ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ કહ્યું છે કે ભારતમાં 18 વર્ષથી ઓછી ઉંમરના છોકરા/છોકરીઓને સિમકાર્ડ આપવામાં આવશે નહિ. આનો સીધો અર્થ એ છે કે હવે 18 વર્ષથી ઓછી ઉંમરની કોઈ પણ વ્યક્તિ દેશના કોઈપણ ટેલિકોમ ઓપરેટર પાસેથી સિમકાર્ડ ખરીદી શકશે નહીં. DoT એ કહ્યું છે કે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને સિમ કાર્ડ વેચવું એ ટેલિકોમ ઓપરેટર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ હશે.
CFF ફોર્મ ભર્યા બાદ જ સિમકાર્ડ આપવું: નવું સિમ ખરીદવા માટે ગ્રાહકોએ ગ્રાહક એકજીવેશન ફોર્મ (CAF) ભરવાનું રહેશે. જે સામાન્ય રીતે ટેલિકોમ કંપની અને ગ્રાહક વચ્ચે કરાર હોય છે. આ ફોર્મમાં હવે સુધારો કરવામાં આવ્યો છે જે મુજબ સિમ કાર્ડ ખરીદવાની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. આ સિવાય જો કોઈ વ્યક્તિની માનસિક સ્થિતિ સારી ન હોય તો તેને પણ સિમ કાર્ડ વેચી શકાશે નહી.
એક વ્યક્તિના નામે કેટલા સિમ કાર્ડ: આ એક ખૂબ જ સામાન્ય પ્રશ્ન છે જે દર વખતે પૂછવામાં આવે છે પરંતુ કોઈ ચોક્કસ જવાબ નથી. સામાન્ય રીતે એવું કહેવાય છે કે વ્યક્તિ તેના નામે વધુમાં વધુ 9 સિમ કાર્ડ ખરીદી શકે છે, જો કે એવું નથી. એક વ્યક્તિ તેના નામે વધુમાં વધુ 18 સિમ કાર્ડ ખરીદી શકે છે. આમાંથી 9 મોબાઇલ કોલ માટે અને અન્ય 9 મશીન-થી-મશીન (M2M) કમ્યુનિકેશન માટે ઉપયોગમાં લઇ શકાય છે.
ફકત એક રૂપિયામાં સીમકાર્ડ: હાલમાં સરકારે સિમ કાર્ડ લેવાના નિયમોમાં ફેરફાર કર્યા છે, જે મુજબ સિમ કાર્ડ મેળવવા માટે તમારી પાસે ફિઝિકલને બદલે ડિજિટલ કેવાયસી ઓપ્શન હશે. ગ્રાહકોએ કોઈપણ પ્રકારના દસ્તાવેજો રજૂ કરવાની જરૂર રહેશે નહીં. આ સિવાય પોસ્ટપેડ સિમને પ્રીપેડમાં કન્વર્ટ કરવા માટે કોઈ કાગળની જરૂર રહેશે નહીં. યૂઝર્સ નેટવર્ક પ્રોવાઇડર કંપની એપ દ્વારા KYC જાતે કરી શકશે અને આ માટે ગ્રાહકો પાસેથી માત્ર 1 રૂપિયા લેવામાં આવશે.
આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.