Top Stories
આશ્લેષા, મઘા અને ફાલ્ગુની નક્ષત્રની સાથે ભારે વરસાદ આગાહી...

આશ્લેષા, મઘા અને ફાલ્ગુની નક્ષત્રની સાથે ભારે વરસાદ આગાહી...

મેઘ જ્યાં ચડશે ત્યાં સારો વરસાદ થવાની શક્યતા છે. બધે એક સરખો વરસાદ નહીં થાય જ્યાં વરસાદ પડશે ત્યાં સારો વરસાદ પડશે. રાજ્યમાં 18થી 24 તારીખ દરમિયાન સારો વરસાદ થશે. 21થી 23 અને 25થી 28 દરમિયાન વરસાદ થશે. 13 સપ્ટેમ્બરથી 13ઓક્ટોબર સુધી ગુજરાત રાજ્યમાં ભારે ગરમી રહેશે. હાલમાં બંગાળના મહા ઉપસાગરમાં વરસાદનું વાહન ચાલુ થયું છે. જેમને કારણે ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે.

હાલમાં મઘા નક્ષત્ર ચાલુ છે. મઘા નક્ષત્રનું પાણી ખેડૂતોના પાક માટે ઉત્તમ ગણવામાં આવે છે. છેલ્લે આશ્લેષા નક્ષત્ર પૂર્ણ થયું છે. આશ્લેષા નક્ષત્રનું પાણી પાક માટે યોગ્ય ગણાતું નથી. 30 ઓગસ્ટ સુધી મઘા નક્ષત્ર ચાલુ રહેશે ત્યાર પછી ફાલ્ગુની નક્ષત્ર ચાલુ થશે. ફાલ્ગુની નક્ષત્રનું પાણી સારું હોતું નથી કેમકે તેમાં પાક બગડી જતો હોય છે. મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો ધાનના ઢગલા થતા હોય છે. મઘા નક્ષત્રનું પાણી અમૂલ્ય ગણવામાં આવે છે: અંબાલાલ પટેલ

રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?
વરસાદી સિસ્ટમ સક્રિય બનતા અંબાલાલ પટેલે પણ આવનારા દિવસોમાં વરસાદને લઈને આગાહી જણાવી હતી. 
1) 18થી 24 ઓગસ્ટ દરમિયાન વરસાદનું સારું પ્રમાણે રહેશે.

૨) 21થી 23 અને ૨૫થી ૨૮ ઓગસ્ટ દરમિયાન વરસાદનું પ્રમાણ સારું રહેશે એવું અંબાલાલ પટેલે જણાવ્યું છે.

૩) મઘા નક્ષત્રનું પાણી પાક માટે અમૃત સમાન ગણાઈ છે. આ નક્ષત્રમાં સારો વરસાદ પડશે. 

૪) દક્ષિણ ગુજરાત સાથે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

૫) 30મી ઓગસ્ટ બાદ ફાલ્ગુની નક્ષત્ર ચાલુ થશે. જેમાં પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદ સારો ગણાતો નથી. તેમાં પાક બગડી જતો હોય છે. પરંતુ ઉત્તરા ફાલ્ગુનીમાં નવું વાવેતર કરવું સારું ગણાઈ છે. ઉત્તરા ફાલ્ગુનીમાં વરસાદ 13 સપ્ટેમ્બર આજુબાજુ થશે. 25 ઓક્ટોબર સુધી વરસાદ પડનાર પાણી સારું ગણાઈ છે. 

૬) 28 ઓગસ્ટ પછી September's મહિનામાં સારો વરસાદ થશે.  ગુજરાતમાં વરસાદની ખોટ પૂરી થશે. જો ઓક્ટોબર પછી વરસાદ થાય તો કપાસની કવોલિટી સારી રહેતી નથી.

ગુજરાત રાજ્યમાં પુનર્વસુ, પુષ્પ અને આશ્લેષા નક્ષત્ર પછી 16 તારીખથી વરસાદનાં મઘા નક્ષત્રની શરૂઆત થઈ ચૂકી છે. ભારતીય પંચાંગ અનુસાર 16/08/2021થી 29/08/2021 સુધી સૂર્ય મઘા નક્ષત્રમાં રહશે. મઘા નક્ષત્રનું વાહન ગધેડું છે. મઘા નક્ષત્રમાં ખંડ વૃષ્ટિ થતી હોય છે અથવા કોઈક વિસ્તારમાં પવન સાથે ભારે વરસાદ પડતો હોય છે. જે મુજબ હાલમાં વરસાદ ચાલુ છે. આગમી દિવસોમાં વરસાદ પ્રમાણ વધી શકે છે.