khissu

બેંક ઓફ બરોડા અને SBIના ગ્રાહકો માટે મોટા સમાચાર: બેકોના આ નિયમોમાં થવાનો છે મોટો ફેરફાર, જાણો સંપુર્ણ માહિતી વિગતવાર

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (State Bank Of India - SBI) એ તેના ગ્રાહકોને આર્થિક છેતરપિંડીથી બચાવવા માટે સમયે સમયે પર ચેતવણી આપતી રહે છે. એસબીઆઈના 49 કરોડથી વધુ ગ્રાહકો છે અને આવી સ્થિતિમાં ગ્રાહકોના વ્યવહારને સુરક્ષિત રાખવી એ બેંકની મોટી જવાબદારી છે. રિઝર્વ બેંક પણ ગ્રાહકોને સલામતી માટે બેન્કોને માર્ગદર્શિકા જારી કરતી રહે છે. એસબીઆઇ બેંક તેના ગ્રાહકોને ચેક દ્વારા ચુકવણી કરવા માટે વધારાની સુરક્ષા સુવિધા પ્રદાન કરશે. જેમાં ચેકને લઈને થતી છેતરપિંડીની સંભાવના ઓછી થશે.

SBI Positive Pay શું છે?
ચેકને લઈને થતી છેતરપિંડી બંધ કરવા માટે એક સિસ્ટમ બહાર પાડી છે, જેમાં ગ્રાહકના ચેકને વેરીફાઈ કર્યા બાદ જ પાસ કરવામાં આવે છે. એસબીઆઈના ગ્રાહકો તેમના ચેકની વિગતો મોબાઇલ બેંકિંગ અને નેટ બેન્કિંગ દ્વારા આપી શકે છે. SBI ની આ સિસ્ટમ ને  "SBI પોઝિટિવ પે" નામ આપવામાં આવ્યું છે. એકવાર એસબીઆઈ પોઝિટિવ પે દ્વારા ચેક જારી કરવામાં આવે છે, ત્યારે ગ્રાહકોએ ચેકની મૂળભૂત વિગતો પૂરી પાડવાની રહેશે. ઉદાહરણ તરીકે એકાઉન્ટ નંબર, ચેકની તારીખ, ચેક નંબર જેવી વિગતો ભરવી પડશે. બેંક ગ્રાહક દ્વારા આપવામાં આવેલ ઇનપુટ મેચ કરશે અને જો બન્ને માહિતી વેરીફાઈ થશે તો જ ચેક ને પાસ કરવામાં આવશે. ગ્રાહકોએ આ વિગતો પોઝિટિવ પે પોર્ટલ પર ભરવાની રહેશે. 

આ પણ વાંચો: RBI નો નવો નિયમ ૧લી તારીખથી લાગુ: હવે ATM થી પૈસા ઉપાડવા પર લાગશે આટલો ચાર્જ

એસબીઆઈએ આ વર્ષે જાન્યુઆરીથી પોઝિટિવ પે સિસ્ટમ (Positive Pay System) શરૂ કરી છે. એસબીઆઇએ કહ્યું છે કે આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ, અમે 1 જાન્યુઆરી, 2021 થી પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરી છે. એક ટ્વિટમાં એસબીઆઇએ તેમના ગ્રાહકોને વધારાની સુરક્ષા માટે પોઝિટિવ પે સિસ્ટમનો ઉપયોગ કરવા અને આ અંગેની વધુ વિગતો મેળવવા માટે શાખાનો સંપર્ક કરવા જણાવ્યું છે. હાલ SBI માં આ સિસ્ટમ ફરજીયાત નથી પરંતુ થોડા સમય બાદ રિઝર્વ બેંકના નિયમ અનુસાર આ સિસ્ટમ ફરજીયાત કરવામાં આવે તેવી સંભાવના છે.

