સુપ્રીમ કોર્ટે કોરોના થી મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 4 લાખ રૂપિયા વળતર આપવાની માંગ ઉપર સુનવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ સાથે જ કેન્દ્ર સરકાર ને પૂછ્યું કે જે લોકોના મૃત્યુ કોરોના થી થઈ રહ્યા છે તેના ડેથ સર્ટિફિકેટ માં કોરોના થી મૃત્યુ કેમ લખવામાં નથી આવતું? જો સરકાર કોરોના થી મૃત્યુ પામેલા લોકોના પરિવાર માટે કોઈ યોજના અમલમાં મૂકે તો તેમના પરિવાર ને કેવી રીતે લાભ થશે? સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણ અને એમ આર શાહ ની બેંચે આ કેસની સુનવણી કરી હતી. જેમાં તેમણે કેન્દ્ર સરકાર પાસેથી 10 દિવસમાં આ અંગેનો જવાબ માંગ્યો હતો.
આ પણ વાંચો: શું ખરેખર રસી લીધાના બે વર્ષ બાદ લોકોના મૃત્યુ થશે? જાણો શું છે વાયરલ મેસેજની સચ્ચાઈ?
હકીકતમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. જેમાં માંગ કરવામાં આવી કે કોરોના સંક્રમણનાં કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારો ને 4 લાખનું વળતર આપવામાં આવે. કેન્દ્ર સરકારની 2015 ની યોજના હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે જો કોઈ નોટિફાઈ બીમારી અથવા તો આપત્તિને કારણે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો તેના પરિવાર ને ચાર લાખ રૂપિયા વળતર આપવામાં આવશે જે યોજના ગત વર્ષે પૂરી થઈ ચૂકી છે.
પ્રવાસી મજદુરો ની નોંધણીમાં ખુબ જ ચુસ્તી છે.
સુપ્રીમ કોર્ટે અન્ય મામલામાં સુનવણી કરતા કહ્યું હતું કે પ્રવાસી મજદૂરો ની નોંધણી નાં કામમાં ખૂબ જ ચુસ્તી જોવા મળી રહી છે. જેમાં ઝડપ લાવવા કહ્યું હતું. જેથી કોરોના મહામરી વચ્ચે સંચાલિત યોજનાઓ નો લાભ મળી શકે. એક અરજદારે સુપ્રીમ કોર્ટમાં માંગ કરી છે કે કેન્દ્ર સરકારની આ યોજનાને આગળ ધપાવી શકાય અને કોરોના માટે પણ લાગુ કરવામાં આવે. જો આ યોજના 2020 સુધી લંબાવવામાં આવશે તો હજારો પરિવારો, જેમના કમાણી કરનાર વ્યક્તિ મૃત્યુ પામ્યા છે તેઓને લાભ થશે.
આ પણ વાંચો: શું હવે કોરોના વેક્સિન જાતે જ લઈ શકાશે? આ વેક્સિન બીજી વેક્સિનથી અલગ કેમ? જાણો નેઝલ વેક્સિનના ફાયદાઓ...
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઘણા કિસ્સાઓમાં મૃત્યુ ફેફસાના રોગ અથવા હાર્ટ ની સમસ્યાને કારણે થાય છે પરંતુ તે બધા કોવિડ 19 ને કારણે છે અને તે ડેથ સર્ટિફિકેટ માં લખાયેલ નથી. આવી સ્થિતિમાં જો કોઈ કોરોના થી પીડિત છે અને મૃત્યુ તેનું થાય છે તો તેના પરિવાર ને વળતર માટે ભટકવું પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પીડિત પરિવાર માટે આ ડેથ સર્ટિફિકેટ ન્યાયી નહિ બને કારણ કે મૃત્યુનું અંગેનું કારણ અલગ લખેલું છે જ્યારે મૃત્યુનું અસલી કારણ કોરોના છે. કોર્ટે કહ્યું છે કે કેન્દ્ર સરકાર આ અંગે જવાબ આપે અને હવે પછીની આગળની સુનવણી 11 જૂને નક્કી કરવામાં આવી છે.