લાભ પાંચમનો દિવસથી લગભગ સમગ્ર ગુજરાતમાં વેપારીઓએ પોતાના ધંધા અને પેઢીઓના નવા વર્ષના શ્રી ગણેશ કર્યા હતા. ખાસ કરીને આજે ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડમાં પણ નવી જણસોના આવવાથી યાર્ડની કામગીરીની શરૂઆત થઈ હતી.
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં દિવાળીની પડેલી લાંબી રજા બાદ આજથી લાભ પાંચમના દિવસે હરાજી સહિતના કામો શરૂ થઇ ચૂક્યા છે અને નવા વર્ષે કપાસ ,મગફળી અને ડુંગળીની આવક વધશે તેવી આશા સેવાઈ રહી છે.
હાલ કપાસની સીઝન હોઈ પ્રથમ દિવસે ખેડૂતો મોટા પાયે કપાસ લઈને આવ્યા હતા અને હરાજીમાં ભાગ લીધો હતો જયારે દિવાળી વેકેશન પડ્યું ત્યારે કપાસના ભાવ 1400 આસપાસ હતા જે ખેડૂતો માટે ઓછા મનાઈ રહ્યા હતા ખેડૂતોનું કહેવું છે કે નવી સીઝનમાં કપાસના ભાવ ખેડૂતોને 1800 થી 2000 મળે તો જ યોગ્ય ગણાશે. આમ ધરતીપુત્રોને આ નવું વર્ષ આવકના હિસાબે તેમના માટે સારા વાવડ લઈને આવશે એવી આશા તેઓ સેવી રહ્યા છે.
ખેડૂતોનું કહેવું છે કે તેમને ખેતરમાં કાળી મજૂરી કરીને અને જેમાં મોંઘી મજૂરી તેમજ મોંઘા બિયારણનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યારે જો ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે વેપારીઓ અને સરકારે ધ્યાન આપવું જોઈએ નહિતર ખેડૂતો ખેતી છોડીને અન્ય રોજગારી તરફ વળી જશે તેમ પણ ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે.
રાજકોટ (બેડી)માર્કેટ યાર્ડમાં લાભ પાંંચમ પુર્વે ગત સાંજથી જ મગફળી, કપાસ, સુકા મરચા અને અન્યજણસી ભરેલા ૭૦૦ થી વધુ વાહનોની કતારો લાગીહતી. યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, તમામ ડીરેકટરો તથા યાર્ડના સ્ટાફે ખડેપગે રહી વિવિધ જણસીઓની ઉતરાઇ કરાવી હતી.
હાપા યાર્ડમાં કપાસ અને મગફળીની પુષ્કળ આવક થવા પામી છે, આજે યાર્ડમાં છ ગુણી નવા અજમાની આવક થવા પામી છે અને આ લખાય છે ત્યારે હરરાજી શરુ થઇ છે, યાર્ડમાં આજે ખૂલતી બજારે પુષ્કળ આવકથી ખેડૂતોમાં ખુશીની લાગણી જન્મી છે, જે યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલની યાદીમાં જણાવે છે.
તા. 18/11/2023, શનિવારના કપાસના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1375 | 1514 |
અમરેલી | 999 | 1541 |
સાવરકુંડલા | 1380 | 1511 |
જસદણ | 1300 | 1505 |
બોટાદ | 1155 | 1550 |
મહુવા | 1320 | 1450 |
ગોંડલ | 1201 | 1501 |
કાલાવડ | 1350 | 1515 |
જામજોધપુર | 1351 | 1541 |
ભાવનગર | 1342 | 1468 |
જામનગર | 1200 | 1530 |
બાબરા | 1395 | 1525 |
જેતપુર | 1351 | 1501 |
વાંકાનેર | 1250 | 1530 |
મોરબી | 1200 | 1514 |
રાજુલા | 1396 | 1501 |
હળવદ | 1301 | 1515 |
વિસાવદર | 1375 | 1511 |
તળાજા | 1380 | 1466 |
જુનાગઢ | 1300 | 1422 |
ઉપલેટા | 1350 | 1505 |
માણાવદર | 1250 | 1525 |
ધોરાજી | 1396 | 1471 |
વિછીયા | 1370 | 1440 |
ભેંસાણ | 1200 | 1520 |
ધારી | 1381 | 1505 |
લાલપુર | 1444 | 1506 |
ખંભાળિયા | 1350 | 1475 |
ધ્રોલ | 1230 | 1486 |
પાલીતાણા | 1350 | 1440 |
સાયલા | 1400 | 1520 |
હારીજ | 1430 | 1511 |
વિજાપુર | 1300 | 1501 |
ગોજારીયા | 1370 | 1461 |
હિંમતનગર | 1371 | 1471 |
પાટણ | 1350 | 1521 |
થરા | 1275 | 1471 |
તલોદ | 1361 | 1411 |
ડોળાસા | 1400 | 1476 |
ટિંટોઇ | 1301 | 1416 |
દીયોદર | 1340 | 1400 |
બેચરાજી | 1330 | 1430 |
ગઢડા | 1370 | 1494 |
ઢસા | 1370 | 1460 |
ધંધુકા | 1440 | 1500 |
વીરમગામ | 1100 | 1601 |
ચાણસ્મા | 1151 | 1431 |
ખેડબ્રહ્મા | 1411 | 1480 |
શિહોરી | 1100 | 1421 |
લાખાણી | 1360 | 1438 |