તલ બજારમાં કોરિયાના શિપમેન્ટ પેટેની ખરીદીના ધમધમાટ વચ્ચે માર્કેટ એકંદરે મજબૂત મથાળે સ્થિર સ્થિતિમાં જોવાયું હતું. બજારમાં વેચવાલી ઓછી છે, દરમિયાન મંડીઓ સ્ટ્રોંગ હતી, એટલે તલમાં દસેક રૂપિયા સુધારા તરફી વલણ જોવા મળ્યું હતું.
અગ્રણી બ્રોકરો કહે છે કે, સોમવારે બજાર મજબૂત મથાળે સ્થિર હતું. કોરિયાના શિપમેન્ટની બાકી ખરીદીઓ થઇ રહી હોવાથી તેના બળે બજાર આ મથાળે સ્ટેબલ જોવા મળી રહ્યું છે. તેમાં પણ રાજસ્થાન, યુપી અને એમપી તરફ વરસાદી માહોલ છવાતા ફરી ઉભા થયેલા ગભરાટ વચ્ચે સેન્ટીમેન્ટ ગરમ બન્યું છે. હવેનો વરસાદ તલને નુકસાન કરી શકે તેવી દહેશત વચ્ચે બજાર મજબૂત સ્થિતિએ સ્થિર જોવા મળ્યું હતું.
યાર્ડોમાંથી ખરીદીનો ધમધાટ ચાલુ છે, માલ આવે તેટલો ખપી જાય છે. દરમિયાન હવે જો નવા તલની આવકો પણઇ ખૂબ જ વધી જાય અને ઘરાકી એકદમ ઘટી જાય તો બજારમાં સુચક ઘટાડો જોવા મળી શકે તેમ છે. આજે સફેદ તલમાં એવરેજ ભાવ પ્રતિ મણે રૂ. 10 વધી રૂ. 1925થી 2040ના મથાળે અથડાયા હતા, તો કાળા તલના ભાવ રૂ. 2175 થી 2575ના મથાળે ટકેલા હતા.
ગત સપ્તાહે પીઠાઓમાં સફેદ તલની કુલ 28600 ગુણીની અને કાળા તલની 11500 ગુણીની આવકો નોંધાઇ હતી. એવરેજ પ્રતિ મણના ભાવ અનુક્રમે સફેદમાં રૂ. 1900થી 2070 અને કાળામાં રૂ. 2150થી 2600 ના રહ્યા હતા. આખા અઠવાડિયા દરમિયાન બન્ને તલોમાં વિવિધ કારણો અનુસાર રૂ. 10 થી લઇ રૂ. 50 સુધીની વધઘટ જોવા મળી હતી.
સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો સફેદ તલની સૌથી વધુ આવક ગોંડલ માર્કેટ યાર્ડમાં 2217 ગુણીના વેપાર સાથે ભાવ રૂ. 1300થી 2031 સુધીના બોલાયા હતા. સફેદ તલનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટ યાર્ડમાં રૂ. 2292 બોલાયો હતો.
કાલના (તા. 18/10/2021, સોમવારના) સફેદ તલનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મહુવા | 1718 | 2022 |
અમરેલી | 1270 | 2056 |
કોડીનાર | 1400 | 2010 |
જેતપુર | 1835 | 1992 |
પોરબંદર | 1425 | 1805 |
વિસાવદર | 1735 | 1925 |
વાંકાનેર | 1700 | 1969 |
મોરબી | 1690 | 1990 |
પાટણ | 1511 | 2131 |
ઉંઝા | 1665 | 2292 |
મહેસાણા | 1650 | 2025 |
સિધ્ધપુર | 1500 | 2125 |
કાલાવડ | 1700 | 1920 |
રાજકોટ | 1800 | 2036 |
જુનાગઢ | 1600 | 1990 |
જામજોધપુર | 1750 | 1990 |
ગોંડલ | 1300 | 2031 |
માણાવદર | 1800 | 1950 |
બોટાદ | 1200 | 2015 |
ભેસાણ | 1500 | 1920 |
સાવરકુંડલા | 1600 | 1980 |
જસદણ | 1300 | 1980 |
જામખંભાળીયા | 1700 | 1990 |
પાલીતાણા | 1650 | 1970 |
જામનગર | 1840 | 2015 |
હળવદ | 1651 | 1990 |
ધ્રોલ | 1620 | 1920 |
વિસનગર | 1100 | 1995 |
કલોલ | 1500 | 2051 |
કાળા તલના બજાર ભાવની વાત કરીએ તો કાળા તલની સૌથી વધુ આવક રાજકોટ માર્કેટ યાર્ડમાં 2343 ગુણીની આવક સાથે ભાવ રૂ. 2080થી 2650 સુધીના બોલાયા હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમાં રૂ. 2705 બોલાયો હતો.
કાલના (તા. 18/10/2021, સોમવારન) કાળા તલનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મહુવા | 1812 | 2051 |
સાવરકુંડલા | 1700 | 2500 |
બોટાદ | 1415 | 2705 |
ગોંડલ | 1426 | 2601 |
રાજકોટ | 2080 | 2650 |
જુનાગઢ | 2000 | 2461 |
જામજોધપુર | 1775 | 2375 |
જસદણ | 1400 | 2299 |
બાબરા | 1920 | 2380 |
વિસાવદર | 1945 | 2145 |
મોરબી | 1650 | 2150 |
અમરેલી | 1340 | 2310 |
ગઢડા | 1950 | 2220 |
પાલીતાણા | 1900 | 2220 |
ઉપલેટા | 2000 | 2150 |