કેન્દ્ર સરકાર મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓની સુનવણી ઝડપી કરવા માટે દેશભરમાં કુલ 1,023 વિશેષ અદાલતો સ્થાપવાની તૈયારી કરી રહી છે. દેશમાં આવા 1.66 લાખથી વધુ કેસ પેન્ડિંગ છે. કેન્દ્રીય કાયદા મંત્રાલય હેઠળ ન્યાય વિભાગ દ્વારા તૈયાર કરાયેલા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, દરેક વિશેષ અદાલત દર વર્ષે આવા ઓછામાં ઓછાં 165 કેસનો નિકાલ કરે તેવી અપેક્ષા છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર કુલ 1023 સ્પેશિયલ સ્પીડી કોર્ટની સ્થાપના કરવામાં આવશે.
સુપ્રિમ કોર્ટના નિર્દેશો અનુસાર આમાંથી 389 અદાલતો ફકત પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POSCO) હેઠળ નોંધાયેલ કેસોની સુનવણી કરશે. બાકીની 634 અદાલતો કાં તો બળાત્કાર નાં કેસો કે પછી પોકસો કાયદાના કેસોની સુનવણી કરશે. દરખાસ્તમાં જણાવ્યું છે કે, દરેક સ્પેશિયલ સ્પિડી કોર્ટ દર ત્રણ મહિને 41-42 કેસોનો નિકાલ કરશે.
આ પ્રસ્તાવ મુજબ બળાત્કારના અને પોક્સો એક્ટનાં 11,66,882 કેસો દેશની વિવિધ કોર્ટમાં પેન્ડિંગ છે. પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા કેસોની સંખ્યા દેશમાં 389 જિલ્લાઓમાં 100 થી વધુ છે. તેથી દરેક જિલ્લામાં એક ખાસ POSCO કોર્ટ હોવી જોઈએ, જ્યાં અન્ય કોઈ કેસની સુનવણી ન થાય.
કાયદા મંત્રાલયે જણાવ્યું છે કે આ વિશેષ અદાલતોની પ્રક્રિયા 2 ઓકટોબર થી શરુ થશે. ન્યાય વિભાગે આ 1,023 કોર્ટની સ્થાપના માટે કુલ 767.25 કરોડ રૂપિયાની દરખાસ્ત કરી છે. કેન્દ્રીય સહાય તરીકે નિર્ભયા ફંડમાંથી એક વર્ષ માટે 474 કરોડ આપવામાં આવશે.
POSCO એક્ટ શું છે?
Protection of Children from Sexual Offences Act– (POCSO) આ એક્ટ 2012માં બનાવવામાં આવ્યો હતો. બાળકોનાં હિત અને સલામતીને ધ્યાનમાં રાખીને જાતીય ગુનાઓ, જાતીય સતામણી અને પોર્નોગ્રાફીથી બાળકોને સુરક્ષા આપવા માટે આ કાયદો ઘડાયો હતો. આ અધિનિયમ બાળકને 18 વર્ષથી ઓછી વયની વ્યક્તિ તરીકે વ્યાખ્યાયિત કરે છે.
આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.