અરે પણ... 50 હજાર કરતાં પણ ઓછી કિંમતે સોનું ખરીદી લો, જાણો આજના સોના ચાંદીના ભાવ

અરે પણ... 50 હજાર કરતાં પણ ઓછી કિંમતે સોનું ખરીદી લો, જાણો આજના સોના ચાંદીના ભાવ

વાયદા બજારમાં આજે સોનું 151 રૂપિયાની તેજી સાથે 71,928 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું. કાલે તે 71,777 રૂપિયાના ભાવ પર બંધ થયું હતું. સિલ્વરમાં 153 રૂપિયાની તેજી સાથે 84,883 રૂપિયાના ભાવ પર ટ્રેડ થતું જોવા મળ્યું. કાલે તે 84,730 રૂપિયા પર બંધ થયું હતું.  

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 61 રૂપિયા ગગડીને 71,884 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. જ્યારે ચાંદી પણ તૂટી અને 431 રૂપિયા પ્રતિ કિલો ગગડીને 84,890 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે જોવા મળી. ચાંદી કાલે 85,321 રૂપિયાના સ્તરે ક્લોઝ થઈ હતી.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

સોનામાં પ્યોરિટી પ્રમાણે ભાવ નક્કી થતા હોય છે. 999 પ્યોરિટીવાળું એટલે કે શુદ્ધ સોનું હાલ 71884 રૂપિયાના  ભાવે વેચાઈ રહ્યું છે. ત્યારે 915 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 61 રૂપિયા તૂટીને 71596 રૂપિયા પર પહોંચ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 65846 રૂપિયે વેચાઈ રહ્યું છે. 750 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 46 રૂપિયા ગગડીને 53913 રૂપિયા પર વેચાઈ રહ્યું છે. જ્યારે 585 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે 42052 રૂપિયાના સ્તરે છે જે કાલે 42088 રૂપિયા પર ક્લોઝ થયું હતું. એટલે જો તમારું બજેટ ઓછું હોય તો તમે ઓછા ભાવવાળું અને એ રીતે પ્યોરિટીવાળું સોનું પણ ખરીદી શકો છો.

અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.