મગફળીની બજારમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ હતો. સૌરાષ્ટ્રમાં વેચવાલી ઓછી છે અને સામે પિલાણ મિલોની લેવાલી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. જોકે બીજી તરફ હિંમતનગર-સાબરકાંઠા જિલ્લામાં ઊંચા ભાવથી સતત બજારો તુટી રહી છે અને ભાવ હવે જમીન ઉપર આવી રહ્યા છે. ત્યાં મહારાષ્ટ્રની લેવાલી ઘટી હોવાથી દાણાનાં ભાવ ઘટી રહ્યાં હોવાથી મગફળી પણ તુટી રહી છે.
સૌરાષ્ટ્રની મગફળીની બજારો સરેરાશ મજબૂત છે. સીંગતેલ મજબૂત હોવાથી પિલાણ ક્વોલિટીમાં લેવાલી સારી છે, જેને પગલે નબળા અનેમિડીયમ માલમાં રૂ.૫થી ૧૦નો સુધારો તો, પંરતુ ઉંચા ભાવ સરેરાશ ટકેલા રહ્યાં હતાં. આગામી દિવસોમાં મગફળીની બજારમાં લેવાલી કેવી રહે છે તેનાં પર બજારનો આધાર રહેલો છે.
કપાસમાં ફરી નવો ઉછાળો સોમવારે જોવા મળ્યો હતો અને કડીમાં મણે રૂા. ૨૦ થી ૨૫ અને સૌરાષ્ટ્રમાં મણે રૂા.૨૫ થી ૩૦ ઉછળ્યા હતા. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણીએ જણાવ્યું હતું કે રૂમાં તેજી અને સારી કવોલીટીનો કપાસ મળતો ન હોઇ જીનરોને ભાવ છાપીને કપાસ ખરીદવો પડયો હોઇ કપાસના ભાવ વધ્યા હતા. કપાસમાં જે અગાઉ ૩૬ થી ૩૭ના ઉતારાના અને કોડી વગરના કપાસ મળતાં હતા તે હવે ગોત્યા પણ જડતાં નથી અને બીજી તરફ સારી કવોલીટીનું રૂ ઊંચા ભાવે પણ ખપતું હોઇ જીનરોને સારો કપાસ ગમે તે ભાવે ખરીદવો છે. આવી સ્થિતિને કારણે સોમવારે જીનપહોંચ એકદમ સારી કવોલીટીના કપાસના રૂા.2040 થી 2050 બોલાતા હતા અને મહારાષ્ટ્રના સારી કવોલીટીના કપાસના રૂા.2000 સુધી ભાવ બોલાયા હતા.
કડીમાં પણ જીનરોની ઊંચા ભાવે કપાસ લેવાલીના કારણે મણે રૂા.૨૦ થી ૨૫ સુધર્યા હતા. સોમવારે મહારાષ્ટ્રના કપાસની ૨૦૦ ગાડી અને ભાવ રૂા.૧૭૦૦ થી ૧૯૮૦ તેમજ કાઠિયાવાડની ૬૦ થી ૭૦ ગાડી અને ભાવ ઊંચામાં રૂા.૨૦૦૦ બોલાયા હતા.
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
ઘઉં લોકવન | 386 | 452 |
ઘઉં ટુકડા | 400 | 520 |
કપાસ બી.ટી. | 1111 | 2096 |
મગફળી ઝીણી | 830 | 1221 |
મગફળી જાડી | 800 | 1196 |
સિંગ ફાડીયા | 871 | 1456 |
એરંડા | 1171 | 1276 |
તલ | 1400 | 2211 |
જીરું | 2400 | 3701 |
નવું જીરું | 2901 | 3541 |
ઇસબગુલ | 2001 | 2001 |
લસણ સુકું | 201 | 581 |
ડુંગળી લાલ | 101 | 456 |
ડુંગળી સફેદ | 101 | 256 |
બાજરો | 301 | 421 |
મકાઇ | 221 | 431 |
મગ | 851 | 1441 |
ચણા | 851 | 921 |
તુવેર | 901 | 1281 |
સોયાબીન | 1071 | 1216 |
મેથી | 1026 | 1261 |
ગોગળી | 700 | 1091 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
ઘઉં લોકવન | 380 | 420 |
કપાસ | 1600 | 1878 |
ઘઉં ટુકડા | 410 | 451 |
બાજરો | 300 | 370 |
ચણા | 750 | 909 |
અડદ | 1100 | 1215 |
તુવેર | 1050 | 1312 |
મગફળી ઝીણી | 850 | 1035 |
મગફળી જાડી | 800 | 1165 |
તલ | 2000 | 2098 |
તલ કાળા | 2000 | 2199 |
જીરું | 3300 | 3516 |
ધાણા | 1200 | 1970 |
સોયાબીન | 1000 | 1311 |
કાંગ | 450 | 535 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1401 | 2021 |
ઘઉં | 424 | 466 |
જીરું | 2340 | 3600 |
એરંડા | 1110 | 1264 |
તલ | 1650 | 2100 |
બાજરો | 350 | 488 |
ચણા | 750 | 904 |
મગફળી ઝીણી | 885 | 1078 |
તુવેર | 1080 | 1229 |
તલ કાળા | 1500 | 2254 |
અડદ | 694 | 1446 |
રાઈ | - | - |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1835 | 2060 |
ઘઉં લોકવન | 403 | 441 |
ઘઉં ટુકડા | 415 | 510 |
જુવાર સફેદ | 370 | 605 |
બાજરી | 290 | 418 |
તુવેર | 1062 | 1294 |
ચણા પીળા | 800 | 912 |
અડદ | 800 | 1315 |
મગ | 1050 | 1412 |
વાલ દેશી | 850 | 1311 |
ચોળી | 925 | 1335 |
મઠ | 1500 | 1700 |
કળથી | 775 | 1045 |
એરંડા | 1124 | 1269 |
અજમો | 1650 | 2311 |
સુવા | 870 | 1080 |
સોયાબીન | 986 | 1233 |
કાળા તલ | 1800 | 2385 |
ધાણા | 1700 | 1860 |
જીરું | 2900 | 3680 |
ઇસબગુલ | 1680 | 2260 |
રાઈડો | 1680 | 2260 |
હળવદ માર્કેટ યાર્ડ :
વિગત | નીચો ભાવ | ઊંચોભાવ |
કપાસ | 1601 | 2001 |
મગફળી | 820 | 1151 |
ઘઉં | 380 | 431 |
જીરું | 3050 | 3551 |
એરંડા | 1240 | 1281 |
તલ | 1600 | 2120 |
ગુવાર | 950 | 1106 |
ધાણા | 1650 | 1799 |
તુવેર | 1000 | 1192 |
રાઇ | 980 | 1651 |