અત્યારે ચારેબાજુ ચર્ચા છે સરકારે ડુંગળીની નિકાસ ઉપર મુકેલા પ્રતિબંધની. ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ આવવાથી ખેડૂતો માટે વિપરિત સ્થિતિ ઉભી થઈ. જે ડુંગળીના ખેડૂતોને મણદીઠ 800 રૂપિયા મળતા હતા તે જ ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ પછી 200 થી 300 રૂપિયા પણ મુશ્કેલીથી મળે છે. ઉપરથી જ મનાઈ છે એટલે વેપારીઓ પણ હાલ ખરીદી કરવાનું ટાળે છે. ઉત્પાદન મબલખ થઈ ગયું છે સામે ખરીદનાર કોઈ નથી, અને ડુંગળી એવી જણસ છે કે જેને લાંબો સમય સંગ્રહ પણ ન કરી શકાય. જો કે સરકારનો તર્ક પણ જુદો છે.
સરકારે જકાત નિકાસ 40 ટકા કરી છતા ડુંગળીના ભાવ નિરંકુશ રહેતા હતા. છુટક બજારમાં ડુંગળીના ભાવ કાબૂમાં આવે અને સ્થાનિક સ્તરે ડુંગળી વધુ ને વધુ પ્રાપ્ય બને એવો હેતુ સરકાર ધરાવે છે. કારણ કે એક વર્ષની અંદર છુટક બજારમાં ડુંગળીની કિંમત બેગણી થઈ ચુકી છે. અહીં બંને પક્ષના પોતાના તર્ક છે, સરકાર ટેકાના ભાવે ખરીદીનો વાયદો, સ્થાનિક સ્તરે ઉપલબ્ધતા વધારવાની વાત કરે છે તો ખેડૂતો વર્તમાન ભાવમાં પોતાના ખર્ચને પણ નથી પહોંચી વળતા એવો મુદ્દો આગળ ધરે છે. રાજ્યમાં શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓએ પણ ડુંગળીની નિકાસના પ્રતિબંધ મુદ્દે કેન્દ્રને રજૂઆત કરી છે જેના પરિણામની રાહ જોવી પડશે.
ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ કેમ?
છેલ્લા એક મહિનામાં ડુંગળીની કિંમત 58% વધી છે. ત્યારે એક વર્ષમાં ડુંગળીની કિંમતમાં વધારો થયો છે. એક કિલો ડુંગળીની કિંમત 28 રૂપિયા જેટલી વધી. જ્યારે ડિસેમ્બર 2022માં ડુંગળીની પ્રતિ કિલો સરેરાશ કિંમત 28.22 રૂપિયા થયા. ડિસેમ્બર 2023માં ડુંગળીની પ્રતિ કિલો સરેરાશ કિંમત 56.82 રૂપિયા થયો હતો. રિટેલ ફૂગાવાનો દર 6%ની નજીક પહોંચી શકે છે. ડુંગળી માટેના બફર સ્ટોકને સરકારે વધાર્યો છે. નાફેડ અને NCCFએ 5 લાખ ટનનો બફર સ્ટોક બનાવી રાખ્યો હતો. ત્યારે હજુ 2 લાખ ટન ડુંગળી ખરીદવાની વિચારણાં છે.
ખેડૂતો કોને કહે વ્યથા?
ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધથી ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોને ખર્ચ નિકળી શકે એટલો ભાવ પણ મળતો નથી. ડુંગળીનો લાંબા સમય સુધી સંગ્રહ થઈ શકતો નથી. જે ડુંગળી બગડવા લાગી છે તેને કોઈ લેવા તૈયાર નથી. વેપારીઓ ખરીદવા ઈચ્છે છે પણ હાલ નિકાસબંધીથી મુશ્કેલી ઉદ્ભવી છે. ડુંગળીનું ઉત્પાદન મબલખ થયું છે જેને ખરીદવી જરૂરી છે. ખેડૂતોને જ ભાવ કેમ ન મળે તેનો જવાબ કોઈ પાસે નથી.
તા. 14/12/2023, ગુરૂવારના લાલ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 250 | 581 |
વિસાવદર | 121 | 261 |
અમરેલી | 300 | 500 |
મોરબી | 300 | 600 |
અમદાવાદ | 120 | 460 |
દાહોદ | 500 | 800 |
વડોદરા | 160 | 500 |
તા. 14/12/2023, ગુરૂવારના સફેદ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
ગોંડલ | 191 | 451 |