કોરોના કેસોનો મુદ્દો વિશ્વભરની બજારોને અસર કરી રહ્યો છે ત્યારે તલ બજારમાં વિદેશના કામકાજોને લઇને પણ એકદંરે ઓટ આવી હોય તેવો માહોલ છે. તલ બજારમાં હાલ ઘટી રહેલી આવકો વચ્ચે ડોમેસ્ટિક ઘરાકીના ટેકે ભાવ મક્કમ સ્તરે જોવા મળી રહ્યા છે, તો બજારમાં આગામી દિવસોમાં જાહેર થનારા કોરિયાના ટેન્ડરને લઇને ભારતના ફાળે કેટલી ખરીદી આવશે તે અંગે ઉત્તેજના વ્યાપી રહી છે.
અગ્રણી બ્રોકરો કહે છે કે, તલમાં વધતી ઠંડી વચ્ચે લોકલ અને ડોમેસ્ટિક ઘરાકીનું જોર જોવા મળી રહ્યું છે. યાર્ડો એકંદરે ટકેલા હતા. તલમાં સારી ગુણવત્તાની અછત વચ્ચે પાલાખાદ્યની સ્થિતિ વચ્ચેભાવ ઊંચા મથાળે એકંદરે ટકેલા જોવા મળ્યા હતા.
મગફળીમાં વેચવાલી ઓછી છે, પંરતુ સામે લેવાલી પણ નથી. ખાસ કરીને પિલાણબર મગફળીની બજારો નરમ જોવા મળી રહી છે. જૂનાગઢ બાજુ ખાડીએ સતત બીજા દિવસે રૂ.૨૦૦ નીકળી ગયા છે અને ભાવ હવે ખાંડીનાં રૂ.૨૨ હજારની અંદર આવી ગયાં છે. આગામી દિવસોમાં મિલ ડિલીવરીનાં ભાવ હજી નીચા આવી શકે છે. જામનગર બાજુ રૂ.૧૦થી ૧૫નો ઘટાડો પ્રતિમણે ડિલીવરીનાં માલમાં થયો હતો. બે દિવસમાં રૂ.૨૫થી ૩૦ નીકળી ગયાં છે. પીઠાઓમાં ભાવ રાજકોટ-ગોંડલમાં સ્ટેબલ હતાં, પંરતુ આવકો ઘટી રહીછે. ઉનાળુ મગફળીનાં વાવેતર આગામી દશેક દિવસમાં ચાલુ થશે અને બિયારણની પૂછપરછ તમામ સેન્ટરમાં ચાલુ થઈ ગઈ છે, પંરતુ હજી જોઈએ એવી ઘરાકી નથી.
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1500 | 2010 |
અજમો | 7000 | 7000 |
જીરું | 2900 | 3300 |
તુવેર | 1000 | 1175 |
તલ | 1700 | 2120 |
લસણ | 100 | 410 |
મગફળી જીણી | 960 | 1200 |
મગફળી જાડી | 875 | 1069 |
રાયડો | 1000 | 1460 |
એરંડા | 1000 | 1211 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
ખાસ નોંધ: (૧) ડુંગળી અને મગફળી ની આવક અંગે: મગફળી અને ડુંગળી ની આવક આજ રોજ રાત્રીના ૧૦ વાગ્યા થી શરૂ કરવામાં આવશે. તેમજ ડુંગળીની આવક ટોકન મુજબ શરૂ કરવામાં આવશે જે વાહન માલિક પાસે ટોકન હશે તે વાહનો નેજ ટોકન નંબર મુજબ લાઈનમાં પ્રવેશ કરવા દેવામાં આવશે.
આ પણ વાંચો: સાવધાન: ઈ-શ્રમ કાર્ડ કઢાવતી વખતે રાખો આટલું ધ્યાન, નહીંતર તમારું ખાતુ થઈ જશે ખાલી
(૨) લસણ ની આવક બંધ: લસણ ની આવક બીજી જહેરાત ન થાય ત્યાં સુધિ બંધ રહેશે. જેની દરેકે નોંધ લેવી.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 2061 |
જીરું | 2400 | 3391 |
ઘઉં | 404 | 464 |
એરંડા | 1091 | 1241 |
તલ | 1200 | 2231 |
ચણા | 821 | 926 |
મગફળી જીણી | 820 | 1286 |
મગફળી જાડી | 780 | 1171 |
ડુંગળી | 101 | 316 |
લસણ | 151 | 371 |
સોયાબીન | 1100 | 1256 |
તુવેર | 851 | 1291 |
મગ | 851 | 1461 |
અડદ | 300 | 1331 |
મરચા સુકા | 601 | 3351 |
ઘઉં ટુકડા | 408 | 514 |
શીંગ ફાડા | 921 | 1441 |
ધાણા | 1000 | 1956 |
ધાણી | 1691 | 1841 |
રાય | 1226 | 1401 |
જામજોધપુર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ચણા | 800 | 930 |
તુવેર | 1060 | 1280 |
મગફળી ઝીણી | 900 | 1140 |
મગફળી જાડી | 800 | 1145 |
કપાસ | 1550 | 2015 |
ધાણી | 3001 | 3001 |
તલ | 2000 | 2100 |
જીરું | 2800 | 3410 |
ધાણા | 1400 | 1810 |
એરંડો | 980 | 1240 |
રાજકોટ માર્કેટ યાર્ડ:.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1500 | 2026 |
ઘઉં લોકવન | 403 | 428 |
ઘઉં ટુકડા | 409 | 476 |
જુવાર સફેદ | 370 | 605 |
બાજરી | 290 | 421 |
તુવેર | 1025 | 1239 |
મગ | 1000 | 1481 |
મગફળી જાડી | 923 | 1126 |
મગફળી ઝીણી | 914 | 1135 |
એરંડા | 1221 | 1255 |
અજમો | 1350 | 2065 |
સોયાબીન | 1180 | 1305 |
કાળા તલ | 1825 | 2500 |
લસણ | 210 | 375 |
ધાણા | 1625 | 1828 |
મરચા સુકા | 900 | 3050 |
જીરૂ | 2940 | 3362 |
રાય | 1450 | 1640 |
મેથી | 1040 | 1250 |
ઈસબગુલ | 1740 | 2175 |
ગુવારનું બી | 1160 | 1200 |
મોરબી માર્કેટ યાર્ડ:
`વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1500 | 2000 |
ઘઉં | 400 | 480 |
જીરું | 2225 | 3333 |
ચણા | 815 | 857 |
તલ | 1621 | 2180 |
મગ | 690 | 1222 |
મગફળી ઝીણી | 701 | 1211 |
તલ કાળા | 2121 | 2500 |
અડદ | 501 | 1271 |
બાજરી | 282 | 428 |