કોટન માર્કેટમાં ફૂલ ગુલાબી તેજી શરૂ થઇ છે. કપાસમાં દાળે દિવસે આવકો ઘટવાની સામે બધી બાજુના સપોર્ટથી કપાસની લેવાલી વધી છે. સારા કપાસમાં ઉંચકાયેલ બજારથી મજબૂત ખેડૂતોની પકડ વધી છે. સૌરાષ્ટ્રના મુખ્યકોટન યાર્ડોમાં કપાસે તા.30, ડિસેમ્બરના રોજ રૂ.2000ની વિક્રમી સપાટી પાર કરી દીધી છે.
એક સમયે ઉત્પાદન બાબતે કાઠું કાઢેલ કપાસના છેલ્લા વર્ષોમાં વળતા પાણી થયા છે. સિઝન પ્રારંભે કોટન સંસ્થાઓએ 360 લાખ ગાંસડીનો અંદાજ મુક્યો હતો. એ વખતે ફિલ્ડના અભ્યાસ પછી અમે ઘણી વખત લખ્યું હતું કે કપાસ ઉત્પાદનના અંદાજો ભાંગીને ભુક્કો થઇ જશે. ઉત્પાદ ઘટીને 300 લાખ ગાંસડી નજીક રહેશે.
કપાસના ભાવમાં રાબેતા મુજબ ફરી એક વખત ગુરૂવારે ભડકો થયો હતો. રાજકોટ માર્કેટયાર્ડમાં ભાવ વધીને રૂા.૨૦૩૦ અને જામનગરના હાપા યાર્ડમાં રૂા.૨૧૧૧નો ભાવ બોલાયો હતો. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કપાસના ભાવમાં તેજીનું આ તોફાન છે, ગમે ત્યારે કપાસના ભાવને ઘટવું પડશે કારણ કે આ ભાવનો કપાસ ખરીદીને જીનર રૂ બનાવે તો રૂા.૭૫,૦૦૦ની પડતર થાય. કપાસના ભાવ જેટલાં વધે છે તેના ત્રીજા ભાગના ભાવ પણ રૂમાં વધતાં નથી. ગુરૂવારે જીનપહોંચ એકદમ સારો બેસ્ટકપાસના રૂા.૧૯૦૦ બોલાતા હતા તેમજ મિડિયમના રૂા.૧૭૦૦ થી ૧૭૫૦ અને હલકાના રૂા.૧૬૦૦ થી ૧૬૫૦ બોલાતા હતા. મહારાષ્ટ્રના બેસ્ટ કપાસના સૌરાષ્ટ્રમાં જીનપહોંચ રૂા.૧૮૫૦ અને આંધ્ર-કર્ણાટકના રૂા.૧૯૦૦ બોલાતા હતા. મેઇન લાઇનનો કપાસ એકદમ હલકો હોઇ તેના ભાવ નીચા હતા. કડીમાં કપાસના ભાવ જેમ જેમ વધી રહ્યા છે તેમ આવકો ઘટી રહી છે. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગુરૂવારે માંડ ૩૨૫ ગાડી કપાસની દેખાણી હતી.
મહારાષ્ટ્રમાં ગામડે બેઠા હવે ખેડૂતોને રૂા.૧૯૦૦ દેખાવા લાગ્યા હોઇ કોઇ કપાસ વેચતું નથી. કડીમાં મહારાષ્ટ્રના સારા બેસ્ટ કપાસના રૂા.૧૮૦૦ અને કાઠિયાવાડના મિડિયમ બેસ્ટકપાસના રૂા.૧૮૯૦ બોલાતા હતા.
કપાસના ભાવો:
હવે જાણી લઈએ ગઈકાલના 30 ડીસેમ્બર 2021 ને ગુરુવારના ભાવો :
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 1501 | 2010 |
અમરેલી | 1018 | 2011 |
કાલાવડ | 1300 | 2030 |
જેતપુર | 1341 | 2000 |
ગોંડલ | 1001 | 2001 |
બોટાદ | 1120 | 2025 |
જામજોધપુર | 1550 | 1960 |
બાબરા | 1500 | 2022 |
જામનગર | 1500 | 2111 |
વાંકાનેર | 1000 | 1950 |
મોરબી | 1525 | 2021 |
હળવદ | 1550 | 1900 |
જુનાગઢ | 1200 | 1879 |
ધોરાજી | 1381 | 2001 |
વિછીયા | 1345 | 2015 |
લાલપુર | 1560 | 2022 |
ધનસુરા | 1600 | 1840 |
વિજાપુર | 1200 | 1905 |
ગોજારીયા | 1000 | 1921 |
હિંમતનગર | 1612 | 1927 |
કડી | 1500 | 2031 |
થરા | 1651 | 1830 |
સતલાસણા | 1600 | 1966 |
વિસનગર | 1100 | 1971 |
મહુવા | 800 | 1900 |