અનિશ્ચિતતાના દૌર વચ્ચે તલ બજાર બન્ને તરફ અથડાઇ હતી. શુક્રવારે સફેદ અને કાળા તલમાં મણે રૂ. 25નો ઘટાડો થયા બાદ શનિવારે સફેદ તલમાં વધુ રૂ. 30 તૂટ્યા હતા, તો કાળા તલમાં ડિમાન્ડને પગલે રૂ. 20 વધી ગયા હતા. જોકે, યાર્ડો ઠંડા હતા અને કોરિયાના શીપમેન્ટની બાકી લેવાલીની અસરે બજારમાં કામકાજનો કરંટ દેખાયો હતો.
અગ્રણી બ્રોકરોના મતે તલ બજારમાં હજુ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા છે. સોમવારથી નવા સપ્તાહમાં નવા તલની આવકોનું પ્રમાણ કેવું રહે છે તેમજ ડિમાન્ડ કેવી રહે છે તેના પર બજારનો મદાર છે. એમપી અને યુપીમાં નવા તલની સાત થી આઠ હજાર ગુણીઓની આવકો થવા લાગી છે. આ દરમિયાન કાળા તલમાં પ્રમાણમાં ઘરાકી સારી છે, એક તબક્કે સારા માલની અછત પણ છે. એટલે માગ વધતા કાળા તલમાં આજે વધુ રૂ. 25નો સુધારો જોવા મળ્યો હતો.
ગત સપ્તાહે પીઠાઓમાં સફેદ તલની કુલ 28600 ગુણીની અને કાળા તલની 11500 ગુણીની આવકો નોંધાઇ હતી. એવરેજ પ્રતિ મણના ભાવ અનુક્રમે સફેદમાં રૂ . 1900થી 2070 અને કાળામાં રૂ. 2150થી 2600 ના રહ્યા હતા. આખા અઠવાડિયા દરમિયાન બન્ને તલોમાં વિવિધ કારણો અનુસાર રૂ. 10 થી લઇ રૂ. 50 સુધીની વધઘટ જોવા મળી હતી.
સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો સફેદ તલની સૌથી વધુ આવક અમરેલી માર્કેટ યાર્ડમાં ૧૫૦૬ ગુણીની થઈ હતી અને તેના ભાવ રૂ. ૧૦૦૦થી ૨૦૮૫ સુધીના બોલાયા હતા. સફેદ તલનો સૌથી ઉંચો ભાવ ભાવનગર માર્કેટ યાર્ડમાં રૂ. ૨૩૭૭ બોલાયો હતો.
કાલના (તા. 16/10/2021, શનિવારના) સફેદ તલનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મહુવા | 1750 | 1954 |
અમરેલી | 1000 | 2085 |
કોડીનાર | 1500 | 2000 |
જેતપુર | 1850 | 2001 |
પોરબંદર | 1880 | 1881 |
વિસાવદર | 1700 | 1900 |
કાલાવડ | 1625 | 1841 |
રાજકોટ | 1862 | 2013 |
જુનાગઢ | 1600 | 1983 |
જામજોધપુર | 1750 | 1980 |
ભાવનગર | 1730 | 2377 |
માણાવદર | 1700 | 1950 |
બોટાદ | 1500 | 1975 |
ભેસાણ | 1500 | 1930 |
સાવરકુંડલા | 1550 | 2000 |
જસદણ | 1100 | 1930 |
જામખંભાળીયા | 1800 | 1950 |
પાલીતાણા | 1805 | 2000 |
જામનગર | 1935 | 1995 |
હળવદ | 1650 | 1982 |
ધ્રોલ | 1400 | 1890 |
વિસનગર | 900 | 1900 |
કલોલ | 1825 | 1851 |
કાળા તલના બજાર ભાવની વાત કરીએ તો કાળા તલની સૌથી વધુ આવક રાજકોટ માર્કેટ યાર્ડમાં ૨૨૮૫૭ ગુણીની થઈ હતી અને તેના ભાવ રૂ. ૧૯૦૦થી ૨૬૩૫ સુધીના બોલાયા હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમાં રૂ. ૨૭૦૫ બોલાયો હતો.
કાલના (તા. 16/10/2021, શનિવારના) કાળા તલનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મહુવા | 2150 | 2328 |
સાવરકુંડલા | 1765 | 2400 |
બોટાદ | 1870 | 2705 |
ધોરાજી | 2111 | 2112 |
રાજકોટ | 1900 | 2635 |
જુનાગઢ | 1800 | 2480 |
જામજોધપુર | 1350 | 2470 |
જસદણ | 1100 | 2200 |
બાબરા | 1849 | 2461 |
વિસાવદર | 2000 | 2400 |
ભેંસાણ | 1600 | 2400 |
અમરેલી | 1350 | 2600 |
ગઢડા | 1920 | 2115 |
પાલીતાણા | 1830 | 2355 |
1750 | 2452 | 2300 |