khissu

બેંકો આ લોકોને કરી રહી છે મેસેજ: મેસજની અવગણના કરશો તો થશે રૂ. ૧૦૦૦ નો દંડ, જાણો આ મેસેજનો મતલબ શું છે?

શું તમે અને તમારા ઘરના લોકોએ પાન કાર્ડની સાથે આધાર કાર્ડ લિંક કર્યુ છે? જો નથી કર્યુ તો તમારી બેંક તમને પેન-આધાર સંબંધિત સંદેશ અથવા ઇમેઇલ મોકલી રહી છે, તો તેને અવગણશો નહીં. કારણ કે હવે સખ્તાઇ ઘણી વધી ગઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (The Central Board of Direct Taxes - CBDT) દ્વારા પાન આધાર લિંકની અંતિમ તારીખમાં વધારો કરવામાં આવ્યો હોવા છતાં, જે લોકો પાન આધાર લિંક નથી કર્યુ, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો તો તમારું પાન કાર્ડ બંધ થઈ જશે અને તમારે દંડ પણ ભરવો પડશે. તમને જણાવી દઈએ કે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2021 છે. આવકવેરા વિભાગ (Income Tax Department) ના જણાવ્યા અનુસાર, જો પાન કાર્ડ આધાર સાથે લિંક ન હોય તો, આવકવેરા કાયદા હેઠળ પાન ધારકોને કડક કાર્યવાહી સામનો કરવો પડશે.

આ પણ વાંચો: તમારા આધાર કાર્ડમાં ક્યો મોબાઈલ નંબર લિંક છે? જાણો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર જાણવાની સપુર્ણ પ્રોસેસ

રૂ. 1000 નો દંડ લાગી શકે :- જો તમે 30 જુન 2021 સુધીમાં તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નહી કરાવો તો તમારે રૂ. ૧૦૦૦ નો દંડ ભરવો પડશે. તાજેતરમાં, સરકારે નાણાં બિલ દ્વારા આવકવેરા કાયદા 1961 (Income Tax Act - 1961) માં ફેરફાર કરીને દંડની જોગવાઈ કરી છે. પાન-આધારને લિંક ન કરવા બદલ દંડ લાદવા માટે સરકારે આવકવેરા કાયદામાં નવી કલમ 234H ને ઉમેરવામાં આવી છે. 

પાન કાર્ડને આધાર સાથે જોડવાની અંતિમ તારીખ કેટલી છે?
જો તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહી કરશો, તો તમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ બેંક ખાતામાં રૂ. ૫૦૦૦૦ થી વધુ પૈસા જમા કરાવવા કે ઉપાડવા માટે પાન કાર્ડ આપવું ફરજીયાત છે. આવા કિસ્સામાં, જો તમે કોઈ ખોટું અથવા નિષ્ક્રિય પાન કાર્ડ આપો તો તમને દંડ થઈ શકે છે. જોગવાઈઓ હેઠળ, આવી દરેક નિયમનું પાલન ન કરવાના બદલામાં તમારી માથે દંડ લાદવામાં આવી શકે છે. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ સુધી હતી જે હવે તે તારીખ વધારીને 30 જૂન 2021કરવામાં આવી છે. 

પાન કાર્ડ ક્યાં જરૂરી?
બેંક ખાતું ખોલવા, MF અથવા શેરમાં રોકાણ કરવા અને રૂ. 50,000 થી વધુના રોકડ વ્યવહાર માટે પાનકાર્ડ આવશ્યક છે. બેંકના ખાતામાં આપેલ પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નઈ હોય તો તમારું ખાતુ બંધ થઈ શકે છે. કારણ કે ૩૦ જુન પછી આધાર કાર્ડ લિંક વગરના પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે તેથી, ઘણી બેંકો તેમના ગ્રાહકોને પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાના મેસેજ મોકલી રહી છે. જો તમે પાનને આધાર સાથે જોડી દીધુ છે, તો પછી આવા તમામ નિષ્ક્રિય પાન કાર્ડ ફરી શરૂ થઈ જશે. આ પાન કાર્ડનું આધાર લિંકિંગ એસએમએસ (SMS) દ્વારા પણ થઈ શકે છે.

પાન કાર્ડને આધાર સાથે લિંક કેવી રીતે કરવું?
પાન-આધારને આવકવેરા વેબસાઇટ ઉપરાંત https://www.utiitsl.com/ અથવા https://www.egov-nsdl.co.in/ થી પણ લિંક કરી શકાય છે.

આ ઉપરાંત તમે SMS દ્વારા પણ પાન કાર્ડને આધાર સાથે લિંક કરે શકી છો. SMS દ્વારા પાન કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે SMSમાં UIDPAN space (ખાલી જગ્યા) 12 અંકનો આધાર કાર્ડ નંબર space (ખાલી જગ્યા) 10 અંકનો પાન નંબર લખીને આ મેસેજ 567678 અથવા 56161 પર મોકલાવાનો રહેશે.

આ પણ વાંચો: SBI ના ગ્રાહકો માટે ખુશીના સમાચાર: કોરોના મહામારી વચ્ચે ૩૧ તારીખ સુધી લાગુ, જાણો સંપુર્ણ માહિતી વિગતવાર

આવકવેરા વેબસાઇટ https://www.incometaxindiaefiling.gov.in/ દ્વારા પણ પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરી શકો છો અને તમે એ પણ જાણી શકો છો કે તમારો પાન આધાર સાથે જોડાયેલ છે કે નહીં. આ માટે પહેલા આવકવેરાની વેબસાઇટ પર જાવ. આધારકાર્ડમાં આપેલ નામ, પાન નંબર અને આધાર નંબર દાખલ કરો. આધારકાર્ડમાં, જન્મના વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય ત્યારે જ આ પેજમાં આપેલ ચોરસને ટિક કરો. હવે કેપ્ચા કોડ દાખલ કરો હવે લિંક આધાર બટન પર ક્લિક કરો. હવે તમારું પાન કાર્ડ આધાર સાથે જોડાય ગયું હશે.

આવી અગત્યની માહિતિ જાણવા માટે Khissu એપ્લીકેશન ડાઉનલોડ કરી લો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.