કોવિડ-19 રોગચાળા પછી ડિજિટલ વ્યવહારોમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં થયેલા વધારાએ સાયબર ગુનાઓમાં પણ નોંધપાત્ર વધારો કર્યો છે. સાયબર અપરાધીઓ હવે વધતા જ જાય છે જેનાથી નાણાકીય અને સામાજિક સુરક્ષા જોખમમાં મુકાઇ છે. શું તમે જાણો છો તમારું ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ માત્ર 6 સેકન્ડમાં જ હેક થઈ શકે છે. NordVPN એ તાજેતરમાં 140 દેશોમાં 40 મિલિયન પેમેન્ટ કાર્ડ્સનો અભ્યાસ બહાર પાડ્યો છે અને તેમાં એ બહાર આવ્યું કે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ ફક્ત 6 સેકન્ડમાં હેક થઈ શકે છે.
રિસર્ચ રિપોર્ટ અનુસાર, હુમલો એટલો ઝડપી છે કે ગ્રાહકને સમજવાનો મોકો નથી મળતો અને તેનું ખાતં થોડી જ સેકન્ડોમાં ખાલી થઈ જાય છે. NordVPN ના CTO અનુસાર, ડાર્ક વેબ પર મોટી સંખ્યામાં પેમેન્ટ કાર્ડ મેળવવાનો એક જ રસ્તો છે અને તે પદ્ધતિ છે Brute Forcing. આ પદ્ધતિમાં હેકર્સ તમારા કાર્ડ નંબર અને સીવીવીનો અંદાજ લગાવવાનો પ્રયાસ કરે છે.
કાર્ડનો પ્રથમ 6-8 નંબર જારી કરનારનો ID નંબર છે. હેકર્સે કાર્ડના માત્ર 7 થી 9 નંબરનો અંદાજ લગાવવો પડશે. તેનો ઉપયોગ ફક્ત તે નક્કી કરવા માટે થાય છે કે નંબર દાખલ કરતી વખતે ભૂલ હતી કે કેમ. કમ્પ્યુટરનો ઉપયોગ કરીને આ પ્રકારનું ફ્રોડ માત્ર છ સેકન્ડ થઇ જાય છે. આને ધ્યાનમાં રાખીને, તેમણે કહ્યું કે કાર્ડ વપરાશકર્તાઓએ શંકાસ્પદ પ્રવૃત્તિ માટે તેમના માસિક સ્ટેટમેન્ટની સમીક્ષા કરવાની જરૂર છે અને તમારી બેંકની દરેક સુરક્ષા સૂચનાનો તરત જ જવાબ આપવો પડશે.
બીજી ભલામણ એ છે કે, અલગ-અલગ હેતુઓ માટે અલગ બેંક ખાતું રાખો અને તમારું પેમેન્ટ કાર્ડ જે સાથે લિંક થયેલું છે તેમાં થોડી જ રકમ રાખો. તેણે કહ્યું કે, કેટલીક બેંકો અસ્થાયી વર્ચ્યુઅલ કાર્ડ્સ પણ ઓફર કરે છે જેનો તમે ઉપયોગ કરી શકો છો જો તમે ઓનલાઈન ખરીદી કરતી વખતે સુરક્ષિત ન અનુભવતા હોવ.
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા એક પુસ્તિકા પણ બહાર પાડવામાં આવી હતી, જેમાં અપરાધીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી તમામ પદ્ધતિઓ વિશે જણાવવામાં આવ્યું હતું. આ સિવાય આમાં પોતાને બચાવવાના ઘણા ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. નાણાકીય વ્યવહારો કરવાની ઝડપ અને સરળતામાં સુધારો થયો હોવાથી, છૂટક નાણાકીય વ્યવહારોમાં છેતરપિંડીના કેસોમાં વધારો થયો છે. આરબીઆઈએ કહ્યું કે, છેતરપિંડી કરનારાઓ સામાન્ય અને ભોળા લોકોને છેતરવા માટે તેમની મહેનતના પૈસાને છેતરવા માટે નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે જેનાથી સાવધાન રહેવાની જરૂર છે.