Dhanteras par shubh yog: ધનતેરસ અથવા ધનત્રયોદસી કાર્તિક કૃષ્ણની ત્રયોદશી પર ઉજવવામાં આવે છે. કેલેન્ડર મુજબ આજે 10 નવેમ્બર, 2023 ના રોજ શુક્રવારે ધનતેરસ છે. શુક્રવારે આવતી ધનતેરસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય ધનતેરસના દિવસે અનેક શુભ યોગોનો દુર્લભ સંયોગ થઈ રહ્યો છે, જે લોકોના ભાગ્યને ચમકાવશે.
મહિલાઓ અને દીકરીઓ માટે LICની ખાસ નવી યોજના, મળશે અઢળક રૂપિયા, દિવાળી પહેલાં કરો રોકાણ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનતેરસના દિવસે શુક્ર કન્યામાં, ગુરુ મેષ રાશિમાં અને સૂર્ય તુલા રાશિમાં રહેશે. આ કારણે ગુરુ મેષ રાશિમાં હોવાથી સૂર્યને સાતમી દૃષ્ટિથી જોઈ રહ્યો છે. આ સિવાય શનિ મૂળ ત્રિકોણ રાશિમાં રહીને શશ રાજયોગ બનાવી રહ્યો છે. ધનતેરસ પર ગ્રહોનો આ દુર્લભ સંયોગ અદભૂત સાબિત થઈ શકે છે. 59 વર્ષ પછી ધનતેરસ પર ગ્રહોનો આ દુર્લભ સંયોગ 5 રાશિના લોકો માટે ખૂબ જ શુભ સંયોગ છે.
બેંકમાં સરકારી નોકરીની મોટી તક, 90000 રૂપિયા મળશે મહિનાનો પગાર, જલ્દી અરજી કરી દો
ધનતેરસ પર આ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે
મેષ - આ ધનતેરસ મેષ રાશિના લોકો માટે ઘણી ભેટ લઈને આવી રહી છે. આ લોકોને કરિયરમાં સારી તકો મળી શકે છે. આજે કરવામાં આવેલ રોકાણ તમને લાંબા ગાળાના લાભ આપશે. તમારા ખર્ચમાં ઘટાડો થશે અને તમને પૈસા મળશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
મિથુનઃ- ધનતેરસનો તહેવાર મિથુન રાશિના લોકોની આવકમાં વધારો કરી શકે છે. નાણાકીય લાભ થવાની સંભાવના છે. જે લોકો સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહ્યા છે તેમને સફળતા મળી શકે છે. કોઈ સારા સમાચાર મળી શકે છે.
પાન-આધાર વગર કેટલું સોનું ખરીદી શકાય? દિવાળીની ખરીદી કરતા પહેલા જાણી લો નિયમો
સિંહ- ધનતેરસ સિંહ રાશિના લોકો માટે પણ શુભ રહેશે. જૂની સમસ્યાઓથી તમને રાહત મળશે. પૈસાની બાબતમાં લાભ થતો જણાય. સ્થાયી સંપત્તિથી લાભ થશે. કરિયરને લઈને નવા વિકલ્પો સામે આવશે.
મકરઃ- ધનતેરસનો દિવસ ખુશીઓ લઈને આવે છે. જૂની સમસ્યાઓ અને તકલીફો દૂર થશે. દેવામાંથી રાહત મળશે. વેપારમાં લાભ થશે. નોકરી કરતા લોકો કોઈ મોટી સિદ્ધિ મેળવી શકે છે.
ખાસ જરૂરી વાત: ભોજન કર્યા પછી તરત જ પાણી ન પીવો, નહીં તો થશે આ 5 મોટી સમસ્યાઓ
કુંભઃ- ધનતેરસ કુંભ રાશિના લોકોને મોટી કમાણી કરવાની તક આપી શકે છે. વેપારી વર્ગના લોકો માટે આ સમય ઘણો ફાયદો કરાવશે. તમને જબરદસ્ત નાણાકીય લાભ થવાની સંભાવના છે. સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.