કપાસમાં મણે રૂા.૧૦ થી ૧૫ની તેજી જોવા મળી હતી. સૌરાષ્ટ્રમાં જીનપહોંચ સારી કવોલીટીના કપાસના રૂા.૧૭૦૦ થી ૧૭૫૦, મિડિયમ કવોલીટીના રૂા.૧૬૦૦ થી ૧૬૮૦ અને એવરેજ-હલકા કપાસના રૂા.૧૪૦૦ થી ૧૪૫૦નો ભાવ હતો. કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ડિસેમ્બર મહિનામાં લગભગ તમામ જીનો ખાલી હોઇ તેવું વર્ષો પછી જોવા મળ્યું છે. કપાસની આવક દિવસેને દિવસે ઘટી રહી છે તે બતાવે છે કે આ વર્ષે કપાસનો ક્રોપ ઘણો જ ઓછો થયો છે. ગુલાબી ઇયળના ઉપદ્રવને કારણે મોટાભાગના ખેડૂતોએ કપાસ કાઢીને ચણા, રાયડો અને ઘઉંનું વાવેતર કરી દીધું હોઇ આખો દેશના ક્રોપ ૨.૭૫ થી ૨.૮૦ કરોડ ગાંસડીથી વધુ થવાની કોઇ શક્યતા દેખાતી નથી.
કપાસના ભાવ ઊંચામાં રૂા.૧૭૦૦ હોય ત્યારે ખેડૂત ઘરમાં કપાસ રાખે નહીં અને વેપારી કે સ્ટોકીસ્ટો આ ભાવે કપાસનો સ્ટોક કરવાનો નથી તો પણ કપાસની આવક ઓછી હોઇ અને ડિસેમ્બરમા એકેય જીનમાં ૫૦૦ થી ૭૦૦ ગાંસડીથી વધુનો કપાસ પડયો નથી તે શું બતાવે છે ? દર વર્ષે કપાસનો ઓછો ક્રોપની ખેડૂતો બૂમરાણ મચાવે ત્યારે વેપારીઓ માનતાં નથી પણ આ વર્ષે ખેડૂતોની ઓછા ઉતારાની બુમરાણ અત્યારે બજારમાં સ્પષ્ટ દેખાઇ રહી છે.
મોટા ભાગના વિસ્તારોમાં કપાસની એક થી બે વીણી થઇ ગઈ છે. હવે સરેરાશ સારી ક્વોલીટીનો કપાસ બજારમાં ઠલવાઈ ગયો છે. હવે જે કપાસ બજારમાં આવશે તે મધ્યમ તથા નબળી ક્વોલીટીનો હશે. જો કે નિષ્ણાંતોનું કહેવું છે કે જાન્યુઆરી મહિનામાં કપાસના ભાવ ઘટશે. હાલ ખેડૂતોને કપાસના સારા એવા ભાવ મળી રહ્યા છે તો કપાસ વેંચવામાં નફો છે.
આ વખતે માવઠાઓને કારણે કપાસમાં રોગનું પ્રમાણ પણ વધ્યું છે. પાકમાં ગુલાબી ઈયળો આવવાનું શરુ થઇ ગયું છે. જો કે આગામી સમયમાં ભાવ કેવા વધશે કે ઘટશે તેનો આધાર ફક્ત બજાર પર રહેલો છે.
કપાસના ભાવો:
ઘણી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1750 થી પણ વધુ જોવા મળ્યાં હતાં. જેમાં કાલાવડ માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ મણે 1801 રૂપિયા જોવા મળ્યો હતો
હવે જાણી લઈએ 06 ડીસેમ્બર 2021 ને મંગળવારનાં ભાવો :
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 1510 | 1760 |
અમરેલી | 900 | 1765 |
ગોંડલ | 1001 | 1761 |
જસદણ | 1350 | 1765 |
મહુવા | 1000 | 1751 |
ભાવનગર | 1100 | 1748 |
તળાજા | 900 | 1751 |
હારીજ | 1300 | 1702 |
કુકરવાડા | 980 | 1730 |
કાલાવડ | 1300 | 1801 |
મોડાસા | 1530 | 1570 |
તલોદ | 1631 | 1660 |
બોટાદ | 1000 | 1140 |
જામજોધપુર | 1565 | 1765 |
બાબરા | 1450 | 1760 |
જામનગર | 1400 | 1770 |
વાંકાનેર | 950 | 1717 |
મોરબી | 1455 | 1757 |
હળવદ | 1251 | 1731 |
જુનાગઢ | 1500 | 1672 |
ધોરાજી | 1496 | 1766 |
વિછીયા | 1100 | 1740 |
લાલપુર | 1512 | 1751 |
ધનસુરા | 1400 | 1670 |
વિજાપુર | 1000 | 1738 |
ગોજારીયા | 1400 | 1717 |
હિંમતનગર | 1501 | 1679 |
કડી | 1521 | 1715 |
મોડાસા | 1530 | 1570 |
થરા | 1450 | 1711 |
મોડાસા | 1530 | 1570 |