બેંક ઓફ બરોડા એ તેમના નવા અને જુના ગ્રાહકો માટે 777 દિવસ ની નવી એફડી (FD) યોજના શરૂ કરી. આ એફડી નું નામ ગ્રીન ડિપોઝિટ યોજના ( Green Deposit Yojna - BOB) રાખવામાં આવ્યું છે.
Bank of baroda નો ઉદેશ છે કે પર્યાવરણ મૈત્રીભાવ પૂર્ણ જે પ્રોજેક્ટ છે તે ક્ષેત્રોને ધિરાણ આપવા માટે ડિપોઝિટ એકત્ર કરવામાં આવશે, માટે આવું નામ ( Earth Green Deposit Skime 2024) રાખવામાં આવ્યું છે.
બેંક ઓફ બરોડાની આ યોજનામાં નવા અને જૂના ગ્રાહકોને 12 થી લઈને 18 મહિનાની મુદત ઉપર 6.75% થી લઇને 777 દિવસ માટે 7.15% સુધીનો વ્યાજ દર મળે છે.
આગળ આ યોજનામાં વધુ 1,111 દિવસ, 1717 દિવસ અને 2201 દિવસમાં લાંબા ગાળા માટે પણ વ્યાજ દર ઓફર કરવામાં આવ્યો છે. જે વ્યાજ દર વાર્ષિક 6.40% ના દરે સેટ કરવામાં આવ્યો છે.
Bank of baroda ની આ યોજનામાં લાભ લેવા માટે ભારતભરમાં આવેલી કોઈપણ BOB ની શાખામાંથી ગ્રાહક લાભ લઈ શકશે.
Bank of baroda તેના નિવેદનમાં જણાવ્યું હતું કે આ યોજનામાં એકત્ર થયેલ પૈસા ઉર્જા, સ્વચ્છ પરિવહન અને ગ્રીન એનર્જીને ધિરાણ આપવા માટે ઉપયોગ કરવામાં આવશે.
બેંક ઓફ બરોડાના નવા અને જુના બંને ગ્રાહકો કોઈપણ ગુજરાતની શાખામાંથી આ ગ્રીન ડિપોઝિટિવ યોજનાનો લાભ લઈ શકે છે.
આ પણ વાંચો: બેંક ઓફ બરોડામાં ખાતું હોય તો મળશે 10 લાખ રૂપિયા, ઓછા વ્યાજે મળશે પર્સનલ લોન
Bank of baroda માં તમે પૈસાનું રોકાણ કરવા માંગો છો? તો આ સ્કીમ તમારા માટે બેસ્ટ છે. ગ્રીન એનર્જી એટલે કે હરિયાળીને સપોર્ટ કરતી યોજના છે. ગ્રાહકો આમાં પૈસાનું રોકાણ કરશે તો સારું વ્યાજ અને વળતર મળશે.