કપાસનાં ભાવમાં મણે 50 રૂપિયાનો ઘટાડો, જાણો આજના બજાર ભાવ તેમજ ડુંગળી સર્વે

કપાસનાં ભાવમાં મણે 50 રૂપિયાનો ઘટાડો, જાણો આજના બજાર ભાવ તેમજ ડુંગળી સર્વે

કપાસમાં બજાર 50 રૂપિયા ઠંડુ હતું. સૌરાષ્ટ્રના પીઠાઓમાં 1.01 લાખ મણની આવકો નોંધાઇ હતી. પ્રતિ મણનો ભાવ રૂ.850 થી 2140 સુધીનો બોલાયો હતો. મહારાષ્ટ્રમાંથી કપાસની માત્ર 25-30 ગાડી, મેઇનલાઇનમાંથી 25-30 સાધનો અને લોકલની 50-60 ગાડીઓ સાથે કુલ 200-250 વાહનોની આવકો નોંધાઇ હતી. 

મહારાષ્ટ્રના કપાસના રૂ.1950-1960, મેઇનલાઇનના 1800-1875 અને લોકલના રૂ.1980-1990ના ભાવ બોલાયા હતા. અગ્રણી બ્રોકરો જણાવે છે કે, હાલ કપાસની ખરીદીમાં જીનર્સોમાં જરા પણ ઉત્સાહ દાખાતો નથી. આંતરરાષ્ટ્રીય ઇફેક્ટ વચ્ચે રૂની ગાંસડી, કપાસિયા, ખોળ સહિતની ચીજોમાં ભાવ ગગડ્યા હોવાથી જીનર્સોની ખરીદીમાં પણ ઓટ દેખાઇ રહી છે.

દેશમાં ડુંગળીની આયાત-નિકાસની નીતિમાં વારંવાર બદલાવને કારણે ડુંગળીની અછત સર્જાય છે અને ભાવ પણ ગમે ત્યારે વધી જાય છે. આવી સ્થિતિને ટાળવા માટે કેન્દ્ર સરકાર હવે એક્શનમાં આવી છે અને નવા રસ્તો અપનાવવાની તૈયારીઓ કરી રહી છે.

કેન્દ્ર સરકારે ડુંગળીનું ઉત્પાદન વધારવાનાં હેતુંસર દેશમાં જે રાજ્ય-વિસ્તારમાં ડુંગળીનું વાવેતર જ થતું નથી એવા વિસ્તારમાં ખેડૂતને ડુંગળીનું વાવેતર કરવા માટે પ્રેરણા આપશે અને એ દીશામાં આગળ વધીને પૂરવઠો વધારવાનું આયોજન ધરાવે છે.

દેશમાં ડુંગળીનું મુખ્યત્વે વાવેતર મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવેતર થાય છે. આ રાજ્યો દેશનાં તમામ રાજ્યની માંગ પૂર્ણ કરે છે. તાજેતરમાં મધ્યપ્રદેશમાં પણ ડુંગળીનાં વાવેતર વિસ્તારમાં ૫૦ ટકા જેવો વધારો છેલ્લા ચાર વર્ષમાં જોવા મળ્યો છે. પરિણામે ત્યાંની માંગ ઘટી ગઈ છે. કેન્દ્ર સરકાર હવે દેશનાં બીજા રાજ્યોમાં પણ ડુંગળીનું વાવેતર થાય એ માટે પ્રયાસ કરી રહી છે. ઉત્તર પ્રદેશમાં અમુક ખેડૂતો ડુંગળીનું વાવેતર કરવા માટે તૈયાર પણ થયા છે.

