વર્ષ 2026 ના પ્રારંભ સાથે જ જાન્યુઆરી મહિનામાં બેંકિંગ કામકાજ પર તહેવારો અને જાહેર રજાઓની અસર જોવા મળશે. ત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા હોલિડે કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે જેમા આખા વર્ષમાં ક્યારે-ક્યારે બેન્કો બંધ રહશે તે અંગે માહિતી આપવામાં આવી છે.
નોંધનીય છે કે, નવું વર્ષ 2026 શરૂ થતાંની સાથે જ રોજિંદા જીવને લગતી ઘણી બાબતોમાં બદલાવ આવ્યો છે. ત્યારે દેશભરમાં બેન્કોની રજાઓને લઈને RBI દ્વારા હોલિડે કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રીય રજાઓ, રાજ્ય મુજબના તહેવારો અને વિકેન્ડ રજાઓનો પણ સમાવેશ થાય છે.
આખા વર્ષમાં એવા ઘણા પ્રસંગો છે જ્યારે બેંકો સતત બે-ત્રણ દિવસ બંધ રહે છે. આવી સ્થિતિમાં, જો કોઈ માહિતી ન હોય તો, ચેક ક્લિયરન્સ, રોકડ ઉપાડ, લોન અથવા દસ્તાવેજો સંબંધિત કામ અટકી શકે છે. તેથી એ મહત્વનું છે કે તમને પણ ખબર હોવી જોઈએ કે ક્યારે ક્યારે બેન્કોમાં રજા રહેશે જેથી તમે તમારા બેંકિંગ કાર્યની અગાઉથી યોજના બનાવો અને તમને આખા વર્ષ દરમિયાન કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.
ગુજરાતમાં ક્યારે રહેશે બેન્કો બંધ
14 જાન્યુઆરી - ઉત્તરાયણ
26 જાન્યુઆરી - પ્રજાસત્તાક દિવસ
4 માર્ચ - હોળી
21 માર્ચ - રમજાન
26 માર્ચ - રામનવમી
31 માર્ચ - મહાવીર જયંતિ
1 એપ્રિલ - નવા નાણાંકીય વર્ષની શરૂઆત
3 એપ્રિલ - ગુડ ફ્રાઈડે
14 એપ્રિલ - ડો. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ
1 મે - આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ
27 મે - બકરી ઈદ
15 ઓગસ્ટ - સ્વાતંત્ર્ય દિન
28 ઓગસ્ટ - રક્ષાબંધન
4 સપ્ટેમ્બર - જન્માષ્ટમી
15 સપ્ટેમ્બર - ઋષિ પંચમી
2 ઓક્ટોબર - મહાત્મા ગાંધીનો જન્મ દિવસ
20 ઓક્ટોબર - દશેરા
31 ઓક્ટોબર - સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ
10 નવેમ્બર - બેસતું વર્ષ
25 ડિસેમ્બર - નાતાલ