દિવાળીના તહેવારની એક સપ્તાહની રજા બાદ આજરોજ માર્કેટયાર્ડ ખુલ્યુ ત્યારે વિવિધ જણસીઓ ભરેલા વાહનોને ચેરમેન જયેશભાઈ બોઘરા દ્વારા શ્રીફળ વધેરી શ્રીગણેશ કરાયો અને પ્રવેશ આપવામાં આવ્યો. એક સપ્તાહ બાદ યાર્ડ ખુલતા માલ લઈને આવેલ ખેડૂતોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ગઈકાલથી જ યાર્ડ બહાર વાહનોના થપ્પા લાગી ગયા હતા.
યાર્ડમાં આજે પ્રવેશ મેળવવા યાર્ડ બહાર ગઈકાલ સવારથી જ વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી. અંદાજે 2થી3 કિલો મીટરની લાંબી લાઈનમાં વાહનો પથરાયા હતા. લાંબી રજા બાદ આવક થતા ભારે ભીડ સર્જાઈ હતી. યાર્ડમાં ખાસ કરીને મગફળી ભરેલા વાહનોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. રવિવારે સવારના દસ વાગ્યા સુધીમાં અંદાજે 800 વાહનો લગભગ 60000 ગુણી મગફળીની ઉતારી હતી.
નવા વર્ષના પ્રારંભે મગફળીની સાથે કપાસની પણ જંગી આવકો થઇ હતી. કપાસની આજે રપ હજાર મણની આવકો થઇ હતી. એક મણ કપાસના ભાવ ૧૭૦૦ થી ૧૮૦૦ રૂા.ના ભાવે સોદા પડયા હતા. કપાસના ભાવો પણ સ્થિત રહયાનું વેપારી સુત્રોએ જણાવ્યું હતું.
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 31/10/2022 સોમવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1080 | 1285 |
જસદણ | 1050 | 1325 |
મહુવા | 1072 | 1358 |
જામજોધપુર | 1000 | 1350 |
ધોરાજી | 900 | 1206 |
વાંકાનેર | 1000 | 1428 |
તળાજા | 1200 | 1625 |
ભાવનગર | 1000 | 1791 |
જામનગર | 1200 | 1800 |
બાબરા | 1138 | 1272 |
ધારી | 1000 | 1253 |
ખંભાળિયા | 1000 | 1501 |
પાલીતાણા | 1131 | 1225 |
લાલપુર | 1081 | 1175 |
ધ્રોલ | 1060 | 1297 |
હિંમતનગર | 1100 | 1701 |
તલોદ | 1000 | 1605 |
મોડાસા | 1000 | 1480 |
ડિસા | 1151 | 1340 |
ટિંટોઇ | 1040 | 1420 |
ઇડર | 1200 | 1546 |
ધનસૂરા | 1000 | 1200 |
ધાનેરા | 1070 | 1312 |
ભીલડી | 1050 | 1262 |
વડગામ | 1160 | 1301 |
લાખાણી | 1100 | 1300 |
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 31/10/2022 સોમવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1120 | 1325 |
પોરબંદર | 1090 | 1230 |
વિસાવદર | 992 | 1516 |
મહુવા | 1078 | 1326 |
જામજોધપુર | 1000 | 1280 |
ભાવનગર | 1010 | 1275 |
તળાજા | 950 | 1318 |
હળવદ | 1165 | 1411 |
જામનગર | 1000 | 1265 |
ધ્રોલ | 1060 | 1181 |
સલાલ | 1100 | 1320 |