લદાખમાં પણ ખેડૂતોને કોમર્શિયલ ધોરણે ડુંગળીનું વાવેતર કરવા માટે પ્રેરાણ આપવાનું સરકારનું આયોજન છે તેમ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચનાં ડેપ્યુટી ડિરેકટર જનરલ એ.કે.સિંઘે જણાવ્યું હતું.દેશમાંથી ડુંગળીની નિકાસ ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં કુલ ૧૧.૭૩લાખ ટનની થઈ છે જ્યારે આયાત ૨૬૮૭૦ ટનની થઈ છે. ગત વર્ષે સમગ્ર વર્ષ દરમિયાન નિકાસ કુલ ૧૫.૮૯ લાખ ટન અને આયાત ૬૬૩૫૧ ટનની થી હતી. ૨૦૧૯-૨૦માં ભારતે વિક્રમી ૧.૪૨ લાખ ટન ડુંગળીની આયાત કરી હતી અને નિકાસ ૧૧.૫૩ લાખ ટનની કરી હતી.

જસદણ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1500

2130

ઘઉં 

370

415

જીરું 

2400

4050

એરંડા 

1000

1300

તલ 

1200

2065

બાજરો 

300

395

ચણા 

850

885

મગફળી જાડી 

1115

1225

લસણ 

150

150

જુવાર 

400

600

સોયાબીન 

1100

1340

ધાણા 

1300

1975

તુવેર  

1000

1156

તલ કાળા 

1300

2185

મગ 

900

1300

મેથી 

1000

1265

રાઈ 

1050

1205

સિંગ'દાણા 

1100

1500

મરચા સુકા 

1500

2880

ઘઉં ટુકડા 

370

466

કળથી 

300

300 

 

 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

360

427

ઘઉં ટુકડા 

400

488

બાજરો 

300

408

ચણા 

800

915

અડદ 

800

1280

તુવેર 

1100

1271

મગફળી ઝીણી 

900

1148

મગફળી જાડી 

750

1182

સિંગફાડા 

1300

1538

એરંડા 

1100

1345 

તલ 

1500

2000

તલ કાળા 

1500

2200

જીરું 

3000

3600

ઇસબગુલ 

1895

1895

ધાણા 

1450

2176

મગ 

1000

1345

સોયાબીન 

1300

1506

મેથી 

850

850

કાંગ 

400

500

મોરબી  માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1501

2025

ઘઉં 

34

460

જીરું 

2340

4000

એરંડા 

1272

1348

રાયડો 

1000

1222

ચણા 

700

926

મગફળી ઝીણી 

900

1108

ધાણા 

1000

1650

તુવેર 

1052

1167

અડદ 

500

1048

રાઈ 

950

1130

ગુવારનું બી 

  

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1680

2100

ઘઉં લોકવન 

403

462

ઘઉં ટુકડા 

405

500

જુવાર સફેદ 

445

621

જુવાર પીળી 

311

370

બાજરી 

290

430

તુવેર 

1100

1225

ચણા પીળા 

880

906

અડદ 

700

1400

મગ 

1126

1451

વાલ દેશી 

830

1350

વાલ પાપડી 

1550

1805

ચોળી 

950

1680

મઠ 

1300

1750

કળથી 

750

1005

સિંગદાણા 

1550

1700

મગફળી જાડી 

965

1215

મગફળી ઝીણી 

890

1140 

સુરજમુખી 

850

1005

એરંડા 

1291

1350

અજમો 

1550

2340

સુવા 

980

1205

સોયાબીન 

1300

1428

સિંગફાડા 

1300

1550

કાળા તલ 

1900

2500

લસણ 

120

450

ધાણા 

1450

2550

મરચા સુકા 

1000

2750

જીરું 

3550

4025

રાઈ 

1050

1125

મેથી 

1020

1330

ઇસબગુલ 

1750

2305

રાયડો 

1100

1260

હળવદ માર્કેટ યાર્ડ :

વિગત

નીચો ભાવ 

ઊંચોભાવ

કપાસ

1410

2006

મગફળી

900

1125

ઘઉં

380

424

જીરું

3300

4035

એરંડા 

1340

1373

ધાણા 

1500

2710

રાઇ

1051

1150  

મેથી 

1201

1292

સોયાબીન 

1272

1292