હમણાં થોડા દિવસો થી એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકોને COVID - 19 વેક્સિન માટે રજીસ્ટર કરવા એક ફેક એપની લીંક આપવામાં આવી રહી છે. આ એપના હેતુ કોરોના રસીનાં રજીસ્ટ્રેશન ને બદલે લોકોનાં ફોનમાં ઇન્સ્ટોલ થયા પછી એસએમએસ (SMS) દ્વારા જાણકારી પ્રાપ્ત કરવાનો છે. આ એપને શરૂમાં covid - 19 નામ આપવામાં આવ્યું હતું ત્યાર બાદ અપડેટ થતાં તેનું નામ Vaccine Register થઈ ગયું. આપણે જાણીએ જ છીએ કે હાલ કોરોના રસીકરણ નાં રજીસ્ટ્રેશન માં સ્લોટ નથી મળી રહ્યા એવામાં ઘણી મૂશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે. જેથી સરળતાથી રજીસ્ટર કરવાની લાલચ દ્વારા સાઇબર ક્રાઈમ ગુનાઓ બનતા જાજો સમય નથી લાગતો.
સાયબર સિક્યોરિટી (Cyber Security) ફર્મ ESET (Essential Security against Evolving Threats) નાં લુકસ સ્ટેફાંકો એ એક મેસેજ દ્વારા ટ્વીટ કર્યું છે કે જે લોકોને કોવિડ -19 ની વેક્સિન માટે રજીસ્ટ્રેશન કરાવવા એક એપ ડાઉનલોડ કરવાની સલાહ આપવામાં આવે છે તે મેસેજ માં લિંક પણ આપવામાં આવી છે. આ એપથી ભારતના લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: Official માહિતી: સરકારે જાહેર કર્યા નવાં કડડ નિયમો, બહાર નિકળતા પહેલાં જાણી લો આ માહિતી
રિચર્સો કહે છે કે એસએમએસ (SMS) માં આપેલી લિંકથી આ ખોટી એપ ડાઉનલોડ થાય છે. ત્યારબાદ ફોનની અંદર આવેલા તમામ કોન્ટેકની જાણકારી ડેટા હેકરો દ્વારા એકસીસ કરવામાં આવે છે. આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતી વખતે પરમિશન પણ માંગે છે જે પરમિશન આપતાની સાથે જ તમારા મોબાઈલ ની બધી જાણકારી હેકર પાસે જતી રહે છે.
શરૂઆત માં આ એપનું નામ COVID 19 હતું જે અપડેટ થતાં Vaccine Register થઈ ગયું, એટલું જ જૂના મોબાઈલ વાપરતા લોકોને પણ ટાર્ગેટ કરી શકાય તે માટે આ એપનુ લાઈટ વર્ઝન પણ બનાવવામાં આવ્યું છે. અમારી તમને સલાહ છે કે તમે આવા કોઈ એસએમએસ નાં સંપર્કમાં ન આવો અને તમારા નજીકના મિત્રોને પણ આવા સમાચાર થી વાકેફ કરો. કોરોના વાયરસ ની વેક્સિન માટે ફકત કોવીન પોર્ટલ, આરોગ્ય સેતુ એપ અને ઉમંગ એપ જ કાર્યરત છે.
આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા What'app ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો, જેથી કોઈ વ્યક્તિ આવી છેતરપિંડીનો શિકાર ન બને. આવી વધારે માહિતી માટે અમારી Khissu એપ્લીકેશન ડાઉનલોડ કરો અને આ માહિતી તમે અમારા Facebook ગ્રુપમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook ગ્રુપ ફોલો કરો.