khissu

છેલ્લા ત્રણ દિવસમાં કપાસના ભાવમાં ઘટાડો: આજે બાબરામાં સૌથી ઉંચો ભાવ ૧૩૫૦, જાણો આજનાં કપાસના ભાવો

વિદેશમાં વાયદા તૂટતાં કપાસમાં મણે 15 થી 20 રૂપિયા ઘટયા છે. ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી કપાસની આવક ઘટી રહી છે. ગઇ કાલે ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં વધીને પોણા બે લાખ મણની હતી. ગુરુવારે કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે આજે સવારથી બજારમાં મંદીનો માહોલ સર્જાયો હતો અને કપાસમાં સતત ભાવ તૂટી રહ્યા છે. કડીમાં મહારાષ્ટ્રના કપાસની 100 ગાડીની અને કાઠિયાવાડના કપાસની આવક 200 ગાડીની હતી. કડીમાં કપાસના ભાવ મહારાષ્ટ્રના રૂ.1160 થી 1225 અને સૌરાષ્ટ્રના કપાસના રૂ.1120 થી 1200 ભાવ બોલાતા હતા. કડીમાં ગુરૂવારે કપાસના ભાવ મણે રૂ.15 થી 20 તૂટયા હતા.

સમગ્ર દેશમાં હવે કપાસની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વિદેશી વાયદાઓ તૂટવાને લીધે કપાસ સહિત કપાસિયા ખોળ અને રૂ ના ભાવો તૂટ્યા છે. ઓવરોલ પૂરા ભારતમાં કપાસના ભાવ મણે રૂ. 5 થી 15 ઘટયા હતા. આજે ગુજરાતની 8 માર્કેટ યાર્ડમાં કપાસના ભાવો 1300+ રહ્યા હતા. આજના બજાર ભાવની વાત કરીએ તો ગુજરાતની બાબરા માર્કેટ યાર્ડમાં 1350 ઉંચો ભાવ બોલાયો છે. 

હવે જાણી લઈએ આજના (05/03/2021) કપાસના ભાવો.

રાજકોટ :- નીચો ભાવ 1030 ઉંચો ભાવ 1272
અમરેલી  :- નીચો ભાવ 791 ઉંચો ભાવ 1300
સાવરકુંડલા  :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1285
જસદણ  :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1265
બોટાદ  :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1310
મહુવા  :- નીચો ભાવ 901 ઉંચો ભાવ 1190
ગોંડલ  :- નીચો ભાવ 951 ઉંચો ભાવ 1276
કાલાવડ  :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1271
જામજોધપુર  :- નીચો ભાવ 1070 ઉંચો ભાવ 1261
ભાવનગર  :- નીચો ભાવ 1003 ઉંચો ભાવ 1266
જામનગર  :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1252
બાબરા  :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1350
જેતપુર  :- નીચો ભાવ 1021 ઉંચો ભાવ 1271
વાંકાનેર  :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1266
મોરબી  :- નીચો ભાવ 1035 ઉંચો ભાવ 1245
રાજુલા  :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1251
હળવદ  :- નીચો ભાવ 1005 ઉંચો ભાવ 1255
વિસાવદર  :- નીચો ભાવ 925 ઉંચો ભાવ 155
તળાજા  :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1301
ઉપલેટા  :- નીચો ભાવ 1060 ઉંચો ભાવ 1255
માણાવદર  :- નીચો ભાવ 1073 ઉંચો ભાવ 1273
વિછીયા  :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1280
ભેંસાણ  :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1270
લાલપુર  :- નીચો ભાવ 955 ઉંચો ભાવ 1292
ધ્રોલ :- નીચો ભાવ 994 ઉંચો ભાવ 1226
પાલીતાણા  :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1170
હારીજ  :- નીચો ભાવ 950 ઉંચો ભાવન 1211
ધનસૂરા  :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1185
વિસનગર  :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1302
વિજાપુર  :- નીચો ભાવ 1131 ઉંચો ભાવ 1325
કુકરવાડા  :- નીચો ભાવ 1070 ઉંચો ભાવ 1290
ગોજારીયા :- નીચો ભાવ 1200 ઉંચો ભાવ 1260
‌હિંમતનગર  :- નીચો ભાવ 1125 ઉંચો ભાવ 1250
માણસા  :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1285
કડી  :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1263
પાટણ  :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1298
થરા  :- નીચો ભાવ 1110 ઉંચો ભાવ 1247
તલોદ  :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1253
સિધ્ધપુર  :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1337
ગઢડા  :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1325
ઢસા  :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1280
કપડવંજ :- નીચો ભાવ900 ઉંચો ભાવ 1050
વીરમગામ  :- નીચો ભાવ 851 ઉંચો ભાવ 1132
ખેડબ્રહ્મા  :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1250
ઉનાવા  :- નીચો ભાવ 1031 ઉંચો ભાવ 1300
ઇકબાલગઢ  :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1150
સતલાસણા  :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1121