કપાસની બજારમાં ભાવ અથડાય રહ્યાં છે. ચૂંટણીનો માહોલ છે અને સૌરાષ્ટ્રમાં પહેલા તબક્કામાં ચૂંટણી હોવાથી હજી આખુ સપ્તાહ સરેરાશ આવકો ઓછી જ થાય તેવી ધારણાં છે. પહેલી ડિસેમ્બરનાં રોજ તો તમામ યાર્ડોનાં બંધ રહેવાનાં હોવાથી સૌરાષ્ટ્ટ્રમાં આવકો હજી આગામી સપ્તાહથી જ વધશે તેવી ધારણાં છે.
આ પણ વાંચો: બેંક ઓફ બરોડાએ ખેડૂતો માટે સ્પેશિયલ એપ લોન્ચ કરી, હવે મિનિટોમાં સમસ્યાનો ઉકેલ આવશે
કપાસનાં ભાવ સોમવારે સરેરાશ રૂ.૧૦થી ૨૦ની વધઘટમાં અથડાય રહ્યાં હતાં. વર્તમાન સંજોગોમાં બજારનો ટોન હાલ પૂરતો સરેરાશ મિશ્ર દેખાય રહ્યો છે. રૂનાં ભાવ જો વધુ ઘટશે તો કપાસની બજારમાં પણ ઘટાડો આવે તેવી ધારણાં છે.
કડીમાં મહારાષ્ટ્રનાં કપાસની આવકો ૧૦થી ૧૫ ગાડીની થઈ હતી અને ભાવ રૂ.૧૭૦૦થી ૧૭૬૦, જ્યારે કાંઠીયાવાડમાંથી ૩૦ ગાડીની આવક વચ્ચે ભાવ રૂ.૧૭૨૦થી ૧૮૩૦નાં હતાં સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાં કપાસની આવક ૧.૩૭ લાખ મણની થઈ હતી અને ભાવ સૌથી ઊંચા રાજકોટમાં રૂ.૧૮૪૭ પ્રતિ મણનાં બોલાયા હતા, જ્યારે સૌથી નીચા ભાવ બે-ત્રણ યાર્ડમાં રૂ.૧૬૩૦થી ૧૬૫૦નાં હતાં. સરેરાશ ભાવ રૂ.૧૭૫૦થી ૧૮૪૦ વચ્ચે અથડાય રહ્યાં હતા.
આ પણ વાંચો: આવતા મહિને થઈ જશે 5 મોટા ફેરફાર, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે
તા. 28/11/2022 સોમવારના કપાસના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1720 | 1840 |
અમરેલી | 1195 | 1826 |
સાવરકુંડલા | 1750 | 1821 |
જસદણ | 1710 | 1825 |
બોટાદ | 1612 | 1871 |
મહુવા | 1650 | 1800 |
ગોંડલ | 1650 | 1826 |
કાલાવડ | 1700 | 1819 |
જામજોધપુર | 1670 | 1811 |
ભાવનગર | 1605 | 1785 |
જામનગર | 1650 | 1850 |
બાબરા | 1750 | 1850 |
જેતપુર | 1700 | 1825 |
વાંકાનેર | 1550 | 1835 |
મોરબી | 1725 | 1815 |
રાજુલા | 1650 | 1775 |
હળવદ | 1650 | 1813 |
વિસાવદર | 1560 | 1776 |
તળાજા | 1658 | 1802 |
બગસરા | 1470 | 1820 |
જુનાગઢ | 1650 | 1780 |
ઉપલેટા | 1700 | 1805 |
માણાવદર | 1770 | 1865 |
ધોરાજી | 1691 | 1751 |
વિંછીયા | 1750 | 1820 |
ભેંસાણ | 1600 | 1825 |
લાલપુર | 1694 | 1820 |
ખંભાળિયા | 1730 | 1778 |
ધ્રોલ | 1640 | 1800 |
પાલીતાણા | 1600 | 1760 |
ધનસૂરા | 1600 | 1710 |
વિસનગર | 1600 | 1800 |
વિજાપુર | 1625 | 1826 |
કુકરવાડા | 1710 | 1762 |
ગોજારીયા | 1715 | 1761 |
હિંમતનગર | 1550 | 1801 |
માણસા | 1600 | 1777 |
કડી | 1681 | 1800 |
મોડાસા | 1650 | 1741 |
પાટણ | 1710 | 1793 |
થરા | 1740 | 1751 |
તલોદ | 1625 | 1768 |
સિધ્ધપુર | 1700 | 1797 |
ડોળાસા | 1662 | 1842 |
ટિંટોઇ | 1601 | 1750 |
દીયોદર | 1650 | 1750 |
ગઢડા | 1715 | 1809 |
ઢસા | 1730 | 1786 |
કપડવંજ | 1450 | 1550 |
ધંધુકા | 1740 | 1821 |
વીરમગામ | 1690 | 1789 |
જોટાણા | 1709 | 1734 |
ચાણસ્મા | 1662 | 1764 |
ભીલડી | 1150 | 1748 |
ખેડબ્રહ્મા | 1701 | 1750 |
ઉનાવા | 1601 | 1792 |
શિહોરી | 1600 | 1750 |
ઇકબાલગઢ | 1521 | 1731 |
સતલાસણા | 1651 | 1725 |
ડીસા | 1670 | 1671 |
આંબિલયાસણ | 1650 | 1800 |