નમસ્કાર ગુજરાત, જો તમે bank of baroda ના ગ્રાહક છો તો આ લેખ તમારા માટે ખૂબ ઉપયોગી બનશે. કેમકે હાલમાં બેંક ઓફ બરોડા દ્વારા બે મોટી અને નવી અપડેટ આપવામાં આવી છે. જે અપડેટ અનુસાર જે વ્યક્તિ બેંકમાં પૈસાનું રોકાણ (BOB New FD 2024) કરે છે અથવા તો bank of baroda પાસેથી લોન લીધેલી છે, પછી તે લોન કાર લોન હોય, હોમ લોન હોય અથવા તો બીજી કોઈ લોન હોય તો એમના માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી છે.
આજે દેશની સૌથી મોટી બેંકોમાંની એક બેંક ઓફ બરોડાએ માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ્ડ લેન્ડિંગ રેટ્સ (MCLR)માં 0.05 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો: બેંક ઓફ બરોડાએ ગ્રાહકોને આપ્યો ઝટકો! આ લોકોની મુશ્કેલીઓ વધશે
બેંક ઓફ બરોડાની વેબસાઈટ અનુસાર બેંકે MCLRમાં 0.05 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.
જે બાદ બેંકનો એક વર્ષનો MCLR રેટ 8.85 થી વધીને 8.90 ટકા થયો છે. જ્યારે એક મહિનાનો MCLR રેટ 8.30 થી વધીને 8.35 થયો છે.
આ વધારો 9 જુલાઈ, 2024થી અમલમાં આવ્યો છે. બેંકના આ પગલાથી બેંકે એવા લોકોને ચોંકાવી દીધા છે જેમણે કાર, પર્સનલ અથવા હોમ લોન BOB પાસેથી લીધી છે.
MCLR એ દર છે જેનાથી નીચે બેંક લોન આપી શકતી નથી. તે ભારતમાં નોટબંધી પછી લાગુ કરવામાં આવ્યું હતું.
ભારતીય રિઝર્વ બેંક દ્વારા વિકસાવવામાં આવેલી આ પદ્ધતિ છે જેના આધારે બેંક લોન માટે વ્યાજ દર નક્કી કરે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમો મુજબ બેંકોએ દર મહિને તેમના MCLRની સમીક્ષા કરવી જરૂરી છે.
બેંક ઓફ બરોડાની FD પર નવા વ્યાજ દર 2024
1) 1 વર્ષ - સામાન્ય લોકો માટે: 6.85 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે: 7.35 ટકા
2) 1 વર્ષથી 400 દિવસ: સામાન્ય લોકો માટે: 6.85 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે: 7.35 ટકા
3) 400 દિવસથી વધુ અને 2 વર્ષ સુધી: સામાન્ય લોકો માટે: 6.85 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે: 7.25 ટકા
4) 2 વર્ષથી ઉપર અને 3 વર્ષ સુધી: સામાન્ય લોકો માટે: 7.25 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે: 7.75 ટકા
5) 3 વર્ષથી વધુ અને 5 વર્ષ સુધીના સામાન્ય લોકો માટે: 6.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 7.00 ટકા
6) 5 વર્ષથી 10 વર્ષ સુધીના સામાન્ય લોકો માટે: 6.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 7.00 ટકા