સૌરાષ્ટ્રમાં બોટાદ, ઢસા, હડમતાલા, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, બાબરા, માણાવદર તેમજ ઉત્તર ગુજરાતમાં કડી-વિજાપુર લાઇનમાં કપાસ બજારમાં ધમધમાટ વધ્યો છે. ગામડે બેઠેલા ખેડૂતો દ્વારા પીઠાઓમાં ઠલવાઇ રહેલા કપાસના પ્રતિ મણે ઊંચામાં રૂ.1780 સુધીના ભાવ બોલાઇ રહ્યા છે. જયારે બાકી બચેલો માલ હાલ વેચાવા યાર્ડમાં આવી રહ્યો છે, કપાસ અને મગફ્ળીનું મબલક વાવેતર આ વર્ષે થવા પામ્યું હતું. પરંતુ કુદરતી તારાજીથી પ્રભાવિત થતા ખેડૂત વર્ગને મોટું નુકશાન થવાના ભય વચ્ચે કપાસ અને મગફ્ળીના ભાવ હાલ સારા ઉપજી રહ્યા છે. શનિવારે ગુજરાતમાં મહારાષ્ટ્રના કપાસની આવકો ઘટી હતી, દૈનિક જે 300 ગાડીઓ આવતી હતી, તે ઘટીને 150 ગાડીઓ થઇ ગઇ હતી.
આ પણ વાંચો: 5 મોટી માહિતી: દિવાળીમાં 9 દિવસ યાત્રા, PM કિસાન હપ્તો ડબલ, LRD ભરતી ફેરફાર વગેરે
કપાસના ભાવો:
ઘણી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1700 થી પણ વધુ જોવા મળ્યાં હતાં. જેમાં બોટાદ માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ મણે 1701 રૂપિયા જોવા મળ્યો હતો
હવે જાણી લઈએ આજનાં 24 ઓક્ટોબર 2021 ને શનિવાર નાં ભાવો :
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 1170 | 1671 |
જસદણ | 900 | 1640 |
બોટાદ | 970 | 1701 |
જામજોધપુર | 800 | 1675 |
ભાવનગર | 1035 | 1631 |
જામનગર | 1200 | 1700 |
બાબરા | 1100 | 1660 |
મોરબી | 1000 | 1660 |
હળવદ | 1100 | 1618 |
વિસાવદર | 965 | 1645 |
તળાજા | 900 | 1670 |
ઉપલેટા | 740 | 1695 |
લાલપુર | 1100 | 1667 |
ખંભાળિયા | 1400 | 1660 |
ધ્રોલ | 1140 | 1625 |
પાલીતાણા | 1100 | 1600 |
હારીજ | 14400 | 1625 |
ધનસુરા | 1400 | 1570 |
વિસનગર | 900 | 1690 |
વિજાપુર | 1000 | 1651 |
માણસા | 1000 | 1676 |
કડી | 1315 | 1656 |
થરા | 1431 | 1650 |
સિદ્ધપુર | 1000 | 1656 |
ચાણસ્મા | 1161 | 1653 |
ઉનાવા | 1000 | 1651 |
શિહોરી | 1435 | 1605 |
ઇકબાલગઢ | 1331 | 1526 |
સતલાસણા | 1450 | 1600 |
આંબલીયાસણ | 1000 | 1602 |