યાર્ડમાં ખેડુતોની હાલત દયનીય, ભાવની સામે કેટલો ખર્ચ? શું છે કપાસના ભાવ ?

યાર્ડમાં ખેડુતોની હાલત દયનીય, ભાવની સામે કેટલો ખર્ચ? શું છે કપાસના ભાવ ?

ચોમાસાની અનિયમિતતા અને વાતાવરણમાં થતા ફેરફારો તેમજ રોગચાળાના કારણે આ વર્ષે સ્થાનીકે કક્ષાએ કપાસનું ઉત્પાદન ઓછું થયું છે. જેને લઈને ખેડૂતો મુંજાયા છે. ભાવ પણ ગત વર્ષની સરખામણીમાં 1 મણએ 700 જેટલો ઘટાડો થવાથી ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.

બીજીબાજુ બ્રાઝીલ જેવા દેશમાં કપાસના મબલખ ઉત્પાદનને કારણે ત્યાંનો માલ ચીનમાં સસ્તામાં વહેંચાતો હોઈ ભારતના માલની માંગ ઓછી રહેવાથી ખેડૂતોને નુકસાની થવા પામી છે. ત્યારે હવે આગામી દિવસોમાં ખેડૂતો કપાસ ના પાક ના બદલે અન્ય પાકો તરફ દોટ મુકશે તેમ મનાઈ રહ્યું છે.

યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી. આજે કપાસના ભાવ 1400 ભાવ થયા છે. આમ તો ગત વર્ષમાં વાવાઝોડું અને પાછોતરા વરસાદના કારણે કપાસને ભારે નુકસાન થતા ઉત્પાદન ઓછું થયું એક તરફ ઉત્પન્નમાં ઘટાડો અને બીજીબાજુ ભાવ પણ નીચા બેસી જતા ખેડૂતો પાયમાલ થઇ રહ્યાં છે. ભાવનગર જિલ્લામાં ચાલુ સીઝનમાં કપાસનું વાવેતર 2.50 લાખ હેકટરમાં થવા પામ્યુ હતું. આ વર્ષે ઉત્પાદનમાં ભારે ઘટાડા વચ્ચે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો નારાજ છે.

ઉત્પાદનમાં થતા ખર્ચની વિગત
કપાસ માં 1 વીઘે ઉતારો આવે છે 20 મણ
1 થેલી ડીએપી ખાતર 1300 રૂપિયા
દવા બિયારણ 1 વીઘે 300 રૂપિયા
વિણાટ નું કામ 1 વ્યક્તિ નું 1 મણે ખર્ચ 200
વાડી થી યાર્ડ નું ભાડું 225 રૂપિયા
યુરિયા ખાતર 1 થેલી 600 રૂપિયા ( 3 વખત નાખવી પડે સીઝન માં )
4 માણસ ની મજૂરી રોજના 2000 રૂપિયા
(4 મહિના કામ ચાલે )

કપાસના બજાર ભાવ (Today 24/11/2023 Cotton Apmc Rate) :

તા. 23/11/2023, ગુરૂવારના કપાસના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ14001518
અમરેલી11201477
સાવરકુંડલા13251471
જસદણ13501500
બોટાદ13801536
ગોંડલ13011496
કાલાવડ14001510
જામજોધપુર14011526
ભાવનગર13751440
જામનગર13501540
બાબરા14001535
જેતપુર12001472
વાંકાનેર12501518
મોરબી13501520
રાજુલા13011471
હળવદ13001492
વિસાવદર13801496
તળાજા13211445
બગસરા13001508
જુનાગઢ13501464
ઉપલેટા13001460
માણાવદર14001585
ધોરાજી13711456
વિછીયા13801445
ધારી13521491
લાલપુર13861470
ખંભાળિયા13701481
ધ્રોલ12701495
પાલીતાણા13111425
હારીજ13801464
ધનસૂરા12001400
વિજાપુર12501515
કુકરવાડા13701458
ગોજારીયા13501451
હિંમતનગર13511467
માણસા13001446
કડી13801473
પાટણ13501467
થરા13501485
તલોદ13481425
સિધ્ધપુર14101470
ડોળાસા12611501
ટિંટોઇ13401420
દીયોદર13801425
બેચરાજી13401416
ગઢડા13601496
ઢસા13601446
કપડવંજ12751300
ધંધુકા12901473
વીરમગામ12951500
ચાણસમા13291432
ભીલડી13001398
ખેડબ્રહ્મા13901475
ઉનાવા12001462
શિહોરી13141445
લાખાણી13701428
ઇકબાલગઢ13501450
સતલાસણા13001393