khissu

શું ATM મશીન માંથી પૈસા નથી નીકળ્યા? તો બેંક આપશે આટલું વળતર, જાણો શું કહે છે RBI?

ભારતીય રિઝર્વ બેંકને દેશની સૌથી મોટી બેંક કહેવામાં આવે છે. બેંકોના નિયમન સાથે સાથે તે સામાન્ય લોકોને બેંકિંગ સિસ્ટમ અને નિયમો વિશે પણ જાગૃત રાખે છે જેથી ગ્રાહકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. એવામાં બેંક તેના ઓફિશિયલ ટ્વિટર દ્વારા લોકોને જાગૃત કરે છે અને આ ટ્વીટર હેન્ડલ દ્વારા લોકોને બેંકિંગ નિયમો વિશે માહિતગાર કરે છે. હાલમાં, આરબીઆઈએ એટીએમ સંબંધિત એક ખાસ નિયમ જણાવ્યો છે, જે પ્રત્યેક ડેબિટ કાર્ડ ધારકને જાણ હોવી જોઈએ.

આરબીઆઈનો આ નિયમ તે લોકો માટે ખૂબ જ ઉપયોગી બનવા જઈ રહ્યો છે, જેઓ ફરિયાદ કરે છે કે બેંક ખાતામાંથી પૈસા કટ તો થઈ ગયા પણ એટીએમમાંથી પૈસા બહાર નથી આવ્યા. જો તમારી સાથે પણ આમ થયું છે, તો તમારે આ નિયમ ધ્યાનમાં રાખવો જોઈએ, કારણ કે આ પછી જો બેંકમાંથી પૈસા પાછા નહીં આવે તો બેંકને વળતર ચૂકવવુ પડશે. આ નિયમ શું છે અને આ નિયમમાં તમને કેવી રીતે વળતર મળશે ચાલો જાણીએ.

જો આવું થાય તો તમે ATM કાર્ડ આપનારી બેંકમાં ફરિયાદ કરી શકો છે:- તમે અન્ય બેંકોના ATM માંથી ટ્રાન્ઝેક્શન કરો તો પણ તમે ફરિયાદ કરી શકો છો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આદેશ અનુસાર, બેંકોએ ફરિયાદ પ્રાપ્ત થયાના મહત્તમ 12 દિવસોમાં આવી ભૂલ સુધારવી પડશે અને 12 દિવસમાં પૈસા જમા કરાવવાના રહેશે. બેંકોએ ફરિયાદ પ્રાપ્ત થયાના 7  દિવસ બાદના waiting માટે ગ્રાહકોને પ્રતિ દિવસના 100 રૂપિયા ચૂકવવા પડશે.

જો નાણાં પરત કરવામાં ન આવે, તો ગ્રાહકનો વિકલ્પ શું છે? :- જ્યારે બેંક તરફથી કોઈ જવાબ ન મળે ત્યારે આવી તમામ ફરિયાદો માટે, ગ્રાહક સ્થાનિક બેંકિંગ લોકપાલ પાસે ફરિયાદ નોંધાવી શકે છે. જો ટ્રાન્ઝેક્શનની તારીખથી 30 દિવસની અંદર ફરિયાદ દાખલ કરવામાં ન આવે, તો ગ્રાહકને વળતરની રકમ ચૂકવવામાં આવશે નહીં.

ફરિયાદ કેવી રીતે દાખલ કરવી? :- આ કિસ્સામાં, તમે ઓનલાઇન માધ્યમ દ્વારા અથવા બેંક પ્રતિનિધિનો સંપર્ક કરીને આ માહિતી આપી શકો છો. બેંક દ્વારા સલાહ આપવામાં આવે છે કે જ્યારે આવું થાય ત્યારે દરેક ગ્રાહકે ફરિયાદ કરવી જોઈએ.