કપાસ બજારમાં આજે સુસ્ત માહોલ હતો. દીવાળીના તહેવારો નજીક હોવાથી ગામડે ગામડેથી પૂરા જોશમાં કપાસની આવકો થઇ હતી. માર્કેટ યાર્ડોમાં આજે પ્રવર્તમાન સીઝનની સૌથી વધુ 3.34 લાખ મણની આવકો નોંધાઇ હતી. અગ્રણી બ્રોકરોના મતાનુંસાર મહારાષ્ટ્ર સહિત પરપ્રાંતમાંથી આજે કુલ કપાસની 400થી વધુ ગાડીઓ ઠલવાઇ હતી.દીવાળીના તહેવારો હોવાથી પીઠાઓમાં ખેડૂતો દ્વારા હોંબેશ કપાસની આવકો થઇ હતી.
દિવાળીના તહેવારો આવતા હોવાથી ખેડૂતોને હાલ પૈસા છૂટા કરવા છે, જેથી ખેડૂતોએ અત્યાર સુધી કપાસ સાચવી રાખ્યો હતો, તે કપાસ પણ હાલ વેચાવા આવવા લાગ્યો છે. દરમિયાન દીવાળી બાદ કપાસમાં પરપ્રાંતની નવી આવકો પુરજોશમાં ચાલુ થાય, અને સંભવતઃ રૂના ભાવ અંતર્ગત જીનર્સોની ડીસ્પેરિટી સાવ ઘટી જાય અથવા તો નીકળી જાય તો બજારમાં કામકાજનો ધમધમાટ વધશે તેવા સંકેતો દેખાઇ રહ્યા છે. આજે પીઠાઓમાં ખેડૂતોને કપાસના રૂ.800 થી 1760 સુધીના ભાવ મળ્યા હતા, દરમિયાન બ્રોકરો દ્વારા મહારાષ્ટ્ર અને કાઠિયાવાડના કપાસમાં રૂ.1500 થી 1625માં ભાવે કામકાજ થયા હતા.
કપાસના ભાવો:
ઘણી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1700 થી પણ વધુ જોવા મળ્યાં હતાં. જેમાં બોટાદ માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ મણે 1760 રૂપિયા જોવા મળ્યો હતો
હવે જાણી લઈએ આજનાં 28 ઓક્ટોબર 2021 ને ગુરૂવાર નાં ભાવો :
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 1140 | 1671 |
જસદણ | 1100 | 1670 |
બોટાદ | 950 | 1760 |
જામજોધપુર | 1050 | 1725 |
ભાવનગર | 1090 | 1645 |
જામનગર | 1215 | 1715 |
બાબરા | 1200 | 1720 |
મોરબી | 1051 | 1313 |
હળવદ | 1280 | 1648 |
વિસાવદર | 1270 | 1680 |
તળાજા | 800 | 1700 |
ઉપલેટા | 800 | 1780 |
લાલપુર | 1145 | 1759 |
હિંમતનગર | 1300 | 1600 |
ધ્રોલ | 1200 | 1679 |
પાલીતાણા | 1130 | 1640 |
હારીજ | 1500 | 1640 |
ધનસુરા | 1400 | 1570 |
વિસનગર | 1000 | 1652 |
વિજાપુર | 1050 | 1700 |
માણસા | 1076 | 1656 |
કડી | 1421 | 1681 |
થરા | 1455 | 1650 |
બેચરાજી | 1250 | 1625 |
ચાણસ્મા | 137 | 1652 |
ઉનાવા | 1000 | 1701 |
શિહોરી | 1376 | 1585 |
ઇકબાલગઢ | 1522 | 1609 |
સતલાસણા | 1370 | 1590 |
આંબલીયાસણ | 1001 | 1651 |