Top Stories
July 2022: જુલાઈમાં બેંકો 16 દિવસ માટે રહેશે બંધ, હમણાં જ તપાસો રજાઓની આ યાદી

July 2022: જુલાઈમાં બેંકો 16 દિવસ માટે રહેશે બંધ, હમણાં જ તપાસો રજાઓની આ યાદી

જુલાઈ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. જો તમે જુલાઈ મહિનામાં બેંક સંબંધિત કોઈ કામ કરવાનું વિચારી રહ્યા છો, તો પહેલા આ સમાચાર ચોક્કસ વાંચો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જુલાઈ 2022 માટે રજાઓનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટની જો વાત કરીએ તો જુલાઈમાં કુલ 16 દિવસ બેંકો બંધ રહેવાની છે.

આરબીઆઈએ રજાઓને ત્રણ કેટેગરીમાં વહેંચી છે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બેંક હોલીડે લિસ્ટને ત્રણ કેટેગરીમાં વિભાજિત કર્યું છે. આમાં નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ, રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ હોલીડે અને બેંકો દ્વારા ખાતા બંધ કરવાનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય રજાઓ ઉપરાંત, કેટલીક રાજ્ય-વિશિષ્ટ રજાઓ છે, જેમાં તમામ રવિવાર તેમજ મહિનાના બીજા અને ચોથા શનિવારનો સમાવેશ થાય છે. તો ચાલો જાણીએ કે જુલાઈ મહિનામાં બેંકો કયા દિવસે બંધ રહેશ

રજાઓની યાદી
- જુલાઇ 1: કંગ (રથજાત્રા) / રથયાત્રા - ભુવનેશ્વર અને ઇમ્ફાલમાં બેંકો બંધ
- જુલાઈ 3: રવિવાર (સાપ્તાહિક રજા)
- જુલાઈ 5: મંગળવાર - ગુરુ હરગોવિંદનો પ્રકાશ દિવસ - જમ્મુ અને કાશ્મીરમાં બેંકો બંધ
- જુલાઈ 6: બુધવાર - MHIP દિવસ - મિઝોરમમાં બેંકો બંધ
- જુલાઈ 7: ખારચી પૂજા - અગરતલામાં બેંકો બંધ
- જુલાઈ 9: શનિવાર (મહિનાનો બીજો શનિવાર), ઈદ-ઉલ-અદહા (બકરી-ઈદ)
- જુલાઈ 10: રવિવારની સાપ્તાહિક રજા રહેશે
- જુલાઈ 11: ઈઝ-ઉલ-અઝા- જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ
- જુલાઈ 13: ભાનુ જયંતિ- ગંગટોકમાં બેંકો બંધ
- જુલાઈ 14: બેન ડીએનખલામ - શિલોંગમાં બેંકો બંધ
- જુલાઈ 16: હરેલા- દેહરાદૂનમાં બેંક બંધ
- જુલાઈ 17: રવિવારની સાપ્તાહિક રજા રહેશે
- જુલાઈ 23: શનિવાર (મહિનાનો ચોથો શનિવાર)
- જુલાઈ 24: રવિવારની સાપ્તાહિક રજા રહેશે
- જુલાઈ 26: કેર પૂજા- અગરતલામાં બેંકો બંધ
- જુલાઈ 31: રવિવારની સાપ્તાહિક રજા રહેશે.