કપાસની બજારમાં વેચવાલી વધી હતી અને સમગ્ર ગુજરાતમાં કપાસની કુલ ત્રણ લાખ મણની આવક થઈ છે જે ચાલુ સિઝનમાં સૌથી વધુ આવક છે. કપાસની આવકમાં વધારો
થવાને પગલે સરેરાશ મણે રૂ.૫થી ૧૦નો ઘટાડો જોવા મળ્યો હતો.
સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૫૦ ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં ભાવ રૂ.૧૬૦૦ થી ૧૭૦૦, મહારાષ્ટ્રનાં રૂ.૧૬૧૦ થી ૧૭૦૦નાં હતાં.
દેશમાં રૂની આવક વેપારી અંદાજ મુજબ આજે કુલ ૧.૫૦ લાખ ગાંસડીની થઈ હતી, જે ગઈકાલની તુલનાએ સાત હજાર ગાંસડીનો વધારો બતાવે છે. ઉત્તર ભારતમાં ૧૮ હજાર ગાંસડી, એમ.પી.માં ૧૩ હજાર ગાંસડી, ગુજરાતમાં ૪૮ હજાર ગાસંડી, મહારાષ્ટ્રમાં ૩૮ હજાર ગાંસડી, કર્ણાટકમાં આઠ હજાર, આંધ્ર પ્રદેશમાં છ હજાર ગાંસડી, તેલંગણામાં ૧૪ હજાર ગાંસડી, તામિલનાડુમાં એક હજાર અને ઓરિસ્સામાં ત્રણ હજાર ગાંસડીની આવક થઈ હતી.
કપાસનો પાક ખૂબ જ મોટા પ્રમાણમાં ઉભો થઈ રહ્યો છે ત્યારે આ વખતે પણ ખેડૂતોને કપાસના ભાવ ખુબ જ સારા મળે તે આશા છે.ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે હાલમાં ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે તેમને સરેરાશ ભાવ કપાસનો પ્રતિ મણદિઠ 2000 થી લઈને 2200 રૂપિયા સુધી મળે તે અપેક્ષા છે અને આપને જણાવી દઈએ કે ખેડૂતો જે
અપેક્ષા રાખીને બેઠા છે તે ભાવની નજીક કપાસના ભાવ પહોંચી ગયા છે ત્યારે ખેડૂતોમાં હરખ છે અને ત્યારે ચાલો મિત્રો આપણે જાણીએ કે હાલમાં રાજ્યની અનેક માર્કેટ યાર્ડમાં છેલ્લા અઠવાડિયાની અંદર કપાસના શુ શુ ભાવ ચાલી રહ્યા છે તો તેના પર નજર કરીએ
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1550 | 1725 |
| અમરેલી | 990 | 1738 |
| સાવરકુંડલા | 1620 | 1721 |
| જસદણ | 1550 | 1700 |
| બોટાદ | 1608 | 1803 |
| મહુવા | 1432 | 1657 |
| ગોંડલ | 1501 | 1721 |
| કાલાવડ | 1600 | 1742 |
| જામજોધપુર | 1601 | 1756 |
| ભાવનગર | 1550 | 1694 |
| જામનગર | 1500 | 1730 |
| બાબરા | 1660 | 1780 |
| જેતપુર | 1201 | 1341 |
| વાંકાનેર | 1500 | 1725 |
| મોરબી | 1600 | 1740 |
| રાજુલા | 1451 | 1710 |
| હળવદ | 1500 | 1706 |
| વિસાવદર | 1620 | 1736 |
| તળાજા | 1450 | 1721 |
| બગસરા | 1550 | 1750 |
| જુનાગઢ | 1500 | 1700 |
| ઉપલેટા | 1600 | 1740 |
| માણાવદર | 1400 | 1765 |
| ધોરાજી | 1401 | 1721 |
| વિછીયા | 1535 | 1685 |
| ભેંસાણ | 1600 | 1750 |
| ધારી | 1501 | 1712 |
| લાલપુર | 1525 | 1725 |
| ખંભાળિયા | 1600 | 1710 |
| ધ્રોલ | 1445 | 1717 |
| પાલીતાણા | 1450 | 1680 |
| હારીજ | 1600 | 1730 |
| ધનસૂરા | 1500 | 1630 |
| વિસનગર | 1450 | 1698 |
| વિજાપુર | 1550 | 1710 |
| કુકરવાડા | 1465 | 1673 |
| ગોજારીયા | 1450 | 1681 |
| હિંમતનગર | 1531 | 1700 |
| માણસા | 1400 | 1693 |
| કડી | 1581 | 1700 |
| મોડાસા | 1400 | 1600 |
| પાટણ | 1550 | 1690 |
| થરા | 1585 | 1660 |
| તલોદ | 1500 | 1640 |
| સિધ્ધપુર | 1500 | 1730 |
| ડોળાસા | 1470 | 1726 |
| દીયોદર | 1600 | 1670 |
| બેચરાજી | 1550 | 1650 |
| ગઢડા | 1650 | 1733 |
| ઢસા | 1650 | 1751 |
| કપડવંજ | 1300 | 1450 |
| ધંધુકા | 1652 | 1730 |
| વીરમગામ | 1400 | 1700 |
| જાદર | 1640 | 1680 |
| જોટાણા | 1290 | 1650 |
| ચાણસ્મા | 1400 | 1683 |
| ભીલડી | 1652 | 1653 |
| ખેડબ્રહ્મા | 1550 | 1701 |
| શિહોરી | 1485 | 1680 |
| લાખાણી | 1551 | 1640 |
| ઇકબાલગઢ | 1560 | 1710 |
| સતલાસણા | 1500 | 1628 |
| આંબલિયાસણ | 1200 | 1665 |