કપાસના ભાવ શુક્રવારે ટકેલા હતા પણ સારી કવોલીટીના કપાસની અછત હજુ યથાવત છે કારણ કે લોકલ કપાસમાં હજુ પણ મણે 500 ગ્રામ થી એક કિલો સુધી કોડી જોવા મળી રહી છે તે જ રીતે મહારાષ્ટ્ર અને કર્ણાટકના કપાસમાં મણે 500ગ્રામ થી એક કિલો સુધી હવાનું પ્રમાણ જોવા મળે છે. કોડી અને હવાની સમસ્યાને કારણે જીનર્સને એકદમ સુપર કવોલીટીનો કપાસ ખરીદવો હોય તો ઊંચા ભાવ દેવાની તૈયારી રાખવી પડે છે. સુપર કવોલીટીનો કપાસ મજબૂત ખેડૂતોને કબજામાં હોઇ અને કપાસના ભાવ ધીમી ગતિએ એકધારા વધી રહ્યા હોઇ મજબૂત ખેડૂતો સારી કવોલીટીનો કપાસ વેચતાં નથી. અત્યારે જીનર્સોને હલકો અને મિડિયમ કપાસ જોઇએ તેટલો મળે છે પણ સારી કવોલીટીનો કપાસ ગોત્યો મળતો નથી. શુક્રવારે જીનપહોંચ સુપર કપાસના રૂા.1775 થી 1780 , મિડિયમના રૂા.1700 આસપાસ અને હલકા કપાસના રૂા.1500 થી 1650 ના ભાવ હતા. કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક ટકેલી 150 ગાડીની જ હતી અને ભાવ ઊંચામાં રૂા.1650 થી 1710 બોલાતા હતા.
આ વર્ષે કપાસના વાવેતર વિસ્તારમાં ભારે ઘટાડો નોંધાયો હતો. જ્યારે સોયાબીન હેઠળના વિસ્તારમાં વધારો થયો હતો, ત્યારે વરસાદથી પાકને થયેલા નુકસાનને કારણે ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો થયો છે. સિઝનની શરૂઆતમાં કપાસનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 10,000 હતો. કપાસ સીધો વેપારીઓ સુધી લઈ જઈને કપાસનો સંગ્રહ શરૂ થયો હતો. હાલ કપાસનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 8,000 છે. પરંતુ ખેડૂતોને 10 હજાર રૂપિયાના ભાવની અપેક્ષા હોવાથી હવે સંગ્રહ પર ભાર મૂકવામાં આવ્યો છે
ક્યાં માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ સૌથી ઊંચો રહ્યો?
રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની 18000 જણસીની આવક થઈ હતી. જ્યારે બોટાદ માર્કેટ યાર્ડમાં 58185 કપાસની આવક થઈ હતી. માણાવદર, ધારી, મોડાસા, કપડવંજ, કરજણ અને સતલાસણા માર્કેટ યાર્ડમાં કપાસની 0 આવક નોંધાઈ હતી.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
અમરેલી | 1100 | 1832 |
સાવરકુંડલા | 1350 | 1830 |
રાજકોટ | 1475 | 1810 |
જસદણ | 1300 | 1800 |
બોટાદ | 1080 | 1821 |
મહુવા | 600 | 1760 |
મોરબી | 1451 | 1785 |
રાજુલા | 1000 | 1800 |
બાબરા | 1610 | 1845 |
જેતપુર | 1411 | 1807 |
વાંકાનેર | 1000 | 1761 |
માણાવદર | 1651 | 1822 |
ધારી | 1410 | 1700 |
ધોરાજી | 1251 | 1811 |
લાલપુર | 1550 | 1801 |
ધનસુરા | 1550 | 1685 |
હારીજ | 1450 | 1741 |
જામજોધપુર | 1550 | 1820 |
હિંમતનગર | 1611 | 1805 |
મોડાસા | 1570 | 1600 |
સિદ્ધપુર | 1450 | 1781 |
બેચરાજી | 1500 | 1712 |
ચાણસ્મા | 1351 | 1690 |
ઉનાવા | 1001 | 1780 |
ઇકબાલગઢ | 1300 | 1680 |
સતલાસણા | 1550 | 1760 |
ભાવનગર | 1180 | 1797 |