અંબાલાલ પટેલની હાડ થીજવતી ઠંડીની આગાહી, પતંગ રસિયાઓ માટે ખાસ માહિતી

અંબાલાલ પટેલની હાડ થીજવતી ઠંડીની આગાહી, પતંગ રસિયાઓ માટે ખાસ માહિતી

અંબાલાલ પટેલની નવી આગાહી કહે છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થતા આકરી ઠંડી પડશે. કેટલાક ભાગોમાં વાદળો આવવાની શક્યતાઓ રહેશે. એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવશે. પાટણ, સમી, હારીજ, સાબરકાંઠાના ભાગોમાં ઠંડી પડશે. તો પંચમહાલ, સાબરકાંઠાના ભાગોમાં ઠડી પડશે. ઉત્તર ગુજરાતમાં 8 ડિગ્રી સેલ્સિયસ આસપાસ તાપમાન રહેશે. કચ્છમાં તાપમાન ઘટશે. તેમજ વડોદરામાં 13 અને 12 ડિગ્રી તાપમાન રહેશે. ગિરનારના ભાગોમાં પણ ઠંડી રહેશે.

ઠંડીની સાથે જ અંબાલાલ પટેલે ચેતવણી આપતા કહ્યું કે, ધુમ્મસનું જોર રહેતા વાહન વ્યવહાર પર તેની અસર રહેશે. રેલવે યાતાયાત પર પણ ધુમ્મસની અસર રહેશે. ભારે હિમ વર્ષા, ગમખ્વાર અકસ્માત, ધુમ્મસ જેવી અસરના કારણે થવાની સંભાવના છે.

અંબાલાલે પટેલે ઉત્તરાયણ વિશે પણ આગાહી કરી કે, ઉત્તરાયણના 13, 14 અને 15 જાન્યુઆરીએ પવનની ગતિ રહેશે. ઉત્તરાયણમાં સવારે 6 કિલોમીટર પ્રતિ ઝડપી પવન રહેશે. બપોર બાદ 10 થી 12 કિલોમીટર પવનની ગતિ રહેશે. ઉત્તરાયણમાં બપોરની ગતિમાં વધઘટ રહેશે. પતંગ રસિયાઓમાં પતંગ ચગાવવામાં હરકત આવી શકે છે.

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે તેવી હવામાન વિભાગની આગાહી કહે છે. રાજ્યમાં આવતીકાલથી મહતમ તાપમાન 1 થી 2 વધઘટ રહેશે. જ્યારે લઘુતમ તાપમાન રાત્રે 1 થી 2 ડિગ્રીની સામાન્ય ફેરફાર રહેશે. ઉત્તર પૂર્વના પવનોનો ફૂંકાવવાને લીધે ઠંડીનો ચમકારો રહેશે. રાત્રે પવનની ગતિમાં વધારો રહેતા ઠંડીનો અહેસાસ થશે. સીઝનનું સૌથી નીચું તાપમાન નલિયામાં 7 ડિગ્રી સાથે ઠંડુગાર રહ્યું. અમદાવાદ-ગાંધીનગર સહિત 15 ડિગ્રી નીચું તાપમાન રહેશે.