બેંક એલર્ટ / બેંક ઓફ બરોડા સહિત આ બેંકોના IFSC CODE બદલાયા, ઓનલાઇન પેમેન્ટ માટે કરો આ ફેરફાર

બેંક એલર્ટ / બેંક ઓફ બરોડા સહિત આ બેંકોના IFSC CODE બદલાયા, ઓનલાઇન પેમેન્ટ માટે કરો આ ફેરફાર

 હાલ ઘણી બેંકોને નેટ બેન્કિંગ અને ઑનલાઇન ટ્રાન્જેક્શનને લઈને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં ઘણી બેંકોએ પોતાના IFSC CODE માં બદલાવ કર્યો છે. જેને કારણે ઘણા ખતાધારકોને પોતાનો ઇન્ડીયન ફાયનાંશિયલ સિસ્ટમ કોડ ને દુર કરવો પડશે. કારણ કે જૂના IFSC CODE ની કોઈ માન્યતા નહિ રહે.

તમને જણાવી દઇએ કે જાહેર ક્ષેત્રની સિન્ડિકેટ બેંક, અલ્હાબાદ બેંક, દેના બેંક, યુનાઈટેડ બેંક ઑફ ઈન્ડિયા, વિજિયા બેંક, ઓરિએન્ટલ બેંક ઑફ કોમર્સ, આંધ્રા બેંક અને કોર્પોરેશન બેંકમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ તમામ બેંકોએ સૂચના આપી છે કે બેંક ખાતા ધારકોએ તાત્કાલિક પોતાનો  IFSC CODE બદલી નાખવો. ત્યાર બાદ ઑનલાઇન બેંકિંગ અને ટ્રાન્જેક્શન ની સુવિધામાં કોઈ મુશ્કેલી નહિ થાય. જો કોઈ ખાતા ધારક ઑનલાઇન બેંક ટ્રાન્સફર કરવા માંગે છે તો તેને સબંધિત ઑનલાઇન બેંકિંગ વેબ પોર્ટલ (Online Banking Web Portal) થી પેયી (PAYEES) નાં લીસ્ટ માંથી  બેનેફીશિરી ને કાઢવું પડશે.

ખાતા ધારકો નવા IFSC CODE માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે છે :- પોર્ટલ દ્વારા એકાઉન્ટ હોલ્ડર નવા IFSC કોડ માટે નોંધણી કરાવી શકે છે.જેના માટે ઓનલાઈન પોર્ટલ પર જવું પડશે. ત્યાં જઈને તમામ વિગત ફરીથી ભરવી પડશે.વિગતમાં તમારું નામ, ખાતા નંબર, કોન્ટેક્ટની માહિતી અને બેંક વિશેની માહિતી ભરવી પડશે. આ સિવાય નવા નિયમોને લીધે ફરીથી લીસ્ટ સાથે રજીસ્ટર કરવું પડશે.

આવી રીતે મર્જની દરખાસ્ત આવી :- 30 ઓગસ્ટ 2019 નાં રોજ નાણાં મંત્રી નિર્મલા સીતારામને જાહેર ક્ષેત્રની બેંકો વિશે મોટો ખુલાસો કર્યો હતો. તેમણે 10 બેંકોને મર્જ કરીને 4 બેન્કોની રચના ની ઘોષણા કરી હતી. જેમાં કેનેરા બેંક સાથે સિન્ડિકેટ બેંકનું વિલીનીકરણ, ભારતીય બેંક સાથે અલાહાબાદ બેંકનું વિલય, વિજયા બેંક અને દેના બેંક બંનેનો સમાવેશ બેંક ઓફ બરોડા અંતર્ગત લેવામાં આવી છે.