બેંક ખાતાધારકો માટે મોટાં સમાચાર: આવતી કાલથી ચેકના નવાં નિયમો લાગુ, જાણી લો નવાં નિયમો નહિંતર પેમેન્ટ થશે રદ

બેંક ખાતાધારકો માટે મોટાં સમાચાર: આવતી કાલથી ચેકના નવાં નિયમો લાગુ, જાણી લો નવાં નિયમો નહિંતર પેમેન્ટ થશે રદ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 15 ઓગસ્ટથી 'પોઝિટિવ પે સિસ્ટમ' ફરજિયાત રીતે અમલમાં મૂકવા જઈ રહી છે. આરબીઆઈ (Reserve Bank of India- RBI) દ્વારા ચેક દ્વારા ચુકવણીમાં છેતરપિંડી રોકવા માટે 'પોઝિટિવ પે સિસ્ટમ' રજૂ કરવામાં આવી હતી. તેનો અમલ 1 જાન્યુઆરી 2021 થી કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તેને 15 ઓગસ્ટથી ફરજિયાત રીતે લાગુ કરવામાં આવશે. જેને લઈને ઇન્ડિયન બેંકે (Indian Bank) તેના ગ્રાહકોને આ અંગે એલર્ટ મોકલવાનું શરૂ કર્યું છે. બેંકો તેમના ગ્રાહકોને સંદેશ આપી રહી છે કે 15 ઓગસ્ટ 2021 થી 2 લાખ કે તેથી વધુના ચેક પર પોઝિટિવ પે સિસ્ટમ (Positive Pay System- PPS) લાગુ કરવામાં આવશે.

તમને પણ જણાવી દઈએ કે, પોઝિટિવ પે સિસ્ટમ એસબીઆઈ (State Bank Of India- SBI) અને બેંક ઓફ બરોડા (Bank Of Baroda- BOB) માં ફરજીયાત પણે લાગુ થઇ ગઈ છે. તમને એ પણ જણાવી દઈએ કે, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (National Payments Corporation of India- NPCI) એ આ પોઝિટિવ પે સિસ્ટમ તૈયાર કરી છે.

આ પણ વાંચો: ચેક બાઉન્સ થાય તો શું કરવુ? ચેક બાઉન્સ ક્યારે થાય? જાણો ચેક બાઉન્સનાં નિયમો અને તેની સજા

આ સિસ્ટમ હેઠળ, મોટી રકમના ટ્રાન્ઝેક્શન કરતા ગ્રાહકોએ તેમના ચેક વિશેની કેટલીક મહત્વની માહિતી બેંકને આપવી પડશે. ત્યાર પછી, આ ચેકોની ચુકવણી કરતી વખતે આ વિગતોની તપાસ કરવામાં આવશે. જો કોઈ આપેલ વિગતો મળી નથી, તો આવી સ્થિતિમાં ચેકની ચુકવણી બંધ કરવામાં આવશે. ગ્રાહકોએ આ વિગતોમાં તેમનો એકાઉન્ટ નંબર, ચેક નંબર, ચેક ઇશ્યૂની તારીખ, ટ્રાન્ઝેક્શન કોડ, MICR કોડ આપવો પડશે.

આ વિગતો ચેક ક્લિયરિંગમાં મોકલવાના 24 કલાક પહેલા શેર કરવાની રહેશે. બેંક ગ્રાહકો આ વિગતો બેકની વેબસાઈટ, ઈન્ટરનેટ બેંકિંગ અને મોબાઈલ બેંકિંગ દ્વારા અથવા હોમ બ્રાન્ચની મુલાકાત લઈને આપી શકે છે. RBI એ વારંવાર ચેક ફ્રોડના કેસને જોતા પોઝિટિવ પે સિસ્ટમ જારી કરી હતી. RBI એ બેંકોને કહ્યું છે કે રૂ. 50,000 થી વધુના ચેક જારી કરે તેવા તમામ ખાતાધારકો માટે આ સુવિધા લાગુ કરવામાં આવે.

આ પણ વાંચો: પોસ્ટ ઓફીસનાં ખાતેદારો માટે ખુશીનાં સમાચાર: પોસ્ટ વિભાગે વધુ એક સુવિધા બહાર પાડી

RBI એ બેંકોને મુક્તિ આપી હતી કે તેઓ તેમના વતી 5 લાખ કે તેથી વધુ રકમ માટે આ સુવિધાને ફરજિયાત બનાવી શકે છે. આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, ઇન્ડિયન બેંકે ચેક દ્વારા 2 લાખ કે તેથી વધુની ચુકવણી પર આ સુવિધા લાગુ કરી છે.

RBI એ હાલમાં જ નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (National Automated Clearing House- NACH) ના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ ફેરફારો 1 ઓગસ્ટ, 2021 થી લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે,  હવે તમારે તમારા પગાર અથવા પેન્શન માટે કામના દિવસો સુધી રાહ જોવી પડશે નહીં. તમને આ સેવાઓ સમગ્ર સપ્તાહ દરમિયાન પગાર અથવા પેન્શન મળશે. એટલે કે, રજાના દિવસે પણ તમને પગાર અથવા પેન્શન મળશે. કંપનીઓ 24 કલાક, કોઈપણ સમયે પગાર ટ્રાન્સફર કરી શકશે. 

આ પણ વાંચો: ATM કાર્ડધારકો માટે ખુશખબરી: RBI નવા નિયમો ૧લી તારીખથી લાગુ, ATM માં પૈસા નઈ હોય તો બેંકોને થશે રૂ. 10000 નો દંડ

આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.