Top Stories
આ મહિને કઈક બેંકે ધરમનો ધક્કો ના થાય, 12 દિવસ બેંકો રહેશે બંધ, જાણી લેજો લીસ્ટ

આ મહિને કઈક બેંકે ધરમનો ધક્કો ના થાય, 12 દિવસ બેંકો રહેશે બંધ, જાણી લેજો લીસ્ટ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલી હોલિડે લિસ્ટ અનુસાર જૂન 2025માં, સમગ્ર ભારતમાં બેંકો કુલ 12 દિવસ માટે બંધ રહેશે. આમાં વીકેન્ડ (રવિવાર અને શનિવાર) સાથે સાથે વિવિધ રાજ્યોના તહેવારોને કારણે પણ બેંક રજાઓ રાખવામાં આવી છે.

તેમજ, જો ગુજરાતની વાત કરીએ તો, RBIની વેબસાઇટ મુજબ અહીં જૂન મહિનામાં માત્ર નિયમિત શનિવાર અને રવિવારની રજાઓ રહેશે.

એટલે કે, ગુજરાતમાં બેંકો કુલ 7 દિવસ માટે બંધ રહેશે.

ગુજરાતમાં જૂન મહિનામાં આ દિવસે બંધ રહેશે બેંકો (Bank Holiday June 2025 Gujarat)
તારીખ દિવસ કારણ
01 જૂન 2025 રવિવાર સાપ્તાહિક રજા
08 જૂન 2025 રવિવાર સાપ્તાહિક રજા
14 જૂન 2025 શનિવાર મહિનાનો બીજો શનિવાર
15 જૂન 2025 રવિવાર સાપ્તાહિક રજા
22 જૂન 2025 રવિવાર સાપ્તાહિક રજા
28 જૂન 2025 શનિવાર મહિનાનો ચોથો શનિવાર
29 જૂન 2025 રવિવાર સાપ્તાહિક રજા
રાજ્ય અનુસાર હોય છે બેંકોમાં રજા

બેંક રજાઓ તમામ રાજ્યોમાં સમાન હોતી નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) મુજબ, દરેક રાજ્યમાં તહેવારો અને સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રજાઓ નિર્ધારિત કરવામાં આવે છે. એટલે જ, એક રાજ્યમાં જે દિવસે બેંકો બંધ હોય, તે દિવસે બીજા રાજ્યમાં બેંક ચાલુ પણ હોઈ શકે છે. તમારા શહેર અનુસાર રજાઓની સંપૂર્ણ માહિતી માટે RBIની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.

રજાના દિવસે પણ મળશે ડિજિટલ સેવા

જ્યારે બેંક શાખાઓ રજાના દિવસે બંધ હોય, ત્યારે પણ ગ્રાહકોને ખાસ મુશ્કેલી થતી નથી, કારણ કે ડિજિટલ બેંકિંગ સેવાઓ 24x7 ઉપલબ્ધ હોય છે. મોબાઇલ અને ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા તમે ઘેરબેઠાં ફંડ ટ્રાન્સફર, બિલ પેમેન્ટ, ખાતાની માહિતી ચેક કરવી અને ઓનલાઇન શોપિંગ પેમેન્ટ જેવા કામો સરળતાથી કરી શકો છો. એટલે કે, રજાના દિવસે પણ તમારું મોટાભાગનું બેંકિંગ કાર્ય વિના વિલંબ પૂર્ણ થઈ શકે છે.