કપાસમાં આજે મણે રૂા.20 થી 25 ઘટયા હતા. જીનર્સોની ડિસ્પેરિટિ સતત ચાલી આવતી હોઇ મોટાભાગના જીનર્સોએ પૈસા મૂક્યા હોઇ હાલ કોઇને કપાસ ખરીદવામાં રસ નથી તેવું કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું.
કપાસની આવક અત્યાર સુધી સતત વધતી હતી પણ કપાસના ભાવ ઘટતાં આજે આવક ઘટી હતી. કડીમાં મહારાષ્ટ્રના કપાસ વધીને 100 ગાડી આવી રહ્યો છે તેનાથી વધતો નથી વળી છેલ્લા બે થી ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ હોઇ શુક્રવારે કડીમાં માત્ર 25 થી 30 ગાડી જ મહારાષ્ટ્રના કપાસની આવક હતી.મહારાષ્ટ્રના કપાસના કડીમાં રૂા.1550 થી 1625 ભાવ બોલાતા હતા જ્યારે સૌરાષ્ટ્રમાં જીનપહોંચ સુપર કપાસના રૂા.1680 થી 1700 , મિડિયમ કપાસના રૂા.1600 થી 1650 અને હલકા એવરેજ કપાસના રૂા.1400 થી 1500 ભાવ હતા.
ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે કપાસના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અચાનક હવામાન બદલાયુ હતુ અને ઝડપી વેગે પવન ફૂંકાવાથી ખરીફ પાકો જેવા કે મગફળી, ચણા અને કપાસને નુકસાન થયુ હતું. આ સિવાય કેળા, ઘઉં અને કાંદાના પાકને પણ નુકસાન થયુ છે. સૂચિત સ્થળોની એપીએમસીઓએ ખેડૂતોને સલાહ આપી છે કે તેઓ કૃષિ પેદાશોને વેચાણ માટે ન લાવે. ડિસેમ્બરના પહેલા બે દિવસ ગુજરાતમાં હવામાન ખરાબ રહેતા અમૂક ટકા પાકને નુકસાન થયા હોવાનો અંદાજ છે. વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા,
સુરત, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર અને ભાવનગરના જીલ્લાના 89 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે
કપાસના ભાવો:
ઘણી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1700 થી પણ વધુ જોવા મળ્યાં હતાં. જેમાં બાબરા માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ મણે 1740 રૂપિયા જોવા મળ્યો હતો
હવે જાણી લઈએ ગઈકાલના 04 ડીસેમ્બર 2021 ને શનિવારનાં ભાવો :
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 1450 | 1734 |
અમરેલી | 900 | 1711 |
કાલાવડ | 1000 | 1720 |
ગોંડલ | 1060 | 1691 |
જસદણ | 1050 | 1751 |
બોટાદ | 1300 | 1680 |
જામજોધપુર | 1530 | 1700 |
બાબરા | 1450 | 1740 |
જામનગર | 1300 | 1690 |
વાંકાનેર | 950 | 1670 |
મોરબી | 1250 | 1684 |
હળવદ | 1250 | 1670 |
જુનાગઢ | 1400 | 1650 |
ધોરાજી | 1251 | 1686 |
વિછીયા | 1200 | 1660 |
લાલપુર | 1542 | 1701 |
ખંભાળિયા | 1500 | 1688 |
ધનસુરા | 1570 | 1630 |
વિજાપુર | 951 | 1650 |
ગોજારીયા | 1300 | 1660 |
હિંમતનગર | 1461 | 1629 |
કડી | 1100 | 1651 |
મોડાસા | 1530 | 1555 |
થરા | 1450 | 1670 |
સતલાસણા | 1470 | 1651 |