તલ માર્કેટમાં ગયું સપ્તાહ નવી આવકો શરૂ થવાની ધારણાને લીધે અનિશ્ચિતતા ભર્યું રહ્યું હતું. સાપ્તાહિક આવક જોઇએ તો સફેદ તલમાં 42000 ગુણી અને કાળા તલમાં 15700 ગુણીની આવકો નોંધાઇ હતી. તલમાં હજુ નવા સ્ટોકની પુરબહારમાં આવકો શરૂ થઇ નથી, હાલ મોટાં પ્રમાણમાં જુના તલ જ આવી રહ્યા છે.
સાપ્તાહિક બજાર ભાવની વાત કરીએ તો ગત સપ્તાહે એવરેજ પ્રતિ મણના સફેદ તલના ભાવ રૂ. 1925 થી 2100ના સામે આ સપ્તાહે તે ભાવ વધીને રૂ. 1930 થી 2150ના મથાળે તો કાળા તલમાં ગત સપ્તાહના ભાવ રૂ. 2175 થી 2660ની સામે આ સપ્તાહે તે ભાવ વધીને રૂ. 2200 થી 2925ના મથાળા આસપાસ અથડાયા હતા.
તલના બજાર ભાવને લઈને બ્રોકરો દ્વારા કહેવામાં આવ્યું છે કે, તલના મજબુત ભાવ હાલ ડોમેસ્ટિક ડીમાન્ડના આધારે છે. અઠવાડિયાના છેલ્લાં દિવસે સફેદ તલના ભાવમાં મણે રૂ. 20 તો કાળા તલના ભાવમાં રૂ. 50 નો વધારો થયો હતો. વધુમાં બ્રોકરોએ જણાવ્યું હતુ કે, તલની બજારનો આધાર દિવાળી બાદ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનની આવકો કેટલાં પ્રમાણમાં આવે તેમજ ખરીદીની ડિમાન્ડ કેવી રહે તેના પર રહેલો છે.
તા. 30/10/2021, શનિવારના સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો સફેદ તલની સૌથી વધુ આવક ગોંડલ માર્કેટ યાર્ડમાં 3686 ગુણીના વેપાર સાથે ભાવ રૂ. 1401થી 2131 સુધીના બોલાયા હતા. સફેદ તલનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટ યાર્ડમાં રૂ. 2435 બોલાયો હતો.
તા. 30/10/2021, શનિવારના સફેદ તલનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મહુવા | 1890 | 2100 |
અમરેલી | 1000 | 2261 |
જેતપુર | 1971 | 2105 |
વાંકાનેર | 1700 | 2000 |
મોરબી | 1360 | 2184 |
પાટણ | 1500 | 2180 |
ઉંઝા | 1700 | 2435 |
મહેસાણા | 1740 | 2105 |
સિધ્ધપુર | 1342 | 2400 |
રાજકોટ | 1810 | 2222 |
જુનાગઢ | 1750 | 2077 |
જામજોધપુર | 1810 | 2150 |
ગોંડલ | 1401 | 2131 |
માણાવદર | 1800 | 2050 |
બોટાદ | 1260 | 2240 |
સાવરકુંડલા | 1600 | 2125 |
જસદણ | 1350 | 2100 |
જામખંભાળીયા | 1800 | 1980 |
જામનગર | 1890 | 2190 |
હળવદ | 1550 | 2220 |
ધ્રોલ | 1490 | 2085 |
વિસનગર | 1500 | 2111 |
તળાજા | 1580 | 2022 |
ધાનેરા | 1600 | 2241 |
પાટણ | 1500 | 2180 |
ભીલડી | 1500 | 2086 |
સિધ્ધપુર | 1500 | 2086 |
ડિસા | 1760 | 2048 |
લાખાણી | 1881 | 2301 |
તા. 30/10/2021, શનિવારના કાળા તલના બજાર ભાવની વાત કરીએ તો કાળા તલની સૌથી વધુ આવક અમરેલી માર્કેટ યાર્ડમાં 1413 ગુણીની આવક સાથે ભાવ રૂ. 1100થી 2805 સુધીના બોલાયા હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મોરબી માર્કેટ યાર્ડમાં રૂ. 2849 બોલાયો હતો.
તા. 30/10/2021, શનિવારના કાળા તલનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મહુવા | 2375 | 2539 |
સાવરકુંડલા | 1550 | 2700 |
બોટાદ | 1670 | 2805 |
રાજકોટ | 2150 | 2801 |
જુનાગઢ | 1600 | 2668 |
જામજોધપુર | 1190 | 2390 |
જસદણ | 1200 | 2480 |
બાબરા | 1850 | 2350 |
અમરેલી | 1100 | 2805 |
ઉપલેટા | 2000 | 2576 |
તળાજા | 2321 | 2322 |
ભાવનગર | 2100 | 2626 |