આ સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવો? 
જો તમે SBI YONO મોબાઇલ બેન્કિંગ તમારા મોબાઇલ પર સક્રિય છે, તો તમે પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ તમારા ચેકની વિગતો ઓનલાઇન ભરી શકો છો. આ માટે, તમારે SBI YONO લાઇટ મોબાઇલ બેંકિંગ પર જઇને લો-ગિન કરવું પડશે. લો-ગિન કર્યા પછી, તમે સર્વિસના વિકલ્પમાં જાવ. અહીં તમને "પોઝિટિવ પે સિસ્ટમ" જોવા મળશે. આ પછી તમારે ચેક લોજમેન્ટ વિગતો પર ક્લિક કરવું પડશે. ત્યાર બાદ તમારે તમારો એકાઉન્ટ નંબર, ચેક નંબર, ચેક જારી કરવાની તારીખ, ચેકની રકમ જેવી વિગતો દાખલ કરીને Submit બટન પર ટીક કરવાનું રહેશે.

તેવી જ રીતે, તમે એસબીઆઈની નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને પણ પોઝિટિવ પે સિસ્ટમ પર હેઠળ તમારા ચેકની વિગતો ઓનલાઇન ભરી શકો છો. 

આ પણ વાંચો: બેંકોના ગ્રાહકો માટે મોટા સમાચાર: ૨૦ લાખથી વધુ લોકો આ સુવિધાનો ઉપયોગ કરે છે, શું તમે આ સુવિધાનો ઉપયોગ કરો છો?

રિઝર્વ બેંકના કહ્યા અનુસાર બેંકના ગ્રાહકો 50 હજાર રૂપિયાથી વધુના ચેક પર આ પોઝિટિવ પે સિસ્ટમનો લાભ લઈ શકે છે. આ ચેક ફક્ત મોબાઇલ, નેટ બેંકિંગ, શાખાની મુલાકાત અથવા આપેલ એકાઉન્ટ નંબરના આધારે કોલ સેન્ટર દ્વારા પાસ થઈ શકે છે. પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ, જો ચેક માન્ય થાય તો નોંધાયેલ મોબાઇલ નંબર પર રેફરન્સ નંબર મોકલવામાં આવશે. આ સાથે જ બેંક ઓફ બરોડા (Bank Of Baroda) એ પણ ગયા મહિને પોઝિટિવ પે સિસ્ટમ બહાર પાડી હતી. 

બેંક ઓફ બરોડામાં ચેક દ્વારા ચુકવણી માટે, 'પોઝિટિવ પે સિસ્ટમ' હેઠળ 2 લાખ રૂપિયાથી વધુની ચુકવણી (પેમેન્ટ) પહેલાં ચકાસણી કરવી ફરજિયાત રહેશે. 2 લાખ રૂપિયાથી વધુની ચેક ચુકવણી પર મોબાઇલ/નેટ બેંકિંગ અને શાખા દ્વારા ચકાસણી કરી શકાય છે. બેંક ઓફ બરોડામાં 2 લાખ રૂપિયાથી વધુની ચેક ચુકવણી માટે ‘પોઝિટિવ પે સિસ્ટમ’ ને 1 જૂન, 2021 થી ફરજિયાત કરવામાં આવી છે. હાલ બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આ બે જ બેંકમાં પોઝિટિવ પે સિસ્ટમ લાગુ થઈ છે પરંતુ રિઝર્વ બેંકના નિયમ અનુસાર થોડા સમય બાદ પોઝિટિવ પે સિસ્ટમ તમામ બેંકોએ શરૂ કરવી પડશે. રિઝર્વ બેંકે તેની તમામ સભ્ય બેંકોને આ સિસ્ટમ અગાઉથી અમલમાં મૂકવા કહ્યું હતું, પરંતુ બેંકોએ તેની તારીખ લંબાવી દીધી હતી.

ચેક ક્યારે પાસ થશે?
જ્યારે ક્લિયરિંગમાં આપવામાં આવેલી ચેકની માહિતી મેચ થશે ત્યારે જ ચેક પસાર થશે. ગ્રાહક દ્વારા આપવામાં આવેલ ઇનપુટ મેચ કરવામાં આવશે. આ માટે, ખાતામાં જમા રકમ અને સહી જોવામાં આવશે. દરરોજ સાંજે 6 વાગ્યા પહેલાં તે જ પુષ્ટિ એનપીસીએલને મોકલવામાં આવશે અને તે આગામી ક્લીયરિંગમાં પાસ કરવામાં આવશે.