મગફળીની બજારમાં નરમાઈનો દોર યથાવત છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મગફળીની આવકો ચિક્કાર આવી રહી છે અને એ બધી દાણાબર ક્વાલિટીની આવતી હોવાથી તેનાં ભાવમાં મણે રૂ.૨૫થી ૫૦ સુધીનો ઘટાડો થઈ ગયો છે. આગામી દિવસોમાં ભાવ હજી થોડા ઘટશે, પંરતુ દાણાની નિકાસકારોની લેવાલી ઉપર મોટો આધાર રહેલો છે.
'સી' દ્વારા ખરીફ મગફળી ૨૦૨૧ સર્વેયાત્રા રાજકોટથી શરૂ થયેલ સર્વેયાત્રા પ્રથમ દિવસે ગોંડલ વાયા થઇ બગસરા, ભેંસાણથી જૂનાગઢ પહોંચી હતી. પ્રથમ દિવસનાં સર્વેમાં ઓરવેલ અને વાવણીનાં ખેતરો ખુંદવામાં આવ્યા હતા. ઘણા ખેતરોમાં વહેલી મગફળીને નીકળી ચૂકી પણ હતી.
ઉત્તર ગુજરાતમાં ડીસામાંથી સતત ૭૦ હજાર ગુણીની આવકો થયા બાદ શનિવાર ૯૧૯૪૧ ગુણીની આવકો થઈ હતી અને તેના ભાવ રૂ. ૧૦૦૦થી ૧૧૭૧ સુધીના બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં હજી ખાસ કોઈ મોટી વેચવાલી હાલ વધતી નથી, પંરતુ આગામી સપ્તાહથી બજારમાં વધુ ઘટાડાની પણ સંભાવનાં દેખાય રહી છે.
ગઈ કાલે પાલનપુરમાં ઝીણી મગફળીની ૨૭૭૧૨ ગુણીની આવક થઈ હતી અને તેના ભાવ રૂ. ૧૦૦૦થી ૧૨૫૨ સુધીના બોલાયા હતા. હળવદમાં જાડી મગફળીની ૧૪૫૩૭ ગુણીની આવક સાથે ભાવ રૂ. ૮૦૦થી ૧૧૫૧ સુધીના બોલાયા હતા. હિંમતનગરમાં ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ૧૯૪૭૫ ગુણીની આવક સાથે ભાવ રૂ.૧૦૫૦થી ૧૩૯૯ સુધીનાં બોલાયા હતાં.
કાલના (તા. 14/10/2021, ગુરૂવારના) જાડી મગફળીનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મહુવા | 875 | 1195 |
અમરેલી | 701 | 1122 |
કોડીનાર | 738 | 920 |
જેતપુર | 740 | 1190 |
પોરબંદર | 940 | 1045 |
વિસાવદર | 831 | 1245 |
કાલાવડ | 700 | 1151 |
ગોંડલ | 780 | 1266 |
જુનાગઢ | 730 | 1100 |
જામજોધપુર | 650 | 1030 |
ભાવનગર | 881 | 1129 |
માણાવદર | 1250 | 1251 |
સલાલ | 1000 | 1250 |
ભેસાણ | 750 | 966 |
દાહોદ | 1100 | 1160 |
કાલના (તા. 14/10/2021, ગુરૂવારના) ઝીણી મગફળીનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મહુવા | 725 | 1211 |
કોડીનાર | 825 | 1201 |
કાલાવડ | 750 | 1050 |
ઉપલેટા | 700 | 955 |
ગોંડલ | 820 | 1151 |
જુનાગઢ | 750 | 1230 |
જામજોધપુર | 700 | 105 |
જેતપુર | 715 | 1171 |
ધ્રોલ | 928 | 1078 |
જામનગર | 701 | 1075 |
ઈડર | 1040 | 1260 |
હિંમતનગર | 1050 | 1405 |
અમરેલી | 750 | 960 |
પાલનપુર | 950 | 1257 |
કોડીનાર | 825 | 1201 |
ભાવનગર | 939 | 1259 |
તલોદ | 950 | 1281 |
મોડાસા | 1050 | 1268 |
ધાનેરા | 951 | 1131 |
ભીલડી | 950 | 1165 |
ઈકબાલગઢ | 1000 | 1200 |