 
                                કપાસ ઉગાડનારા ખેડૂતોને આ વર્ષે અત્યાર સુધી ન જોયા હોય તેટલાં ભાવ મળ્યા છે પણ જીરૂ-ધાણા અને સોયાબીનના ખેડૂતોને પણ આ વર્ષે ઊંચા ભાવ મળ્યા છે અને અત્યારે મગફળીના ભાવ સતત વધીને મણના ૧૩૦૦ થી ૧૩૫૦ રૂપિયા સુધી ઊંચામાં ભાવ બોલાઇ રહ્યા છે. આ સંજોગોમાં કપાસનું વાવેતર અગાઉની ધારણા કરતાં ઓછું થાય એટલે કે માપે થાય તેવા અહેવાલો મળી રહ્યા છે
આ પણ વાંચો: BOBના ખાતા ધારકો ખુશ-ખબર: બેંક ઓફ બરોડા, PNB, ICICI બેંકે તાજેતરમાં વ્યાજમાં વધારો કર્યો; FDના નવા દરો જાણો
કપાસ-રૂની હાલની બજારમાં તેજી થવાનું મુખ્ય કારણ અમેરિકામાં દુષ્કાળની અસર વધી રહી હોવાનું છે. અમેરિકામાં સૌથી વધુ કપાસ ઉગાડતાં ટેક્સાસમાં હજુ પણ વરસાદ જોઇએ તેવો પડતો નથી. અમેરિકાના અન્ય વિસ્તારમાં પણ અપૂરતાં વરસાદની સમસ્યા હોઇ રૂનું ઉત્પાદન ઓછું રહેવાની શક્યતા હાલ ચર્ચાઇ રહી હોઇ સટોડિયાઓ ન્યુયોર્ક રૂ વાયદામાં સતત તેજી કરી રહ્યા છે. ચાર મહિના પહેલા ન્યુયોર્ક રૂ વાયદો ૧૦૦ સેન્ટની ઊંચાઇએ પહોંચ્યો ત્યારે એમ લાગતું હતું કે હવે તેજી નહીં થાય પણ ૧૦૦ સેન્ટવાળો ન્યુયોર્ક રૂ વાયદો અત્યારે ૧૫૦ સેન્ટની ઊંચાઇએ પહોંચી ગયો છે હજુ પણ સટોડિયાઓ સતત તેજી કરી રહ્યા છે.
આ પણ વાંચો: શું તમને LPG ગેસ સિલિન્ડર પર સબસીડી મળે છે? બદલાય ગયાં છે નિયમો, જાણો અહીં
દુનિયામાં રૂના ઉગાડનારા પાંચ મુખ્ય દેશોમાં પહેલો ક્રમ ભારત, બીજો ક્રમ ચીન, ત્રીજો ક્રમ અમેરિકા , ચોથો ક્રમ બ્રાઝિલ અને પાંચમા ક્રમે પાકિસ્તાન આવે છે. ભારતમાં કપાસનું વાવેતર વધવાના ચાન્સછે. અમેરિકામાં વાવેતર વધશે પણ દુષ્કાળની અસરે ઉતારા ઘટવાની ધારણા છે. ચીનમાં કોરોનાના કહેર વધી રહ્યો છે તેમજ વાતાવરણ પણ ખરાબ હોઇ ચીનમાં કપાસનું વાવેતર કેટલાંક વિસ્તારમાં ઘટયું છે તેમજ રૂનું ઉત્પાદન પણ કેટલાંક વિસ્તારમાં ઘટવાની ધારણા છે.
બ્રાઝિલ અને પાકિસ્તાનની સ્થિતિ પણ બહુ જ સારી નથી આથી વિશ્વબજારમાં પણ કપાસનું વાવેતર વધ્યા બાદ ઉત્પાદન વધશે કે કેમ ? તે નક્કી નથી. જે ખેડૂતોને કપાસ ઉગાડવો હોઇ તેઓએ કપાસની બજાર પર ખાસ નજર રાખવી કે જેથી કેટલાં ટકા કપાસ ઉગાડીએ તો ફાયદો થાય તેની જાણકારી મળી શકે.
