કપાસના ભાવમાં સતત પાંચમાં દિવસે ઘટાડો, જાણો આજના ગુજરાત માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ

કપાસના ભાવમાં સતત પાંચમાં દિવસે ઘટાડો, જાણો આજના ગુજરાત માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ

કપાસમાં સતત પાંચમા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસમાં મણે રૂા.,૧૫ થી ૨૦ અને હલકા-મિડિયમ કપાસમાં મણે રૂા.૪૦ થી ૫૦નો ઘટાડો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યુંહતું કે કપાસનો બોજો તમામ જીનોમાં લાંબા સમયથી વધી રહ્યો છે પણ રૂ અને કપાસિયા ખપતાં હોઇ તમામ જીનો કપાસની ખરીદી કરી રહ્યા હતા પણ હવે વાયદા ઘટતાં રૂ ખપતું નથી અને કપાસિયાખોળની લેવાલી ધીમી પડતાં કપાસિયા પણ ખપતાં નથી આથી જીનોને હવે કપાસનો બોજો દેખાવા લાગ્યો છે અને રૂ ખપતું ન હોઇ નાણાભીડ દિવસેને દિવસે વધી રહી છે. 

આ સંજોગોમાં કોઇને કપાસ ખરીદવો નથી. જીનપહોંચ સારી કવોલીટી કપાસના રૂા.૨૦૦૦ થી ૨૦૧૦ બોલાતા હતા પણ હલકી કવોલીટીના કપાસના ભાવ રૂા.૧૬૦૦ની નીચે ઉતરી ગયા હતા અને મિડિયમ કપાસના રૂા.૧૮૦૦થી ઉપર કોઇ લેવાલ નહોતા. મહારાષ્ટ્રના કપાસના ઊંચામાં રૂા.૧૯૭૦ જ બોલાતા હતા. કડીમાં પણ કપાસમાં સતત પાંચમા દિવસે રૂા.૧૫ થી ૨૦ ઘટયા હતા. 

મહારાષ્ટ્રના કપાસની આવક ઘટીને ૧૦૦ ગાડી અને કાઠિયાવાડના કપાસની ગાડી પણ ૧૦૦ જ રહી હતી. મહારાષ્ટ્રના કપાસના ઊંચામાં રૂા.૧૯૭૦ અને કાઠિયાવાડના કપાસના ઊંચામાં રૂા.૨૦૦૦ બોલાતા હતા.

કૃષિ ક્ષેત્રમાં છેલ્લા ઘણાં સમયથી બધું ઓન-લાઇન થઇ ગયું છે. એ બાબતની ખેડૂતોને રાજ્ય અને કેન્દ્ર દ્રારા છૂટા હાથે સહાય આપવામાં આવે છે. એક તાલપતરીથી વાયા સ્પ્રેયર પંપથી લઇ પાણી લઇ જવાની પાઇપલાઇન સુધીના મટીરિયલમાં એના ધારા ધોરણ મુજબ સહાય અપાતી હોય છે. જેમાં 49 જેટલા ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના માટે આગામી 21, ફેબ્રુઆરી થી 21, માર્ચ સુધી એટલે કે 1 મહિનો સુધી સહાય લેવા માટેની અરજી કરવાના દરવાજા ખુલવાના છે. 

ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in આઇ ખેડૂત પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત સને 2022-2023 માટે સહાય અરજીઓ માંગવામાં આવી છે. રાજ્યના ખેડૂતોને આ યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે, તે આશયથી અરજીઓ મંગાવી છે. ખેડૂતોએ જરૂરિયાત 
મુજબના ઘટકોમાં સહાય મેળવવા માટે સમય મર્યાદામાં આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની થાય છે. 

આ વખતથી ખેડૂતો દ્રારા કરવામાં આવનાર અરજીઓના ઓટો ઇનવર્ડની પધ્ધતિ દાખલ કરવામાં આવેલ છે. અરજદારે ઓન-લાઇન કરેલ અરજીની પ્રીન્ટ પોતાની પાસે જ રાખવાની રહે છે. કોઇ કચેરી ખાતે જમા કરાવવાની જરૂરિયાત નથી, પણ ઓન-લાઇન અરજીને ખેતીવાડી ખાતા દ્રારા જો પૂર્વ મંજુરી આપવામાં આવે તો અરજદાર દ્રારા નિયત સમય મર્યાદામાં સાધનની ખરીદ
કર્યાં બાદ ખેડૂતે સહી કરેલ અરજીની પ્રીન્ટ આઉટ સાથે જરૂરી સાધનિક પુરાવા સાથેનો કલેઇમ સબંધિત કચેરીએ રજુ કરવાનો રહેશે.

અમરેલી માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1425

2210

ઘઉં 

371

461

જીરું 

1901

4035

એરંડા 

1289

1312

તલ 

1599

2225

બાજરો 

344

344

ચણા 

750

913

મગફળી ઝીણી 

1071

1171

મગફળી જાડી 

930

1180

જુવાર 

420

624

સોયાબીન 

1143

1315 

અજમો 

1000

2295

ધાણા 

1370

2330

તુવેર 

600

1243

ઇસબગુલ 

2300

2300

તલ કાળા 

1125

2450

મેથી 

1071

1094

રાઈ 

1150

1200

સિંગદાણા

1135

1372

ઘઉં ટુકડા 

318

489

રજકાનું બી 

-

-

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1400

1800

ઘઉં લોકવન 

360

419

ઘઉં ટુકડા 

380

441

મગ 

900

1380

ચણા 

750

960

અડદ 

800

1290

તુવેર 

1050

1264

મગફળી જાડી 

850

1120

તલ 

2096

2096

ધાણા 

1600

2118

સોયાબીન 

1270

1368

જીરું 

3200

3750

રાઈ 

1390

1390

મેથી 

600

1051

મોરબી  માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1600

2000

ઘઉં 

415

273

તલ 

1300

2040

ચણા 

885

917

મગફળી ઝીણી 

1001

1070

તુવેર 

1062

1074

બાજરો 

417

419

અડદ 

453

1274

રાઈ 

940

1251

રાયડો 

18185

1283

જીરું 

2530

3760 

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી 

1730

2115

ઘઉં લોકવન 

404

435

ઘઉં ટુકડા 

411

484

જુવાર સફેદ 

445

621

તુવેર 

1025

1263

ચણા પીળા 

800

950

અડદ 

835

1345

મગ 

1050

1550

એરંડા 

1340

1405

અજમો 

1450

2305

સુવા 

940

1190

સોયાબીન 

1215

1355

કાળા તલ 

1980

2680

ધાણા 

1440

2107

જીરું 

3333

4002

ઇસબગુલ 

1750

2280

રાઈડો 

1050

1350

ગુવારનું બી 

-

હળવદ માર્કેટ યાર્ડ :

વિગત

નીચો ભાવ 

ઊંચોભાવ

કપાસ

1700

2078

મગફળી

901

1100

ઘઉં

405

446

જીરું

3300

4000

એરંડા 

1400

1443

ધાણા 

1400

2020

તુવેર

905

1181

રાઇ

 -