સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે કપાસનું વાવેતર સારા એવા પ્રમાણમાં થયુ હતું. પરંતુ વાતાવરણ અને કપાસમાં પડતી જીવાત અને પાકના રોગચાળાને લઈને કપાસના વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેને લઈને આ વખતે ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ આ સાથે જ કપાસના ભાવ પણ તળીએ બેસી જવાથી ખેડુતોની હાલત હાલ કફોડી બની છે.
આ પણ વાંચો: કામની વાત/ હવે સસ્તામાં ઘર ખરીદવાનો મોકો! તમે પણ લઈ શકો છો લાભ, જાણો કંઈ રીતે?
કોરોનાને લઈને ચાઈનામાં કપાસની નિકાસ ઘટી છે. અને બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજાર નબળું પડવાને લઈને પણ કપાસની ખરીદી ઘટી ગઈ છે જેના કારણ માર્કેટિંગ યાર્ડમાં કપાસ લઈને આવતા ખેડૂતોનો ઘસારો જોવા મળી રહ્યો નથી. ગત વર્ષની સરખામણીએ આ વખતે 400 થી 600 રૂપિયાનો પ્રતિ મણ ભાવ ઘટાડો થયો છે.
ગત વર્ષે આ સમયે કાચા કપાસના પ્રતિ મણના રૂ.2800ના ભાવ બોલાયા હતા, જે જોઇ ખેડૂતો આ વર્ષે કપાસના વાવેતર તરફ બરાબરના આકર્ષાતા રાજ્યમાં આ સાલ 'વ્હાઇટ ગોલ્ડ'નું વાવેતર વધી 25.29 લાખ હેક્ટરમાં નોંધાયું છે. પરંતુ આ સાલ બન્યું એવું છે કે, આ સાલ જીનર્સો દ્વારા કપાસમાં ખરીદીમાં મંદ ઉત્સાહ વચ્ચે કપાસના ભાવ સતત ગગડી રહ્યા હોઇ, ચૂંટણી બાદ કપાસના ભાવ ઘટી પ્રતિ મણના રૂ.1800થી પણ ઓછા બોલાતા ખેડૂતોમાં જબરો રોષ જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોના મતાનુંસાર આંતરરાષ્ટ્રીય બજારમાં રૂના ભાવમાં થઇ રહેલી વધઘટ વચ્ચે ડીસ્પેરિટીને કારણે જીનર્સો કપાસની ખરીદીને લઇને નિરૂત્સાહ જોવા મળી રહ્યા હોવાથી ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી. હાલ ખેડૂતો આ ભાવે કપાસ વેચવા ઉત્સાહીત ન હોઇ, માર્કેટિંગ યાર્ડોમાં ગામડાંઓમાંથી આવતા કપાસની આવકો સતત ઘટવા લાગી છે.
આ પણ વાંચો: આ સસ્તું હીટર લગાવતાની સાથે જ ઠંડીમાં ઘટાડો! હોલસેલ નાં ભાવે ઉપલબ્ધ
કપાસની ખેતી પાછળ એક વિઘા દીઠ 15000 રૂપિયાનો ખર્ચે સાથે મોંઘીદાટ દવાઓ, મજૂરી, મજૂરીના એક મણના 200 રુપિયા…તો માર્કેટ સુધી લાવવાનો ખર્ચ 1500 રુપિયા, એમ ખેડૂતોને કપાસ પાછળ અધધ ખર્ચ થઈ રહ્યો છે. સામે જે ભાવ મળે છે તે પણ પુરતો નથી, જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે.
કપાસના બજાર ભાવ (24/12/2022)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1575 | 1680 |
અમરેલી | 1090 | 1673 |
સાવરકુંડલા | 1550 | 1655 |
જસદણ | 1400 | 1650 |
બોટાદ | 1575 | 1746 |
મહુવા | 1435 | 1663 |
ગોંડલ | 1541 | 1676 |
કાલાવડ | 1600 | 1663 |
જામજોધપુર | 1450 | 1650 |
ભાવનગર | 1452 | 1641 |
જામનગર | 1260 | 1680 |
બાબરા | 1600 | 1715 |
જેતપુર | 1200 | 1671 |
વાંકાનેર | 1300 | 1649 |
મોરબી | 1525 | 1691 |
રાજુલા | 1400 | 1651 |
હળવદ | 1500 | 1692 |
વિસાવદર | 1570 | 1676 |
તળાજા | 1300 | 1645 |
બગસરા | 1400 | 1666 |
જુનાગઢ | 1400 | 1630 |
ઉપલેટા | 1500 | 1620 |
માણાવદર | 1550 | 1690 |
ધોરાજી | 1416 | 1651 |
વિછીયા | 1580 | 1665 |
ભેસાણ | 1500 | 1664 |
ધારી | 1305 | 1682 |
લાલપુર | 1585 | 1689 |
ખંભાળિયા | 1540 | 1660 |
ધ્રોલ | 1406 | 1639 |
પાલીતાણા | 1460 | 1645 |
સાયલા | 1620 | 1700 |
હારીજ | 1585 | 1691 |
ધનસૂરા | 1500 | 1560 |
વિસનગર | 1400 | 1677 |
વિજપુર | 1480 | 1690 |
કુંકરવાડા | 1560 | 1652 |
ગોજારીયા | 1610 | 1665 |
હિંમતનગર | 1521 | 1699 |
માણસા | 1450 | 1662 |
કડી | 1541 | 1666 |
મોડાસા | 1550 | 1570 |
પાટણ | 1451 | 1680 |
થરા | 1600 | 1620 |
તલોદ | 1531 | 1592 |
સિધ્ધપુર | 1561 | 1694 |
ડોળાસા | 1510 | 1628 |
દીયોદર | 1600 | 1660 |
બેચરાજી | 1580 | 1630 |
ગઢડા | 1585 | 1665 |
ઢસા | 1550 | 1625 |
કપડવંજ | 1350 | 1400 |
ધંધુકા | 1620 | 1668 |
વીરમગામ | 1450 | 1675 |
ચાણસ્મા | 1500 | 1680 |
ભીલડી | 1300 | 1650 |
ઉનાવા | 1351 | 1687 |
શિહોરી | 1630 | 1670 |
લાખાણી | 1500 | 1649 |
સતલાસણા | 1550 | 1620 |