Top Stories
khissu

કાલથી વરસાદનો મોટો રાઉન્ડ: આગમી 15 દિવસ ભુક્કા કાઢશે વરસાદ, લો પ્રેશર અને સિસ્ટમ દ્વારા

નમસ્તે ખેડૂત ભાઈઓ, 

તૈયાર થઈ જાવ ગુજરાત વાસીઓ, જલસા જલસા અને જલસા જ, આવી રહ્યો છે ભારે વરસાદનો રાઉન્ડ. હિમાલયની તળેટીમાંથી ચોમાસુ આગળ વધી દક્ષિણ ભારત તરફ જવા લાગ્યું છે અને ફરી એક્ટિવ મોડમાં આવ્યું છે. આવનારા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. 

રાજ્યના વાતાવરણમાં આવતી કાલથી પલટો જોવા મળશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટા છવાયા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાનો વરસાદ જોવા મળશે ત્યાર બાદ તારીખ મુજબ વરસાદનું પ્રમાણ વધશે.

8-9 તારીખથી વાતાવરણમાં ભારે બદલાવ: આવનાર 8-9 તારીખથી વાતાવરણમાં કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ થશે, 10 અને 11 તારીખ દરમિયાન વરસાદમાં વધારો થશે અને 12, 13 તારીખથી જોરદાર વરસાદ પડે એવા સંજોગો જણાઈ રહ્યા છે. 12 તારીખે બંગાળની ખાડીમાં લો પ્રેસર બનશે જેમને કારણે પણ સારો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં ૧૪ તારીખથી ઘણા ભાગોમાં વરસાદ ભુક્કા બોલાવશે. ૧૪-15 અને ૧૭-૧૮ તારીખ દરમિયાન અમુક અમુક ભાગોમાં રીતસરનું મેઘ તાંડવ જોવા મળશે. બાકીના વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવા અહેવાલો છે.

ઉપરા ઉપરી બનશે લો-પ્રેશર?
હાલ વેધર ચાર્ટના માધ્યમથી માહિતી મળી રહે છે કે 11તારીખ પછી બંગાળાની ખાડી માં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને ત્યાર પછી 17 તારીખ દરમિયાન પણ બંગાળની ખાડીમાં બીજી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. જોકે આ બંને લો-પ્રેશરની અસર ગુજરાતમાં જોવા મળશે. ત્યારબાદ ફરી બંગાળની ખાડીમાં હલચલ થઇ શકે છે અને વરસાદ રાઉન્ડ લાંબો ચાલી શકે છે. સાથે સાથે ગુજરાત રાજ્ય ઉપર UAC બની શકે છે જે ભારેથી-અતિ ભારે વરસાદ આપશે.

લો પ્રેશર દરમિયાન કેટલો વરસાદ પડી શકે? 
12 તારીખથી 22 તારીખ દરમિયાન ગુજરાતમાં ટોટલ સરેરાશ વરસાદ 2-3 ઇંચ થી માંડીને 10-15 ઇંચ સુધી જોવાં મળી શકે છે. 10 ઇંચથી વધારે વરસાદ પણ પડી શકે છે જેમની માટે કોઈ ફિક્સ્ડ એરિયા હજી નક્કી નથી. જોકે આ ભારે વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ જોવા મળી શકે છે. ગુજરાતના દરેક ખેડૂત મિત્રો સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા જે મુજબ સંપૂર્ણ ગુજરાતમાં સારો વરસાદ આવનારા 10 દિવસ માં જોવા મળશે.

અહી ઉંપરનાં ફોટામા ૬થી ૧૪ જુલાઈ અને ૧૪થી ૨૨ જુલાઈ દરમિયાન કેવો વરસાદ રહી શકે તેમનું અનુમાન છે. જેમાં ૬થી ૧૪ દરમિયાન દક્ષીણ ગુજરાત અને સૌરાષ્ટમા વરસાદ જોર વધુ હશે, ત્યાર પછીના અઠવાડિયામાં સાર્વત્રિક સારો વરસાદ પડી શકે છે. અમુક અમુક વિસ્તારોમાં નદીનાળા છલકાઈ જાઇ અને અતિવૃષ્ટિ થાઇ તેવો વરસાદ પણ પડી શકે છે. આવનારા દિવસોમાં વધારે માહિતી જણાવતા રહશું.

નોંધ:- વરસાદ અને વાવાઝોડાની ઓફીસીઅલ માહિતી માટે હવામાન વિભાગને અનુસરવું, આ અમારું પોતાનું અનુમાન છે. ચોમાંસુ-કુદરતી પરિબળોને કારણે આગાહીમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે.

ગુજરાતમાં લાંબા ગાળાની આગાહી કરતા હવામાન શાસ્ત્રી અંબાલાલ કાકાએ ગઈ કાલે ફરી એક વખત વરસાદની આગાહી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ૬ જુલાઈથી સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને વરસાદના સંજોગો ઉજળા બનશે. ગુજરાત રાજ્યમાં ૮ જુલાઈથી છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ પડશે. ૯ થી ૧૨ જુલાઇ દરમિયાન વરસાદી વાતાવરણ બનશે. સૌરાષ્ટ્ર-ગુજરાતના ભાગોમાં 13 જુલાઈથી 23 જુલાઈ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 10 જુલાઈ પછી અરબી સમુદ્ર અને બંગાળનાં ઉપસાગરમાં લો-પ્રેશર બનાવવાનું ચાલુ થશે.

વરસાદ આગાહીની વધારે માહિતી અમે Khissuની એપ્લિકેશન માં આપને જણાવતા રહીશું. એટલા માટે ખાસ તમે khissu ની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ સુધી શેર કરી દેજો જેથી વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતોને એક આશા બંધાઈ જાય.