કપાસમાં કવોલીટી વેરિએશન મોટેપાયે વધી ગયું હોઇ ભાવનો ગાળો પણ મોટો થયો છે. સોમવારે કપાસના ભાવ લગભગ ટકેલા હતા. લોકલ કપાસના સારી કવોલીટીના જીનપહોંચ રૂા.૧૯૫૦ થી ૧૯૫૫ અને મહારાષ્ટ્રના સારી કવોલીટીના કપાસના .૧૯૦૦ બોલાતા હતા. સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે હવે પાછળી વીણી અને ફરધર કપાસની આવક વધુ હોઇ કવોલીટી વેરિએશન બહુ જ મોટું થયું છે. હાલ જીનોને રૂા.૧૪૦૦ થી ૧૯૫૦ સુધીનો કપાસ મળે છે. ઉતારા અને કોડીનું વેરિએશન મોટું છે. સૌરાષ્ટ્રના કેટલાંક સેન્ટરોમાંથી હજુ ૩૭ના ઉતારાના કપાસ પણ મળી રહે છે તો મહારાષ્ટ્રમાં હવે ૩૩ થી ૩૪થી વધુ ઉતારા મળતાં નથી. કડીમાં પણ કપાસના ભાવ ટકેલા હતા.
આ પણ વાંચો: બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે મોટાં સમાચાર: 1લી તારીખથી બેંકના નવા નિયમો લાગુ
સીંગતેલમાં ઘરાકીનાં અભાવે ભાવ ઘટ્યાં હોવાથી પિલાણ ક્વોલિટીની મગફળીમાં બજારો ડાઉન હતાં. જૂનાગઢ બાજુ ખાંડીએ રૂ.૨૦૦થી ૩૦૦ ઘટ્યાં હતાં, જ્યારે પીઠાઓમાં મગફળીનાં ભાવ સરેરાશ પાંચ રૂપિયાથી લઈને ૧૫ રૂપિયા સુધીનો ઘટાડો હતો. જોકે સારી ક્વોલિટીનાં ભાવ ટકી રહ્યાંહતાં. ઉનાળુ બિયારણમાં ચાલે તેવી મગફળીનાં બજારો પણ સારા હતા. વેચવાલી ઘટી ગઈ છે અને ગોંડલ જેવા પીઠાઓમાં પણ હવે હવે ૨૦થી ૨૫ હજાર ગુણીએ આવીને હવે અટકવા લાગી છે. આગામી દિવસોમાં આવકો હજી ઘટે તેવી સંભાવનાં દેખાય રહી છે.
વેપારીઓ કહે છે કે મગફળીની સિઝન પૂરી થવામાં છેઅને સરકારી ખરીદી મોટા ભાગે બિનસત્તાવાર રીતે પૂરી થઈ ગઈ છે. સરકારને ખાસ માલ પડ્યો નથી, પરિણામે નવીસિઝનમાં નાફેડની મગફળી બજારમાં બહુ આવે તેવી સંભાવનાં ઓછી છે.
વિસાવદર માર્કેટ યાર્ડ :
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1572 | 1966 |
ઘઉં | 360 | 430 |
એરંડા | 750 | 976 |
તલ | 1800 | 2046 |
ચણા | 765 | 2046 |
મગફળી જાડી | 865 | 921 |
ડુંગળી | 55 | 1121 |
લસણ | 73 | 331 |
સોયાબીન | 1014 | 191 |
ધાણા | 1450 | 1206 |
તુવેર | 1050 | 1746 |
તલ કાળા | 2025 | 1200 |
મગ | 1200 | 1416 |
સિંગદાણા | 1080 | 1236 |
હળવદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1551 | 1980 |
મગફળી | 801 | 1172 |
ઘઉં | 400 | 437 |
જીરું | 3000 | 3351 |
એરંડા | 1210 | 1245 |
તલ | 1800 | 2199 |
ગુવાર | 1000 | 1201 |
ધાણા | 1500 | 1770 |
તુવેર | 100 | 1162 |
અડદ | 400 | 1095 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 2056 |
જીરું | 2400 | 3461 |
ઘઉં | 404 | 446 |
એરંડા | 1001 | 1216 |
તલ | 1551 | 2231 |
ચણા | 801 | 941 |
મગફળી જીણી | 811 | 1156 |
મગફળી જાડી | 800 | 1186 |
લસણ | 151 | 421 |
સોયાબીન | 1050 | 1246 |
તુવેર | 976 | 1301 |
મગ | 1000 | 1481 |
અડદ | 401 | 1341 |
મરચા સુકા | 651 | 3301 |
ઘઉં ટુકડા | 406 | 500 |
શીંગ ફાડા | 800 | 1411 |
આ પણ વાંચો: એક બે નહીં 6 પ્રકારના હોય છે સેવિંગ્સ એકાઉન્ટ, જાણો ક્યું છે તમારા માટે બેસ્ટ
આ પણ વાંચો: ચૂંટણીની શાહી કેમ ભૂંસી શકાતી નથી? જાણો કારણ
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 1400 | 1875 |
ઘઉં ટુકડા | 410 | 449 |
ચણા | 750 | 959 |
અડદ | 1150 | 1281 |
તુવેર | 1100 | 1303 |
મગફળી ઝીણી | 800 | 1042 |
મગફળી જાડી | 750 | 1137 |
સિંગફાડા | 1050 | 1280 |
તલ | 1750 | 2122 |
તલ કાળા | 1800 | 2440 |
ધાણા | 1500 | 2100 |
મગ | 1150 | 1325 |
સોયાબીન | 1050 | 1318 |
અજમો | - | - |
બોટાદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1278 | 2021 |
મગફળી | 850 | 1080 |
ઘઉં | 417 | 477 |
જીરું | 2500 | 3345 |
એરંડા | 1111 | 1195 |
તલ | 1850 | 2170 |
બાજરો | 300 | 426 |
ચણા | 850 | 885 |
વરીયાળી | 1570 | 1651 |
જુવાર | 59 | 603 |
તુવેર | 830 | 1251 |
તલ કાળા | 1700 | 2621 |
મેથી | 1000 | 1100 |
મઠ | 1675 | 1750 |
રાજકોટ માર્કેટ યાર્ડ:.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1400 | 2000 |
ઘઉં લોકવન | 407 | 431 |
ઘઉં ટુકડા | 413 | 480 |
જુવાર સફેદ | 361 | 590 |
બાજરી | 310 | 425 |
તુવેર | 1050 | 1232 |
મગ | 1000 | 1451 |
મગફળી જાડી | 901 | 1122 |
મગફળી ઝીણી | 891 | 1090 |
એરંડા | 1186 | 1230 |
અજમો | 1341 | 2060 |
સોયાબીન | 1190 | 1300 |
કાળા તલ | 1811 | 2451 |
લસણ | 210 | 360 |
ધાણા | 1600 | 1810 |
મરચા સુકા | 950 | 3150 |
જીરૂ | 2930 | 3350 |
રાય | 1450 | 1603 |
મેથી | 1050 | 1200 |
ઈસબગુલ | 1680 | 2105 |
ગુવારનું બી | 1180 | 1204 |
મોરબી માર્કેટ યાર્ડ:
`વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1350 | 1966 |
ઘઉં | 417 | 471 |
જીરું | 2340 | 3250 |
ચણા | 696 | 892 |
તલ | 1320 | 2100 |
મગફળી ઝીણી | 650 | 1250 |
તલ કાળા | 1340 | 2233 |
અડદ | 460 | 1216 |