નવા કપાસની આવકોનો સત્તાવાર પ્રારંભ થઇ ગયો છે, અગ્રણી બ્રોકરોએ કહ્યું હતું કે, અત્યારની સ્થિતિ જોઇને લાગી રહ્યું છે કે, બજાર ઊંચામાં ટકશે નહીં, મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારમાં ગત સાલ કરતા કપાસનું વાવેતર 30 ટકા ઓછું છે. એવું લાગી રહ્યું છે કે, જેમ જેમ નવા કપાસની આવકો વધશે તેમ તેમ બજાર ઘટશે. ગામડે બેઠેલા ખેડૂતો કપાસ હવાવાળો હોય, ભેજવાળો હોય તેવા કિસ્સામાં વાડીએથી સીધો જ બજારમાં યાર્ડોમાં ઠાલવી રહ્યા છે, બીજી તરફ ઉત્તમ ક્વોલિટીના કપાસમાં હજુ મજબૂત પક્કડ દેખાઇ રહી છે.
કપાસ બજારમાં મંગળવારે બજાર થોડી સુધરી હતી. મહારાષ્ટ્રમાં ખાનદેશ બાદ હવે ઘાટ વિસ્તાર કે જે મરાઠાવાડ તરીકે ઓળખાઇ છે ત્યાંથી પણ નવા કપાસની આવકો શરૂ થઇ ગઇ છે. આજે ગુજરાતમાં મહારાષ્ટ્રમાંથી કપાસની કુલ 200 ગાડીની આવક હતી, તો લોકલ સ્તરે કપાસની 150 થી 170 ગાડીની આવકો હતો. જીનવાળાઓ દ્વારા ધીમી ગતિએ ખરીદી કરવાનું જારી છે, હાલ કપાસની ગુણવત્તા સુધરી રહી હોવાથી ખરીદીનું પ્રમાણ સુધરી રહ્યું છે. બ્રોકરો કહે છે કે, આજે સવારે ઠંડુ હતું, બપોર બાદ વાયદાઓ સુધરતા બજાર સારી થઇ હતી.
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા બેથી ત્રણ દિવસથી તામિલનાડુના વેપારીઓ મગફળી અને કપાસની ખરીદી અર્થે આવી રહ્યાં છે. હરરાજીમાં ખેડૂતોને મગફળીના 1360 રૂપિયા મણ દીઠ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે હાપા માર્કેટિંગ યાર્ડમાં જ જોવા મળતી 66 નંબર અને 9 નંબરની મગફળીની ખરીદી કરવા માટે છેક તામિલનાડુથી વેપારીઓ દર વર્ષે જામનગર આવે છે. મગફળી અને કપાસનો સારો ભાવ મળતાં ખેડૂતો આ વર્ષ સફળ જશે તેવું અનુમાન લગાવી રહ્યાં છે.
બીજી બાજુ હજુ પણ સતત કપાસ અને મગફળીની આવક શરૂ જ છે ત્યારે આગામી થોડા દિવસ હાપા માર્કેટિંગ યાર્ડમાં મોટાપ્રમાણમાં મગફળી અને કપાસથી છલકાયેલું રહેશે. જામનગર યાર્ડમાં પણ છેલ્લા એકાદ સપ્તાથી કાચા કપાસની વિપુલ આવકો થવા લાગી હોઇ, યાર્ડ એક તબક્કે કપાસથી ઉભરાયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. યાર્ડના સેક્રેટરી હીતેષભાઇ પટેલે વિશ્વાસ સાથે એવું પણ કહી રહ્યા છે કે, અમારા જામનગર યાર્ડમાં કાચા કપાસનો સૌથી ઊંચો ગણી શકાય તેવો પ્રતિ મણનો રૂ.1805નો ભાવ બોલાયો છે.
કપાસના ભાવો:
આજે ઘણી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1700 થી પણ વધુ જોવા મળ્યાં હતાં. જેમાં બોટાદ માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ મણે 1780 રૂપિયા જોવા મળ્યો હતો
હવે જાણી લઈએ આજનાં 20 ઓક્ટોબર 2021 ને બુધવાર નાં ભાવો :
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 1000 | 1740 |
જસદણ | 1000 | 1650 |
બોટાદ | 900 | 1780 |
જામજોધપુર | 825 | 1775 |
ભાવનગર | 1020 | 1586 |
જામનગર | 1200 | 1755 |
બાબરા | 1430 | 1670 |
મોરબી | 1050 | 1700 |
હળવદ | 1101 | 1628 |
વિસાવદર | 965 | 1595 |
તળાજા | 700 | 1690 |
ઉપલેટા | 800 | 1840 |
વિછીયા | 800 | 1620 |
ભેસાણ | 1000 | 1710 |
લાલપુર | 1180 | 1701 |
ખંભાળિયા | 1425 | 1616 |
ધ્રોલ | 1251 | 1654 |
પાલીતાણા | 1100 | 1600 |
હારીજ | 1300 | 1390 |
ધનસુરા | 1400 | 1660 |
વિસનગર | 900 | 1692 |
વિજાપુર | 1050 | 1686 |
માણસા | 1000 | 1700 |
કડી | 1201 | 1700 |
પાટણ | 1150 | 1643 |
થરા | 1350 | 1635 |
સિદ્ધપુર | 1000 | 1662 |
ચાણસ્મા | 1035 | 1690 |
ઉનાવા | 1001 | 1711 |
શિહોરી | 1345 | 1625 |
ઇકબાલગઢ | 1200 | 1499 |
સતલાસણા | 1370 | 1590 |
આંબલીયાસણ | 1052 | 1601 |