આ પણ વાંચો: હવે FD પર મળશે સૌથી વધુ વળતર, આ બેંક સિનિયર સિટિઝન્સને આપશે 7% થી પણ વધુ વ્યાજ
રાજકોટ માર્કેટ યાર્ડ:
| વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ | 
|---|---|---|
| કપાસ બીટી | 2000 | 2599 | 
| ઘઉં લોકવન | 430 | 478 | 
| ઘઉં ટુકડા | 450 | 525 | 
| જુવાર સફેદ | 470 | 655 | 
| બાજરી | 375 | 521 | 
| તુવેર | 1000 | 1220 | 
| ચણા પીળા | 880 | 910 | 
| અડદ | 850 | 1375 | 
| મગ | 1272 | 1425 | 
| વાલ દેશી | 825 | 1575 | 
| ચોળી | 950 | 1480 | 
| કળથી | 850 | 1005 | 
| મગફળી જાડી | 1060 | 1314 | 
| મગફળી ઝીણી | 1060 | 1280 | 
| સુરજમુખી | 1115 | 1320 | 
| એરંડા | 1200 | 1418 | 
| અજમા | 1550 | 2100 | 
| સોયાબીન | 1250 | 1372 | 
| લસણ | 180 | 620 | 
| ધાણા | 1900 | 2180 | 
| વરીયાળી | 1615 | 1900 | 
| જીરું | 3400 | 4119 | 
| રાય | 1045 | 1195 | 
| મેથી | 940 | 1198 | 
| ઇસબગુલ | 2250 | 2450 | 
| રાયડો | 1175 | 1294 | 
| ગુવારનું બી | 1120 | 1125 | 
જુનાગઢ માર્કેટ યાર્ડ:
| વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ | 
| ઘઉં લોકવન | 450 | 480 | 
| ઘઉં ટુકડા | 460 | 484 | 
| ચણા | 825 | 928 | 
| તુવેર | 1000 | 1239 | 
| મગફળી ઝીણી | 900 | 1226 | 
| મગફળી જાડી | 950 | 1262 | 
| સિંગફાડા | 1400 | 1540 | 
| તલ | 1600 | 2020 | 
| તલ કાળા | 1600 | 2240 | 
| જીરું | 3860 | 3860 | 
| ધાણા | 1800 | 2301 | 
| મગ | 1000 | 1361 | 
| સોયાબીન | 1250 | 1470 | 
જામનગર માર્કેટ યાર્ડ:
| વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ | 
| કપાસ | 1850 | 2380 | 
| ઘઉં | 450 | 481 | 
| મગ | 1100 | 1390 | 
| અડદ | 400 | 1000 | 
| તુવેર | 900 | 1135 | 
| મેથી | 800 | 1145 | 
| ચણા | 800 | 950 | 
| મગફળી ઝીણી | 900 | 1200 | 
| મગફળી જાડી | 950 | 1240 | 
| એરંડા | 950 | 1392 | 
| જીરું | 2550 | 4130 | 
| અજમો | 1500 | 2450 | 
| ધાણા | 1600 | 2200 | 
| મરચા | 1000 | 3225 | 
| કલ્નજી | 2000 | 2800 | 
જામજોધપુર માર્કેટ યાર્ડ:
| વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ | 
| મગફળી ઝીણી | 980 | 1130 | 
| મગફળી જાડી | 1060 | 1320 | 
| કપાસ | 1800 | 2500 | 
| જીરું | 2300 | 3996 | 
| એરંડા | 1330 | 1395 | 
| ધાણા | 2000 | 2250 | 
| ઘઉં | 460 | 480 | 
| બાજરો | 250 | 350 | 
| મગ | 1250 | 1411 | 
| ચણા | 800 | 906 | 
| રાયડો | 1050 | 1276 | 
| મેથી | 850 | 1025 | 
| સોયાબીન | 1100 | 1301 | 
| સુરજમુખી | 1000 | 1236 | 
ગોંડલ માર્કેટ યાર્ડ:
| વિગત | ઉંચો ભાવ | નીચો ભાવ | 
|---|---|---|
| કપાસ | 1101 | 2571 | 
| ઘઉં | 450 | 480 | 
| જીરું | 2151 | 4041 | 
| એરંડા | 1100 | 1411 | 
| તલ | 1300 | 2191 | 
| રાયડો | 1161 | 1271 | 
| ચણા | 831 | 911 | 
| મગફળી ઝીણી | 950 | 1366 | 
| મગફળી જાડી | 840 | 1376 | 
| ડુંગળી | 21 | 211 | 
| લસણ | 101 | 546 | 
| સોયાબીન | 1276 | 1376 | 
| ધાણા | 1201 | 2351 | 
| તુવેર | 826 | 1281 | 
| મગ | 800 | 1401 | 
| મેથી | 861 | 1161 | 
| રાઈ | 800 | 800 | 
| મરચા સુકા | 851 | 5101 | 
| ઘઉં ટુકડા | 411 | 542 | 
| શીંગ ફાડા | 1051 | 1701 | 
મોરબી માર્કેટ યાર્ડ:
| વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ | 
|---|---|---|
| કપાસ | 1785 | 2215 | 
| ઘઉં | 471 | 523 | 
| મગફળી ઝીણી | 1000 | 1264 | 
| જીરું | 2470 | 4030 | 
| એરંડા | 1213 | 1397 | 
| રાયડો | 1200 | 1232 | 
| ચણા | 750 | 880 | 
| ધાણા | 1400 | 2190 | 
| તુવેર | 900 | 1122 | 
| અડદ | 1051 | 1141 | 
| રાઈ | 1184 | 1262 | 
| સુવા | - | - | 
બોટાદ માર્કેટ યાર્ડ:
| વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ | 
|---|---|---|
| કપાસ | 1475 | 2641 | 
| મગફળી | 1100 | 1125 | 
| ઘઉં | 441 | 588 | 
| બાજરો | 493 | 541 | 
| જુવાર | 430 | 657 | 
| તલ | 1190 | 1725 | 
| તલ કાળા | 1380 | 2305 | 
| જીરું | 2425 | 4135 | 
| ચણા | 822 | 957 | 
| મેથી | 850 | 961 | 
| ધાણા | 1600 | 1900 | 
| તુવેર | 700 | 970 | 
| એરંડા | 900 | 1355 | 
| વરીયાળી | 1735 | 1915 |