આ ડીજીટલ યુગમાં માણસ પેટ્રોલ ડીઝલની કિંમતોથી પરેશાન થઇ ગયો છે. એવામાં લોકો હવે પેટ્રોલ-ડીઝલ વગર ચાલતા વાહનો તરફ વળ્યા છે. એટલે કે ઇલેક્ટ્રિક વાહનો તરફ લોકો ફર્યા છે. ભારતમાં ઇલેક્ટ્રિક કાર ધીમે ધીમે લોકપ્રિય બની રહી છે. આનું કારણ એ છે કે ભારતમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે, તેમ છતાં લોકોએ ઇલેક્ટ્રિક કારમાં વિશ્વાસ દર્શાવવાનું શરૂ કર્યું છે. જો કે, કેટલીક વિદેશી કાર કંપનીઓ ઇલેક્ટ્રિક કારમાં ચાર્જિંગ સિસ્ટમને દૂર કરવા ખૂબ જ સરળ અને અસરકારક રીત લઈને આવી છે, જેના કારણે તમે તમારી કારને ચાર્જ કર્યા વગર કોઈપણ અંતર સુધી લઈ જઈ શકો છો. કેટલીક કંપનીઓ સૌર ઊર્જા ચાલતી ઇલેક્ટ્રિક કાર બનાવી રહી છે જે માત્ર સૂર્યપ્રકાશથી જ ચાર્જ થઈ શકે છે.
Aptera Paradigm: Aptera Motors Corp. પહેલી કંપની છે કે જેણે પોતાની સોલર સંચાલિત ઇલેક્ટ્રિક કારને રસ્તાઓ પર મૂકી છે, જેને અપટેરા પેરાડિગમ નામ આપવામાં આવ્યું છે. અપ્ટેરા પેરાડિગમની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની ઝડપ ઇલેક્ટ્રિક કાર પ્રમાણે ખૂબ જ ઝડપી છે અને તે માત્ર 3.5 સેકન્ડમાં શૂન્યથી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ સુધી પહોંચી શકે છે અને તેની મહત્તમ ઝડપ 177 કિમી પ્રતિ કલાક છે. આ કારમાં 25.0 kWh થી 100.0 kWh સુધીની બેટરી છે. આ ઇલેક્ટ્રિક કાર વિવિધ મોડલ્સમાં 134 bhp થી 201 bhp સુધી પાવર જનરેટ કરી શકે છે. આ એક થ્રી વ્હીલર ઇલેક્ટ્રિક કાર છે જેની ડિઝાઈન સ્પેસશીપ જેવી લાગે છે જે દુનિયામાં જોવા મળતી તમામ કારોથી એકદમ અનોખી છે.
તમને જણાવી દઈએ કે આ કાર સૂર્યપ્રકાશથી ચાર્જ થાય છે કારણ કે તેના બોડી પર સોલર પેનલ લગાવવામાં આવી છે. એક જ ચાર્જ પર 1,600 કિલોમીટર સુધી ચલાવી શકાય છે. કંપનીએ આ કાર માટે પ્રી-ઓર્ડર વેચાણ શરૂ કર્યું હતું જેમાં 24 કલાકથી ઓછા સમયમાં કાર વેચાઈ ગઈ હતી.
Humble One: Aptera Paradigm ની જેમ, કેલિફોર્નિયા સ્થિત સ્ટાર્ટ-અપ કંપની હમ્બલ મોટર્સે SUV Humble One કાર ડિઝાઇન કરી છે અને તેને વિશ્વ સમક્ષ રજૂ કરી છે. આ કાર સૌર ઉર્જાથી પણ ચાલે છે, જેનો અર્થ છે કે ગ્રાહકોના ખિસ્સા બહારના ખર્ચ ખૂબ ઓછા થવા જઈ રહ્યા છે.