રામનવમી બાદ પણ સોના-ચાંદીના ભાવ આસમાને, હવે એક લાખ થવામાં જાજી વાર નથી, જાણો આજના ભાવ

રામનવમી બાદ પણ સોના-ચાંદીના ભાવ આસમાને, હવે એક લાખ થવામાં જાજી વાર નથી, જાણો આજના ભાવ

Gold Pirce Today: સોના અને ચાંદીના ભાવ તેમની નવી ઓલ ટાઈમ હાઈ પર છે. બુધવારે રામ નવમીના કારણે બજાર બંધ હતું. ગુરુવારે બજાર ખૂલે ત્યાં સુધી આ ભાવ મંગળવારની જેમ જ હાઈ રહ્યાં. HDFC સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, મંગળવારે સોનાની કિંમત 700 રૂપિયા વધીને 73,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઊંચી સપાટીએ પહોંચી હતી. 

જ્યારે ચાંદીની કિંમત 800 રૂપિયાના ઉછાળા સાથે 86,500 રૂપિયા પ્રતિ કિલોના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજાર કોમેક્સમાં હાજર સોનું $2,370 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. ચાંદી પણ 28.40 ડોલર પ્રતિ ઔંસ પર હતી. આજે પણ સોનાના ભાવ હાઈ પર જ જોવા મળી રહ્યા છે. અમદાવાદની વાત કરીએ તો એક તોલા સોનાના ભાવ 75,555  રૂપિયા બોલાઈ રહ્યા છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો.

મજબૂત હાજર માંગ વચ્ચે સટોડિયાઓ દ્વારા નવા સોદાની ખરીદીને કારણે મંગળવારે વાયદાના વેપારમાં સોનાના ભાવ રૂ. 141 વધીને રૂ. 72,418 પ્રતિ 10 ગ્રામ થયા હતા. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, જૂનમાં ડિલિવરી માટેના કોન્ટ્રાક્ટની કિંમત રૂ. 141 અથવા 0.2 ટકા વધીને રૂ. 72,418 પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. આમાં 22,196 લોટનો વેપાર થયો હતો. બજારના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે વેપારીઓ દ્વારા નવા સોદાની ખરીદીને કારણે સોનાના વાયદાના ભાવમાં વધારો થયો છે. વૈશ્વિક સ્તરે, ન્યૂયોર્કમાં સોનું 0.05 ટકા ઘટીને $2,381.70 પ્રતિ ઔંસ થયું હતું.

મંગળવારે વાયદાના વેપારમાં ચાંદીના ભાવ રૂ. 366 ઘટીને રૂ. 83,485 પ્રતિ કિલોગ્રામ થયા હતા કારણ કે નબળા હાજર માંગ વચ્ચે વેપારીઓએ તેમના સોદાના કદમાં ઘટાડો કર્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, મે મહિનામાં ડિલિવરી માટે ચાંદીના કોન્ટ્રેક્ટની કિંમત રૂ. 366 અથવા 0.44 ટકા ઘટીને રૂ. 83,485 પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. આમાં 25,332 લોટનો વેપાર થયો હતો. વૈશ્વિક સ્તરે ન્યુયોર્કમાં ચાંદીનો ભાવ 1.14 ટકા ઘટીને 28.36 ડોલર પ્રતિ ઔંસ થયો હતો.