Top Stories
khissu

મોટી આગાહી: 5થી 10 જૂન સુધી વરસાદ આગાહી, ભારે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી

ચોમાસાની શરૂઆત પહેલા હવામાન વિભાગે કરી સૌથી મોટી આગાહી: પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરુપે આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ રહેશે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક વરસાદી વાતાવરણ રહેશે. થોડા દિવસો પહેલા હવામાન વિભાગે આગાહી કરી હતી એ મુજબ હાલ વરસાદ વરસી રહ્યો છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્રના જુદા-જુદા વિસ્તારોમાં છૂટોછવાયો અને વાવણી લાયક મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ આગામી 48 કલાક સુધી સામાન્ય થી હળવો વરસાદ જોવા મળી શકે છે.

ગુજરાત માં છેલ્લાં બે દિવસથી પ્રી-મોન્સૂન એક્ટિવિટી નો વરસાદ જોવા મળી રહ્યો છે તેમાં ગઈકાલે ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અને હજી 6 તારીખ સુધી પ્રી-મોન્સૂન એક્ટિવિટી નો વરસાદ જોવા મળશે અને ત્યાર બાદ વચ્ચે બે-ત્રણ દિવસ વરસાદ ની એક્ટિવિટી મંદ પડશે. ત્યારબાદ તારીખ 8-9 માં ફરીથી પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે તેવું અનુમાન છે. જૂન મહિનાના બીજા અઠવાડિયામાં છૂટા-છવાયા ઘણા વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી નો વરસાદ પડશે અને તે વરસાદ વાવણી લાયક પણ હોય શકે છે.

મહત્ત્વની માહિતી: આવનાર 13-14 જૂન આસપાસ ગુજરાત નજીક ( અરબી સમુદ્રમાં) મોટી હલનચલન દેખાય રહી છે. હાલ મોડેલો નાં માધ્યમથી મોટો ટ્રફ (સિસ્ટમ) જોવા મળી રહ્યો છે જે ભારે વાવણી લાયક વરસાદ આપી શકે છે. એટલે કે જૂન નાં બીજા અઠવાડિયામાં ગુજરાત મા વરસાદ નું પ્રમાણ વધશે તેમ 100% માનવું, જેમ સમય નજીક આવશે તેમ વધારે અપડેટ જણાવતાં રહીશું. અપડેટ જાણવાં Khissu ની Application ડાઉનલોડ કરી લેજો.