khissu

અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, આ તારીખે ગુજરાતમાં ઓફિશિયલ રીતે ચોમાસું એન્ટ્રી મારશે

Ambalal Patel Prediction: આગાહીકાર અંબાલાલ પટેલે નવી આગાહી કરતાં વાત કરી કે 20થી 22 મેએ વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે 26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં ધોધમાર વરસાદ વરસશે. ગુજરાતમાં 7થી 14 જૂન વચ્ચે ચોમાસાનો વરસાદ  થવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

અંબાલાલે આગળ વાત કરી કે 17થી 24 જૂન વચ્ચે ગુજરાતમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. આ વખતે ગુજરાતમાં સરેરાશ 106 ટકા જેટલો વરસાદ નોંધાઈ એવી વાત પણ અંબાલાલે કરી છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલે ચોમાસુ વહેલું આવવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 7 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં ઓફિશિયલ રીતે ચોમાસાની એન્ટ્રી થવાની છે. 2 દિવસ પહેલાં જ આદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે.

તો આ સાથે જ અંબાલાલે વધુ એક વાવાઝોડાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે. દક્ષિણ પૂર્વીય તટો પર ભારે પવન ફૂંકાશે. 28 મેથી ભારતના દક્ષિણ છેડે વરસાદ આવી શકે છે.