ડુંગળીની બજારમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત અને નાશીકમા વેચવાલી બહુ ઓછી છે, જેને પગલે સારી ડુંગળીનાં ભાવ આજે વધીને મણનાં રૂ. 600ની ઉપર પહોંચ્યાં હતાં. આગામી થોડા દિવસ ભાવ હજી સારા રહેશે, પંરતુ ખરીફ પાકોની આવકો શરૂ થયા બાદ બજારો ડિસેમ્બરથી થોડા નીચા આવે તેવી સંભાવનાં નકારી શકાય તેમ નથી.
મહુવામાં લાલ ડુંગળીની 2535 થેલાની આવક સામે ભાવ રૂ.172થી 601નાં હતા. જ્યારે સફેદમાં 1100 થેલાની આવક સામે ભાવ રૂ.178થી 600નાં ભાવ હતાં. ડુંગળીમાં આવકો હજી ખાસ નથી અને ટૂંકાગાળામાં વધે તેવી પણ સંભાવનાં દેખાતી નથી.
કાલના (તા. 10/11/2021, બુધવારના) લાલ ડુંગળીના બજાર ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 160 | 551 |
મહુવા | 172 | 601 |
ગોંડલ | 121 | 576 |
જેતપુર | 186 | 496 |
વિસાવદર | 85 | 265 |
અમરેલી | 200 | 500 |
મોરબી | 300 | 700 |
અમદાવાદ | 200 | 500 |
દાહોદ | 240 | 640 |
કાલના (તા. 10/11/2021, બુધવારના) સફેદ ડુંગળીના બજાર ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મહુવા | 178 | 600 |